ભારતમાં ઝડપથી ફેલાઈ રહી છે આવી બીમારીઓ

1,932

Get real time updates directly on you device, subscribe now.

ભારતમાં ઝડપથી ફેલાઈ રહી છે આવી બીમારીઓ

Related Posts
1 of 237

ભારતવાસીઓ ઘણી બધી બીમારીઓના શિકાર થઈ રહ્યા છે, પરંતુ તેમાંથી ખાસ બે-ત્રણ એવી બીમારીઓ છે જે ઝડપથી વધી રહી છે. થોડા સમય પહેલા પ્રસિદ્ધ થયેલ ગ્લોબલ ન્યુટ્રીશન રિપોર્ટમાં કુપોષણ અને તેનાથી જોડાયેલી સમસ્યાઓ ચિંતાજનક પરિસ્થિતિ દર્શાવી રહી છે. આ રિપોર્ટ અનુસાર ભારતના લોકો સૌથી વધુ કુપોષણના શિકાર થઈ રહ્યા છે. 140 દેશો મા થયેલ એ જાણવા મળ્યું છે કે, કુપોષણના કેસોમાં ભારતમાં કુપોષિત બાળકોની સંખ્યા સૌથી વધુ છે. તેમજ ડાયાબિટીસના સંદર્ભે ભારત ટોપ પર છે.

Such Diseases Spreading Quickly in The India 02

દેશમાં ૬૦ કરોડથી વધુ લોકો આયર્ન, વિટામીન, પ્રોટીનની ઊણપના કારણે સૌથી વધુ સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે ઝઝૂમી રહ્યા છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞો અનુસાર આ બધી જ બીમારીઓ માનું એક મુખ્ય કારણ ઓછું પોષણ યુક્ત ખોરાક પણ છે. કુપોષણ અને સ્થૂળતાની પરિસ્થિતિને ભોગવી રહેલા ભારતીય લોકોને આના પ્રત્યે જાગૃત કરવા માટે એક થી 7 સપ્ટેમ્બર સુધી સુપોષણ સપ્તાહ ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ રાખવામાં આવી છે ” ગો ફર્ધર વિથ ફૂડ” એટલે કે “ખોરાક સાથે આગળ વધો”.

Also You like to read
1 of 66

Such Diseases Spreading Quickly in The India 01

દેશમાં કુપોષણ અને નાબૂદ કરવા ના ઉદેશ્ય સાથે બે યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમાં “સંકલિત બાળ વિકાસ યોજના” અને “રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન” જોકે આ બંને નીતિઓ જમીની સ્તર પર જરૂરીયાતમંદ સુધી સંપૂર્ણ રીતે પહોંચી નથી.

Such Diseases Spreading Quickly in The India

હકીકતમાં જોવા જઈયે તો ભારતમાંડાયાબિટીસ સૌથી વધુ ખતરનાક સાબિત થઈ રહ્યો છે. દર વર્ષે દેશમાં સાડા છ કરોડ થી વધુ લોકો ડાયાબિટીસના શિકાર થઇ રહી છે. ડાયાબિટીસના દર્દીઓની બીમારી તો ગંભીર હોય છે, પરંતુ તેનાથી મૃત્યુ થવા વાળાઓની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે. આંકડાઓ પર નજર નાખીએ તો ભારતમાં ફક્ત ત્રણ ટકા લોકોની મૃત્યુ ડાયાબિટીસના કારણે થાય છે. કેમકે, જો યોગ્ય રીતે સારવાર ન થઈ શકે તેવી જ પરિસ્થિતિમાં મૃત્યુ થઈ શકે છે.

Such Diseases Spreading Quickly in The India 03

દેશની અડધી જનસંખ્યા આજે સ્થૂળતાથી પરેશાન છે. સ્ત્રી હોય કે પુરૂષ બધા જ સ્થૂળતા ઝડપથી આવી રહી છે. આ સ્થૂળતા બેસી રહેવાથી અને અસ્વસ્થ ભોજન આરોગવાના કારણે વધી રહી છે. હાલમાં જ કરવામાં આવેલ એક સંશોધન અનુસાર વૈશ્વિક આબાદીનો લગભગ એક ચતુર્થાંશ ભાગ આવનાર 27 વર્ષોમાં સ્થૂળતાની ગિરફતમાં હશે. એવી આશંકા વર્તાઈ રહી છે કે દુનિયામાં 22 ટકા લોકો ૨૦૪૫ સુધી સ્થૂળતાનાં શિકાર હશે.આ આંકડાઓ 2017ની સરખામણીએ ઘણોબધો વધારે છે.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More