- Advertisement -

સુરતના ગવિયર તળાવમાં બે હજાર જેટલા યાયાવર પક્ષીઓ

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં લાખોની સંખ્યામાં આવતા યાયાવર પક્ષીઓ- માઇગ્રેટરી બર્ડ્સના સંરક્ષણ માટે પ્રતિબદ્ધતા વ્યકત કરી

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં યુનો દ્વારા વન્ય યાયાવર પ્રાણી-પક્ષીઓ અંગેની મહત્વપૂર્ણ પરિષદ થઇ રહી છે, ત્યારે સુરત અને દ.ગુજરાતના અનેક સ્થળો યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે. દક્ષિણ ગુજરાત વિદેશી યાયાવર પક્ષીઓનો પસંદગીનો વિસ્તાર છે. હાલ ફેબ્રુઆરી મહિનાના પ્રારંભથી જ સુરતના ગવિયર તળાવમાં લાંબી સફર ખેડીને બે હજાર જેટલા વિદેશી યાયાવર પક્ષીઓ વસી રહ્યા છે. જેને નિહાળવા સુરતી પક્ષી પ્રેમીઓ ગવિયર તળાવ પર ઉમટી રહ્યા છે.

Surat Na Gaviyar Talav Ma Be Hajar Jetla Yayavar Pakshio 03

- Advertisement -

- Advertisement -

224

Get real time updates directly on you device, subscribe now.

સુરતના ગવિયર તળાવમાં બે હજાર જેટલા યાયાવર પક્ષીઓ

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં યુનો દ્વારા વન્ય યાયાવર પ્રાણી-પક્ષીઓ અંગેની મહત્વપૂર્ણ પરિષદ થઇ રહી છે, ત્યારે સુરત અને દ.ગુજરાતના અનેક સ્થળો યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે. દક્ષિણ ગુજરાત વિદેશી યાયાવર પક્ષીઓનો પસંદગીનો વિસ્તાર છે. હાલ ફેબ્રુઆરી મહિનાના પ્રારંભથી જ સુરતના ગવિયર તળાવમાં લાંબી સફર ખેડીને બે હજાર જેટલા વિદેશી યાયાવર પક્ષીઓ વસી રહ્યા છે. જેને નિહાળવા સુરતી પક્ષી પ્રેમીઓ ગવિયર તળાવ પર ઉમટી રહ્યા છે. આ તળાવ ફરતે તાર ફેન્સીંગ કરાયું હોવાથી યાયાવર પક્ષીઓ નિર્ભય-નિશ્ચિંત બની વિહરે છે.

  • સુરતના ગવિયર તળાવમાં લાંબી સફર ખેડીને બે હજાર જેટલા વિદેશી યાયાવર પક્ષીઓ વસી રહ્યા છે
  • વિદેશી યાયાવર પક્ષીઓ માટે સુરતની તાપી નદી તેમજ ગવિયર લેક પસંદગીની જગ્યાઓ છે
  • સુરત અને દ.ગુજરાતના અનેક સ્થળો યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન
  • વર્ષ ૨૦૧૪માં સુરત અને તાપી વનવિભાગ દ્વારા સૌપ્રથમ વાર માઈગ્રેટરી સ્પીસીઝની ગણતરી કરવામાં આવી હતી
  • મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં લાખોની સંખ્યામાં આવતા યાયાવર પક્ષીઓ- માઇગ્રેટરી બર્ડ્સના સંરક્ષણ માટે પ્રતિબદ્ધતા વ્યકત કરી
  • દક્ષિણ ગુજરાતના અનેક સ્થળોએ મહેમાન બની વસેલા વિવિધ માઇગ્રેટરી સ્પીસીઝના પક્ષીઓ

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સંયુક્ત રાષ્ટ્ર સંઘ-યુનોના ઉપક્રમે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ સહયોગથી આયોજિત સ્થળાંતર કરતી પ્રજાતિઓ અંગેની આંતરરાષ્ટ્રીય ૧૩મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ – (કોપ)માં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ અને એશિયાઇ હાથી સહિત કુલ ૧૦ નવી પ્રજાતિઓનો સી.એમ.એસ.ના શિડ્યુલ વન યાદીમાં સમાવેશ કરાશે, જેથી  તેમને લુપ્ત થતા બચાવી શકાય. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં લાખોની સંખ્યામાં આવતા યાયાવર પક્ષીઓ- માઇગ્રેટરી બર્ડ્સના સંરક્ષણ માટે પ્રતિબદ્ધતા વ્યકત કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં આવતા પક્ષીઓ અમારા પરિવારના સભ્યો છે. લોકોના સહકારથી આ પક્ષીઓનું સંરક્ષણ-જતન કરીશું.

