સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત લોકોને રોજગારી અપાઇ

અમદાવાદ જિલ્લામાં ૨૦ ખેત તલાવડી અને ૬૨ તળાવો ઉંડા ઉતારવાની કામગીરી ચોમાસાની શરુઆત પહેલા જ પૂર્ણ

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ૫૮માં ગુજરાત ગૌરવ દિવસે સુજલામ સુફલામ જળ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ અભિયાન અંતર્ગત ભવિષ્યની ચિંતા આજે કરીને ગુજરાત સરકારે લોકભાગીદારીથી રાજયભરમાં તમામ તળાવો અને જળાશયો ઉંડા ઉતારવાનું વિરાટ અભિયાન શરૂ કર્યું છે.

Sujalam Suphalam Jal Abhiyan Antargat Loko Ne Rojagari Apai 03
223

Get real time updates directly on you device, subscribe now.

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત લોકોને રોજગારી અપાઇ

Related Posts
1 of 302

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ૫૮માં ગુજરાત ગૌરવ દિવસે સુજલામ સુફલામ જળ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ અભિયાન અંતર્ગત ભવિષ્યની ચિંતા આજે કરીને ગુજરાત સરકારે લોકભાગીદારીથી રાજયભરમાં તમામ તળાવો અને જળાશયો ઉંડા ઉતારવાનું વિરાટ અભિયાન શરૂ કર્યું છે.

  • સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત
  • વર્ષ ૨૦૧૯માં અમદાવાદ જિલ્લામાં કુલ ૧૦,૮૬,૯૨૫ ઘન મી. માટીનું ખોદાણ, કુલ ૩૮.૩૮ એમ.સી.એફ.ટી જળ સંગ્રહ શક્તિમાં થયો વધારો
  • અમદાવાદ જિલ્લામાં ૨૦ ખેત તલાવડી અને ૬૨ તળાવો ઉંડા ઉતારવાની કામગીરી ચોમાસાની શરુઆત પહેલા જ પૂર્ણ
  • આ યોજનાના કામો અંતર્ગત કુલ ૮,૯૭૧ લોકોને રોજગારી પણ અપાઇ
Sujalam Suphalam Jal Abhiyan Antargat Loko Ne Rojagari Apai 01
Sujalam Suphalam Jal Abhiyan Antargat Loko Ne Rojagari Apai 01

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લાની વાત કરવામાં આવે તો ૩૪૧ કામો જળ સંપત્તિ વિભાગ, ૪૫ કામો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ૬૭ કામો ગ્રામ વિકાસ એજન્સી એમ કુલ મળીને ૪૫૩ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વર્ષ ૨૦૧૯ સુધી અમદાવાદ જિલ્લા દ્વારા ૨૩૭ કામોની કામગીરી ચોમાસાની શરુઆત પહેલા જ પૂર્ણ કરી દેવામાં આવી છે.

આ યોજના અંતર્ગત આ વર્ષે કુલ ૩૫ તળાવો ઉંડા કરવાની કામગીરી જળ સંપત્તિ વિભાગ દ્વારા ૧૦૦ ટકા પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત ૯,૩૫,૮૮૯ ઘન મી. માટીનું ખોદાણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૨૦ ખેત તલાવડી ઊંડી કરવાની કામગીરી તથા ૨૭ તળાવો ઉંડા ઉતારવાની કામગીરી જિલ્લા ગ્રામ વિકાસ દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં કુલ ૮,૯૭૧ માનવ દિનનો ઉદભવ કરવામાં આવ્યો હતો અને ૨,૨૩૯ ઘન મી. માટીનું ખોદાણ કરવામાં આવ્યું હતું. આમ, અમદાવાદ જિલ્લામાં કુલ ૬૫ તળાવો ઉંડા ઉતારવાની કામગીરી ચોમાસાની શરુઆત પહેલા જ પૂર્ણ કરાઇ છે.

Also You like to read
1 of 116
Sujalam Suphalam Jal Abhiyan Antargat Loko Ne Rojagari Apai 02
Sujalam Suphalam Jal Abhiyan Antargat Loko Ne Rojagari Apai 02

જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન દ્વારા કુલ ૪૪ કામોની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સફાઇ, પાણીની ટાંકીની સાફ-સફાઇ, ડ્રેનજ લાઇની સાફ-સફાઇ તથા બોર રીચાર્જ સ્ક્રીમની સફાઇની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

જળ સંપત્તિ વિભાગ દ્વારા વિભાગીય રીતે કુલ ૧૧૧ કામોની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં નહેરોની સાફસફાઇ, કાંસની સાફ સફાઇ, એચ.આર અને સી.આર ગેટની મરામત, સાબરમતી નદીની સાફ સફાઇ વગેરે કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૧૯ અંતર્ગત કુલ ૧૦,૮૬,૯૨૫ ઘન મી. માટીનું ખોદાણ કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૩૮.૩૮ એમ.સી.એફ.ટી જળ સંગ્રહ શક્તિમાં વધારો થયો છે.

Sujalam Suphalam Jal Abhiyan Antargat Loko Ne Rojagari Apai 03
Sujalam Suphalam Jal Abhiyan Antargat Loko Ne Rojagari Apai 03

આમ, તળાવો ઉંડા કરવાથી થનાર ફાયદાઓની વાત કરવામાં આવે તો તળાવો ઉંડા કરતાં તેમાંથી નીકળતી માટીને એક કિ.મી જેટલા અંતર સુધી વહન કરીને લોક ઉપયોગી કામો જેવા કે ગામ તળાવના નિચાણવાળા વિસ્તારમાં પુરાણ કરવું, ગામના રસ્તાઓ લેવલ કરવા, શાળા-પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા અન્ય સરકારી મકાનોના કમ્પાઉન્ડમાં પુરાણ કરવું જેવી કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તળાવની સંગ્રહ શક્તિ વઘતા અને તળાવની આજુબાજુના વિસ્તારમાં ભૂગર્ભ જળ ઊંચુ આવતા સીધી તથા આડકતરી રીતે સિંચાઇ વિસ્તારમાં વઘારો થાય છે. પશુઘનને ચોમાસા સિવાયની ઋતુઓમાં પણ પીવાનું પાણી ઉપલબ્ધ બનશે, જેનાથી પશુઘનના સ્થળાંતરના પ્રશ્નોને પણ ટાળી શકાશે. (અહેવાલ- ગોપાલ મહેતા)

Sujalam Suphalam Jal Abhiyan Antargat Loko Ne Rojagari Apai 04
Sujalam Suphalam Jal Abhiyan Antargat Loko Ne Rojagari Apai 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More