- Advertisement -

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રજાસત્તાક પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી

એક ભારત શ્રેષ્ઠ ભારતનાં નિર્માણનો સંદેશો સમાજમાં ફેલાવવા નાયબ મુખ્ય વહીવટદાર શ્રી નિલેશ દુબેનો અનુરોધ. કેવડીયા, સોમવાર.

એક ભારત શ્રેષ્ઠ ભારતનાં નિર્માણનો સંદેશો સમાજમાં ફેલાવવા નાયબ મુખ્ય વહીવટદાર શ્રી નિલેશ દુબેનો અનુરોધ. કેવડીયા, સોમવાર. ભારતીય ગણરાજયનાં પ્રજાસત્તાકપર્વની ઉજવણીનાં ભાગરૂપે ગઇકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુખ્ય વહીવટદારશ્રીની કચેરીએ યોજાયેલા ધ્વજવંદન સમારોહમાં નાયબ મુખ્ય વહીવટદાર શ્રી નિલેશ દુબેએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ત્રિરંગાને સલામી આપી હતી.

Statue Of Unity Khate Prajasattak Parva Ni Gauravapurn Ujavani 02

- Advertisement -

- Advertisement -

89

Get real time updates directly on you device, subscribe now.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રજાસત્તાક પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી

એક ભારત શ્રેષ્ઠ ભારતનાં નિર્માણનો સંદેશો સમાજમાં ફેલાવવા નાયબ મુખ્ય વહીવટદાર શ્રી નિલેશ દુબેનો અનુરોધ. કેવડીયા, સોમવાર. ભારતીય ગણરાજયનાં પ્રજાસત્તાકપર્વની ઉજવણીનાં ભાગરૂપે ગઇકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુખ્ય વહીવટદારશ્રીની કચેરીએ યોજાયેલા ધ્વજવંદન સમારોહમાં નાયબ મુખ્ય વહીવટદાર શ્રી નિલેશ દુબેએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ત્રિરંગાને સલામી આપી હતી.ત્યારબાદ નવોદય જવાહર વિદ્યાલયનાં ભુલકાઓ દ્રારા બેન્ડની મધુર શૂરાવલીઓનાં સથવારે ઝંડા ગીત રજુ થતા ઉપસ્થિત સૌ કોઇ દેશભક્તિનાં રંગે રંગાયા હતા. શ્રી નિલેશ દુબેએ પ્રજાસતાક પર્વનાં વધામણા સાથે અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને પ્રવાસીઓને આજના દીવસની શુભકામનાઓ પાઠવી હતી.

Statue Of Unity Khate Prajasattak Parva Ni Gauravapurn Ujavani 01
Statue Of Unity Khate Prajasattak Parva Ni Gauravapurn Ujavani 01

આ પ્રસંગેસ્ટેચ્યુ ઓફ યુનિટી મુખ્ય વહીવટદાર કચેરી ખાતે યોજાયેલ સમારોહમાં ઉપસ્થિત તમામને સંબોધતા નાયબ મુખ્ય વહીવટદાર શ્રી નિલેશ દુબેએ જણાવ્યુ હતુ કે, આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભરનાં પ્રવાસીઓની પહેલી પસંદ બન્યુ છે,અને SCO સંગઠન દ્રારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને દુનિયાની આઠમી અજાયબી જાહેર કરાઇ છે.જે આપણા સૌ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે,અને આપ સૌ અભિનંદનને પાત્ર છો. આપણુ અહોભાગ્ય છે કે, કેવડીયા પાસે વિશ્વની સૌથી ઉચી પ્રતિમાં સ્થાપિત છે અને આપણે સાચા અર્થમાં સૌભાગ્યશાળી છીએકે તે પવિત્ર સ્થળનાં ભાગ છીએ.

Statue Of Unity Khate Prajasattak Parva Ni Gauravapurn Ujavani 02
Statue Of Unity Khate Prajasattak Parva Ni Gauravapurn Ujavani 02
Related Posts
1 of 483

તેઓશ્રીએ આજનાં પર્વે દેશને આઝાદી અપાવવામાં નામી-અનામી રાષ્ટ્રપુરુષોએ તેમનાં જીવનની આપેલ આહુતીનું યોગદાન ભારતનાં ઇતીહાસમાં અમર રહેશે તેમ જણાવ્યુ હતુ.સરદાર સાહેબનાં અથાગ પ્રયત્નોથી અખંડ ભારતનું નિર્માણ થયુ છે,જેથી આપણે સૌએ એક ભારત-શ્રેષ્ઠ ભારતનો સંદેશો સમાજમાં ફેલાવો કરવા ઉપસ્થિત તમામને અપીલ કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપનાં બાદ કેવડીયા સહિત સમગ્ર જીલ્લામાં પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યો છે,અને વિશ્વભરનાં પ્રવાસીઓથી આ વિસ્તાર ધમધમી ઉઠયો છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી ન માત્ર એક પ્રવાસન સ્થળ છે.

Statue Of Unity Khate Prajasattak Parva Ni Gauravapurn Ujavani 03
Statue Of Unity Khate Prajasattak Parva Ni Gauravapurn Ujavani 03

પરંતુ રોજગારી આપવામાં પણ એક ઉમદા ઉદાહરણ સાબિત થયુ છે. કેવડીયામાં આવનાર પ્રવાસીઓ માટે એક શ્રેષ્ઠતમ સુવિધાઓ સરકારશ્રીએ ઉભી કરી છે અને આવનાર સમયમાં કેવડીયામાં એશિયાનું સર્વપ્રથમ ગ્રીન રેલ્વે સ્ટેશન તેમજ જીલ્લામાં એરપોર્ટની સુવિધા પણ ઉભી થનાર છે. આ પ્રસંગે નાયબ કલેકટર(પ્રોટોકોલ) શ્રી બી.એ.અસારી,મામલતદાર (પ્રોટોકોલ) શ્રી એ.કે.ભાટીયા,સરદાર સરોવર નર્મદા નિગમ લિમીટેડનાં પ્રવાસન વિભાગનાં એકઝીકયુટીવ એન્જીનિયર શ્રી એમ.બી.શર્મા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More