Surat Na Gaviyar Talav Ma Be Hajar Jetla Yayavar Pakshio 01
Surat Na Gaviyar Talav Ma Be Hajar Jetla Yayavar Pakshio 01

સુરતના તાપી કિનારા સહિત શહેરના અન્ય વિસ્તારમાં શિયાળાની શરૂઆત સાથે જ વિદેશી પક્ષીઓનું આગમન થઈ જાય છે. સુરતમાં આવતા આ વિદેશી પક્ષીઓ માર્ચ મહિનો શરૂ થાય એટલે સુરતમાંથી વિદાય પણ લઈ લેતા હોય છે. શિયાળો શરુ થતા જ સુરતમાં વિવિધ પ્રજાતિના યાયાવર-સ્થળાંતર કરતા પક્ષીઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે. વિદેશી પક્ષીઓ માટે તાપી નદી તેમજ ગવિયર લેક પસંદગીની જગ્યાઓ છે. સાઇબિરિયન ક્રેઈન્સ, ગ્રેટર ફ્લેમિંગો, રફ્ફ, બ્લેક વિંગ્ડ સ્ટિલ્ટ, બ્લુ થ્રોટ, બ્રાહ્મિણી, એસ્પ્રે, હેરિયરની, ઈગલ, કુટ, વિદેશી બતક, લાર્ક, વિજયન(પિયાસણ), શોવલર( ગયણો), પિનટેઈલ( સિંગપર),ગાર્ગેની (ચેતવા), કોટન ટીલ( ગિરજા), કોમન ટીલ (નાની મુરઘાબી), સ્પોટબોઈલ ડક( ટીલીયાળી બતક), કોમન પોચાર્ડ ( રાખોડી કારચીયા) જેવી અનેક પ્રજાતિના પક્ષીઓ સુરત સહિત દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવે છે. સુરતમાં કજાકિસ્તાન, ઓસ્ટ્રિયા જેવા દેશોના પક્ષીઓ પણ મહેમાન બને છે. કેટલાય પક્ષીઓ તો હજારો કિલોમીટરનો દરિયો પાર બનીને નિયત જગ્યા પર પહોંચી જાય છે.

Surat Na Gaviyar Talav Ma Be Hajar Jetla Yayavar Pakshio 02
Surat Na Gaviyar Talav Ma Be Hajar Jetla Yayavar Pakshio 02
Related Posts
1 of 528

દક્ષિણ ગુજરાતમાં પર્યાવરણીય સંરક્ષણ ક્ષેત્રમાં કામ કરતી સંસ્થા ‘સુરત નેચર ક્લબ’ના પ્રમુખ અને પર્યાવરણ પ્રેમી, પક્ષીવિદ્ એવા શ્રી સ્નેહલભાઈ પટેલ જણાવે છે કે,  મોટાભાગે ઉત્તરી યુરોપ અને ઉત્તર એશિયા, સાઇબિરિયા જેવા બર્ફીલા પ્રદેશોમાંથી પક્ષીઓ દક્ષિણ ગુજરાતમાં આવે છે. શિયાળામાં ત્યાં જળાશયો થીજી જતા હોય છે. જેથી શિયાળામાં ગુજરાતમાં ઘણાં સ્થળે અનૂકૂળ વાતાવરણ અને ખોરાક મળી રહેતો હોવાથી તેઓ અહીં આવવા આકર્ષાય છે. દક્ષિણ ગુજરાતમાં સંખ્યાબંધ ફ્રેશ વોટર રિઝર્વોયર (જળાશય) છે. ડુમસ અને હજીરા કાંઠાની પાસે ભરૂચના આલિયા બેટ જેવા ટાપુઓ પણ છે. એટલે બહારથી આવતા પક્ષીઓને તેમનો ખોરાક રિઝર્વોયર અને ટાપુઓ ઉપરથી મળી રહેતો હોઈ, પૂરતા ખોરાકના આકર્ષણને કારણે પક્ષીઓની મોટા પ્રમાણમાં હાજરી રહે છે

