- Advertisement -

સુરત ખાતે રાષ્ટ્રીય પુસ્તક મેળાને ખુલ્લો મૂકતાં કૃષિમંત્રી

તા.૦૧ થી ૦૫ ફેબ્રુ. દરમિયાન વનિતા વિશ્રામ ખાતે સુરતીઓ પુસ્તક મેળો, બાગાયત, શિલ્પગ્રામ મેળો અને ફ્લાવર શો’ ને માણી શકશે

સુરત ખાતે વનિતાવિશ્રામ ખાતે તા. ૦૧ થી ૦૫ ફેબ્રુ. દરમિયાન આયોજિત પંચદિવસીય રાષ્ટ્રીય પુસ્તક મેળાને કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સુરત મહાનગર પાલિકા દ્વારા આયોજિત ૧૯મો સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો, ૧૭મો બાગાયત મેળો અને ફ્લાવર શો” અને ૯મો શિલ્પગ્રામ મેળાને સુરતવાસીઓ પાંચ દિવસ સુધી માણી શકશે. આ પ્રસંગે મંત્રીશ્રી આર. સી. ફળદુએ જણાવ્યું હતું કે, સારા પુસ્તકો એ જીવન જીવવાની જડીબુટ્ટી છે. જ્ઞાનસભર પુસ્તકો લખનારા લેખક વિષયને લગતું ઊંડાણભર્યું જ્ઞાન ધરાવતાં હોય છે.

Surat Khate Rastriy Pustak Mela Ne Khullo Mukata Krushimantri 04

- Advertisement -

- Advertisement -

184

Get real time updates directly on you device, subscribe now.

સુરત ખાતે પંચદિવસીય રાષ્ટ્રીય પુસ્તક મેળાને ખુલ્લો મૂકતાં કૃષિમંત્રી આર.સી.ફળદુ

તા.૦૧ થી ૦૫ ફેબ્રુ. દરમિયાન વનિતા વિશ્રામ ખાતે સુરતીઓ પુસ્તક મેળો, બાગાયત, શિલ્પગ્રામ મેળો અને ફ્લાવર શો’ ને માણી શકશે

સુરત ખાતે વનિતાવિશ્રામ ખાતે તા. ૦૧ થી ૦૫ ફેબ્રુ. દરમિયાન આયોજિત પંચદિવસીય રાષ્ટ્રીય પુસ્તક મેળાને કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સુરત મહાનગર પાલિકા દ્વારા આયોજિત ૧૯મો સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો, ૧૭મો બાગાયત મેળો અને ફ્લાવર શો” અને ૯મો શિલ્પગ્રામ મેળાને સુરતવાસીઓ પાંચ દિવસ સુધી માણી શકશે. આ પ્રસંગે મંત્રીશ્રી આર. સી. ફળદુએ જણાવ્યું હતું કે, સારા પુસ્તકો એ જીવન જીવવાની જડીબુટ્ટી છે. જ્ઞાનસભર પુસ્તકો લખનારા લેખક વિષયને લગતું ઊંડાણભર્યું જ્ઞાન ધરાવતાં હોય છે.

Surat Khate Rastriy Pustak Mela Ne Khullo Mukata Krushimantri 01
Surat Khate Rastriy Pustak Mela Ne Khullo Mukata Krushimantri 01

જીવનમાં આગળ વધવા માટે હંમેશા આપણાથી વધુ જ્ઞાની વ્યક્તિઓથી જ્ઞાન લેવું જોઈએ. પુસ્તકોના રચયિતાઓ જ્ઞાનનો ભંડાર હોય છે. જે જ્ઞાનની અલૌકિક દુનિયાની સફર કરાવે છે. મંત્રીશ્રીએ સુંદર જ્ઞાન પીરસતા પુસ્તક મેળાનું આયોજન કરવા સુરત મહાનગર પાલિકાની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ ગુજરાતી સાહિત્યકાર અને કટાર લેખક ડો.શરદ ઠાકરે જણાવ્યું કે, દાયકાઓથી પોંક, પતંગ અને ઊંધિયાના શહેર તરીકે જાણીતું સુરત છેલ્લા ૧૯ વર્ષથી થતા પુસ્તક મેળાના કારણે સાહિત્યપ્રેમીઓના શહેર તરીકે જાણીતું બન્યું છે.

Surat Khate Rastriy Pustak Mela Ne Khullo Mukata Krushimantri 02
Surat Khate Rastriy Pustak Mela Ne Khullo Mukata Krushimantri 02
Related Posts
1 of 483

જે ઓળખ સુરતને વધુ શોભે તેવી છે. આ દેશ સરસ્વતી માતાની પૂજા કરતો દેશ છે. ભારતીય લોકો તેમના પહેરવેશથી નહિ, પણ સંસ્કારોથી ઓળખાય છે. જ્યાં આજકાલની પેઢી ટીવી-ઇન્ટરનેટ તરફ જઈ રહી છે, ત્યારે આ માધ્યમોથી તેમને મનોરંજન અને માહિતી મળશે, પરંતુ જ્ઞાન નહી મળી શકે. લાખો પુસ્તકો ધરાવતા પુસ્તક મેળામાં તમને થોડા પુસ્તકો તો ગમશે જ, જેમાંથી તમને ૩ નવી વાતો જાણવા મળશે અને ૩૦ નવા શબ્દો જાણવા મળશે. જે તમારી જિંદગીનું ઘરેણું બની રહેશે. તેમણે યુવાનોને પુસ્તક પ્રેમ વિષે ઉપમા આપતા, જે તીવ્રતાથી પ્રેમી પોતાની પ્રેમિકાને વાંચતો હોય છે, જે ઉત્સુકતાથી ખગોળશાસ્ત્રી આકાશનો અભ્યાસ કરતો હોય છે, એજ ઉત્કટતા અને લગનથી પુસ્તકો વાંચવા જણાવ્યું હતું.

Surat Khate Rastriy Pustak Mela Ne Khullo Mukata Krushimantri 03
Surat Khate Rastriy Pustak Mela Ne Khullo Mukata Krushimantri 03

આ વેળાએ ડેપ્યુટી મેયર નીરવભાઈ શાહે જણાવ્યું કે, અન્ય રાજ્યના શહેરમાં યોજાતા પુસ્તક મેળા કરતાં સુરતમાં યોજાતો આ પુસ્તક મેળો સૌથી મોટો છે, જ્યાં ૧.૫ થી  ૨ લાખની સંખ્યામાં લોકો આ મેળાની મુલાકાત લેવા દર વર્ષે આવે છે. તેમણે મેળાના વિવિધ પબ્લિકેશનના સ્ટોલધારકોને પુસ્તક મેળામાં ભાગ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે મ્યુ.કમિશનર બંછાનિધિ પાની, મેયર ડો. જગદીશ પટેલ, ડે.મેયર નીરવ શાહ, ધારાસભ્યશ્રી હર્ષ સંઘવી અને અરવિંદભાઈ રાણા, સ્થાયી સમિતિ અધ્યક્ષ અનિલભાઈ ગોપલાણી, શાસક પક્ષ નેતા ગિરીજાશંકર મિશ્રા, શાસક પક્ષના દંડક દક્ષાબેન જરીવાલા સહિત મોટી સંખ્યામાં પુસ્તકરસિકો- સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Surat Khate Rastriy Pustak Mela Ne Khullo Mukata Krushimantri 04
Surat Khate Rastriy Pustak Mela Ne Khullo Mukata Krushimantri 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More