- Advertisement -

SSG  હોસ્પિટલમાં સીનીયર સિટીઝન્સમાં માટે અલાયદી વ્યવસ્થા

સીનીયર સીટીઝન્સ, સગર્ભા માતા અને નવજાત શીશુને ભોજન સાથે આપાતી તમામ સારવાર નિ:શુલ્ક

રાજ્ય સરકારના નિર્દેશ મુજબ શહેરની સર સયાજીરાવ જનરલ હોસ્પિટલમાં સીનીયર સિટીઝન માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત સગર્ભા માતા અને નવજાત શિશુને પણ સારવાર માટે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાજ્યના આરોગ્ય વિભાગે વડીલજનોને સરકારી આરોગ્ય કેન્દ્રમાં વિશેષ સુવિધાઓ આપવાના સંવેદેનશીલતાભર્યાં દિશાનિર્દેશ જાહેર કર્યાં છે. એસએસજી હોસ્પિટલ દ્વારા તેનું અનુપાલન કરવામાં આવી રહ્યું છે.

Ssg Hospital Ma Senior Citizens Mate Alayadi Vyavastha

- Advertisement -

- Advertisement -

61

Get real time updates directly on you device, subscribe now.

SSG  હોસ્પિટલમાં સીનીયર સિટીઝન્સમાં માટે અલાયદી વ્યવસ્થા

રાજ્ય સરકારના નિર્દેશ મુજબ શહેરની સર સયાજીરાવ જનરલ હોસ્પિટલમાં સીનીયર સિટીઝન માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત સગર્ભા માતા અને નવજાત શિશુને પણ સારવાર માટે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાજ્યના આરોગ્ય વિભાગે વડીલજનોને સરકારી આરોગ્ય કેન્દ્રમાં વિશેષ સુવિધાઓ આપવાના સંવેદેનશીલતાભર્યાં દિશાનિર્દેશ જાહેર કર્યાં છે. એસએસજી હોસ્પિટલ દ્વારા તેનું અનુપાલન કરવામાં આવી રહ્યું છે.

  • ઓપીડીમાં સીનીયર સિટીઝન્સને તપાસણી માટે અપાતી અગ્રતા
  • દવાબારી-કેસ રજીસ્ટ્રેશન માટે અલગ હરોળની કરાઈ વ્યવસ્થા
  • સગર્ભા માતા અને નવજાત શીશુના કેસીસને પણ આપવામાં આવે છે પ્રાથમિકતા
  • સીનીયર સીટીઝન્સ, સગર્ભા માતા અને નવજાત શીશુને ભોજન સાથે આપાતી તમામ સારવાર નિ:શુલ્ક
Ssg Hospital Ma Senior Citizens Mate Alayadi Vyavastha
Ssg Hospital Ma Senior Citizens Mate Alayadi Vyavastha
Related Posts
1 of 484

SSG હોસ્પિટલના મેડીકલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી રાજીવ દેવેશ્વર જણાવે છે કે, રાજ્ય સરકાર તરફથી મળેલી સૂચના મુજબ સીનીયર સીટીઝન માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સીનીયર સીટીઝનોને માટે ઓપીડીમાં તપાસણી માટે અગ્રતા આપવામાં આવે છે. આ માટે કેસ રજીસ્ટ્રેશનની એક અલગ હરોળ રાખવામાં આવી છે. તેમજ દવાબારી અને હોસ્પિટલના અન્ય એકમોમાં પણ સીનીયર સીટીઝન્સને પ્રાથમિકતા આપવાની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.  વધુમાં તેમણે ઉમેર્યું કે, સગર્ભા માતા અને નવજાત શિશુના કેસીસને પ્રાથમિકતા આપવામાં આવે છે.

આ માટે તમામ ઓપીડીમાં સૂચનાદર્શક બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. ઉપરાંત સગર્ભા માતાને સ્પેશ્યિલ ડાઈટ આપવામાં આવે છે. જેમાં રોસ્ટેડ સોયાબીન, દ્રાક્ષ, કેળા સહિતનો પોષણક્ષમ આહાર આપવામાં આવે છે.  તેમજ સીનીયર સીટીઝનને આરોગ્યપ્રદ સવારે નાસ્તો, અને બપોર-સાંજનુ ભોજન આપવામાં આવે છે. આમ. સગર્ભા માતા, નવજાત શિશુ અને સીનીયર સીટીઝનને તમામ સારવાર અને પોષણવર્ધક ભોજન વિનામૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવે છે. તેમ શ્રી દેવેશ્વરે જણાવ્યું હતું. (રોહિત)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More