Surat Na Gaviyar Talav Ma Be Hajar Jetla Yayavar Pakshio 03
Surat Na Gaviyar Talav Ma Be Hajar Jetla Yayavar Pakshio 03

સ્નેહલભાઈ વધુમાં કહે છે કે, હાલમાં તાપી નદીના તટે ગ્રેટર ફ્લેમિંગો પક્ષીઓ વસવાટ કરતા જોવા મળે છે. ગ્રેટર ફ્લેમિંગોને સુરતમાં પુરતા પ્રમાણમાં ખોરાક અને યોગ્ય વાતાવરણ મળી જતાં તેઓ પોતાના મૂળ વસવાટ સ્થળે પરત જવામાં પણ મોડું કરે છે. સ્થળાંતર કરતા પક્ષીઓ ક્યારેય પણ તેમનું ગંતવ્ય સ્થાન અને રુટ ભૂલતા નથી. વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે પક્ષીઓ સૂર્યને નજર સમક્ષ રાખીને સ્થળાંતર કરવા માટેની દિશા નક્કી કરે છે. ઉડવાની ગતિ પણ જાળવી રાખે છે. પક્ષીઓ પોતાની સફર શરૂ કરતા પહેલા ખાઇ લે છે, ત્યારબાદ સફરની વચ્ચે આ પક્ષીઓ કોઇ પણ પ્રકારનો ખોરાક લેતા નથી. જયારે પક્ષીઓ પોતાની નિયત જગ્યાએ પહોંચી જાય છે, ત્યારે ફરી ખોરાકની શોધ શરૂ કરે છે.

સ્નેહલભાઈ છેલ્લા ૨૦ વર્ષથી યાયાવર પક્ષીઓની વસ્તી ગણતરી કરે છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનાના અંતિમ સપ્તાહમાં સુરત નેચર ક્લબ દ્વારા ગવિયર તળાવ પર રહેતા માઈગ્રેટરી પક્ષીઓની વસ્તી ગણતરી કરશે. તેઓ જણાવે છે કે, સ્થળાંતર કરતા પક્ષીઓની ગણતરી ‘વેટલેન્ડ વોટર ફાઉલ કાઉન્ટ’ કહેવાય છે. વર્ષ ૨૦૧૪માં સુરત અને તાપી વનવિભાગ દ્વારા ૧૬ સ્થળો પર સૌપ્રથમ વાર માઈગ્રેટરી સ્પીસીઝની ગણતરી કરવામાં આવી હતી. યાયાવર પક્ષીઓની જાણકારી મેળવી, તેઓના સંરક્ષણ-સંવર્ધન માટે તેમજ ભવિષ્યમાં તેમને વધારે અનુકૂળ વાતાવરણ આપવાના આશયથી વનવિભાગ દ્વારા તેમની વસ્તી ગણતરી કરવામાં આવે છે. આ કાર્યમાં પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ પક્ષીપ્રેમીઓ સહયોગી બને છે. ગવિયર તળાવનું પુરાણ થતું અટકાવવામાં આવે તો ભવિષ્યમાં આ તળાવ પર વિદેશી પક્ષીઓનું આગમન વધી શકે છે એમ સ્નેહલભાઈ જણાવે છે.

નોંધનીય છે કે, ગુજરાત યાયાવર-માઇગ્રેટરી બડર્ઝ માટે એક અગત્યનો પ્રદેશ છે. ગુજરાતે વર્ષોથી વ્હેલ શાર્ક, એશિયાટિક લાયન, ઘુડખર અને કાચબા જેવા જીવો તેમજ ઘોરાડ જેવા પક્ષીઓના સંરક્ષણમાં સફળતા મેળવી છે. યાયાવર પક્ષીઓના સંરક્ષણથી પર્યાવરણને જાળવવાની સાથે દ. ગુજરાતના ઇકો ટુરિઝમને પણ વેગ મળશે. (ખાસ લેખ: પરેશ ટાપણીયા)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

%d bloggers like this: