- Advertisement -

એસ.આર.પી.એફ લોકરક્ષક દળનું મહત્વનું યોગદાન

જૂનાગઢના ચોકીમાં એસ.આર.પી.એફ લોકરક્ષક દળના ૨૩૮ તાલીમાર્થીઓનો યોજાયો દીક્ષાંત સમારોહ

જુનાગઢ,તા૨૧ આજ રોજ જૂનાગઢ જિલ્લાના ચોકી (સોરઠ) ખાતે એસ. આર. પી. એફ. લોક રક્ષક બેચ નંબર ૧૦૫ ની તાલીમ પૂર્ણ થતા રાજ્ય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાયની પ્રેરક ઉપસ્થિતિમાં કુલ ૨૩૮ લોકરક્ષકનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો.

Srpf Lok Raksak Dala Nu Mahatvanu Yogadan 04

- Advertisement -

- Advertisement -

832

Get real time updates directly on you device, subscribe now.

એસ.આર.પી.એફ લોકરક્ષક દળનું મહત્વનું યોગદાન

જુનાગઢ,તા૨૧ આજ રોજ જૂનાગઢ જિલ્લાના ચોકી (સોરઠ) ખાતે એસ. આર. પી. એફ. લોક રક્ષક બેચ નંબર ૧૦૫ ની તાલીમ પૂર્ણ થતા રાજ્ય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાયની પ્રેરક ઉપસ્થિતિમાં કુલ ૨૩૮ લોકરક્ષકનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો.

  • જૂનાગઢના ચોકીમાં એસ.આર.પી.એફ લોકરક્ષક દળના ૨૩૮ તાલીમાર્થીઓનો યોજાયો દીક્ષાંત સમારોહ
  • ગુજરાત રાજ્યમાં શાંતિ અને સલામતી માં એસ.આર.પી.એફનું મહત્વનું યોગદાન છે – શ્રી વિકાસ સહાય
Srpf Lok Raksak Dala Nu Mahatvanu Yogadan 01
Srpf Lok Raksak Dala Nu Mahatvanu Yogadan 01

શ્રી વિકાસ સહાય દ્વારા દિક્ષાન્ત પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. શ્રી વિકાસ સહાય તાલીમાર્થીઓને જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં શાંતિ અને સલામતી માં એસ આર પી એફ નું મહત્વનું યોગદાન રહ્યું છે. તેમણે એસઆરપીએફના ઇતિહાસ વિશે માહિતી આપી હતી. તાલીમાર્થીઓને એસઆરપીએફની ગૌરવપૂર્ણ પરંપરા જાળવી રાખવા અને દેશ, રાજ્ય, સમાજ, અને પરિવાર પ્રત્યે પૂરી નિષ્ઠાથી જવાબદારી વહન કરવા આહવાન કર્યું હતું. તેમણે આજ રોજ યોજાયેલ પરેડ પ્રદર્શનને ઉચ્ચ કોટિનું પ્રદર્શન કહ્યું હતું. આ માટે તેમણે તાલીમ કેન્દ્રના આચાર્યશ્રી અને અધિકારીઓ ,તાલીમાર્થીઓને બિરદાવ્યા હતા.

Srpf Lok Raksak Dala Nu Mahatvanu Yogadan 02
Srpf Lok Raksak Dala Nu Mahatvanu Yogadan 02
Related Posts
1 of 481

તાલીમ કેન્દ્રના ઇન્ચાર્જ આચાર્ય અને પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એમ અનારવાલાએ ૨૩૮ લોકરક્ષકોને બંધારણ પ્રત્યે શ્રદ્ધા નિષ્ઠા તથા કર્તવ્યનું પાલન અને  નિષ્પક્ષતાથી અને ઈમાનદારીથી ફરજ નીભાવવાના શપથ લેવડાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે નવ મહિનાની સખત મહેનત અને તાલીમ બાદ દેશની અને રાજ્યની લોક સેવા માટે તાલીમાર્થીઓ હાજર થશે. હાલમાં ક્રાઈમના પ્રકાર બદલી રહ્યા છે. સાઇબર ક્રાઇમ ,ડિજિટલ ક્રાઈમ વગેરેની સાથે તાલીમાર્થીઓ પણ લેટેસ્ટ ટેકનોલોજી સાથે કદમ મિલાવી અપડેટ થાય અને આગળ વધે તે જરૂરી છે. તમને કાયદો અને વ્યવસ્થા, બંદોબસ્ત, કીમતી સંસાધનોની સુરક્ષા સહિતની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવવા અનુરોધ કર્યો હતો.

Srpf Lok Raksak Dala Nu Mahatvanu Yogadan 03
Srpf Lok Raksak Dala Nu Mahatvanu Yogadan 03

તાલીમ પૂર્ણ કરી દેશ સેવા માટે સજ્જ લોકરક્ષક હાર્દિક કિશોરભાઈ જાનીએ જણાવ્યું હતું કે મારા પપ્પાની અને મારી પણ નાનપણથી ઈચ્છા હતી કે ખાખી પહેરી દેશની સેવા કરું. તાલીમ દરમિયાન ઇન્ડોર અને આઉટડોર, ફાયરિંગ, એથ્લેટિક, પરેડ કમાન્ડર, તથા બેસ્ટ કેડેટ ને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. પરેડ સમારોહનું આભારવિધિ શ્રી એમ. સોલંકી એ કરી હતી. જ્યારે એનાઉન્સર તરીકે એ.જે. નિમાવત, આર. એન. રબારી એ કરી હતી.

Srpf Lok Raksak Dala Nu Mahatvanu Yogadan 04
Srpf Lok Raksak Dala Nu Mahatvanu Yogadan 04

આ તકે જુનાગઢ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી, એસપી શ્રી સૌરભ સિંહ, ડીવાયએસપી શ્રી શિવરાજ ગોહિલ, નાયબ માહિતી નિયામકશ્રી રાજુ જાની સહિતના અધિકારીઓ, કર્મચારીઓ, બાળકો, તાલીમાર્થીઓના પરિવારજનો, અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More