સુરેન્દ્રનગરમાં વિશ્વ હ્રદય દિવસ અને વિશ્વ વયો-વૃધ્ધ દિવસની ઉજવણી

સુરેન્દ્રનગર જિલ્લ્માં   ''વિશ્વ હ્રદય દિવસ'' અને   ''વિશ્વ વયો-વૃધ્ધ દિવસ'' ની ઉજવણી નિમિતે નિ:શૂલ્ક બિન - ચેપી રોગો  સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો

માહિતી બ્‍યૂરો, સુરેન્‍દ્રનગર : – મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન જનરલ હોસ્પિટલ, સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સમગ્ર વિશ્વમાં  દર વર્ષે  ર૯મી સપ્ટેમ્બરને  ”વિશ્વ હ્રદય દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.

Surendranagara Ma Visv Hruday Divas Ane Visv Vayovrudhdha Divasa Ni Ujavani 0
269

Get real time updates directly on you device, subscribe now.

સુરેન્દ્રનગર જિલ્લ્માં   ”વિશ્વ હ્રદય દિવસ” અને   ”વિશ્વ વયો-વૃધ્ધ દિવસ” ની ઉજવણી નિમિતે નિ:શૂલ્ક બિન – ચેપી રોગો  સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો

Related Posts
1 of 326

માહિતી બ્‍યૂરો, સુરેન્‍દ્રનગર : – મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન જનરલ હોસ્પિટલ, સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સમગ્ર વિશ્વમાં  દર વર્ષે  ર૯મી સપ્ટેમ્બરને  ”વિશ્વ હ્રદય દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં નેશનલ હેલ્થ મિશન હેઠળના નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ ઓફ કેન્સર, ડાયાબિટીસ, કાર્ડીયોવાસ્ક્યુલર ડીસીઝ એન્ડ સ્ટ્રોક અંતર્ગત જીવનશૈલી આધારિત થતાં બિન ચેપી રોગો જેવા કે, ડાયાબિટીસ, હ્રદયરોગ, લોહીનુ ઉંચુ દબાણ, મગજનો લકવા, મેદસ્વિતા, શ્વસન તંત્રના રોગો, માનસિક રોગો, મોંઢા, સ્તનના અને ગર્ભાશયનાં શંકાસ્પદ કેન્સર જેવા રોગોના નિયંત્રણ અને જોખમી પરીબળોના મુલ્યાંકન માટે જિલ્લા એન.સી.ડી.સેલ, સુરેન્દ્રનગર આયોજિત અને તાલુકાના એન.સી.ડી. કલીનીક અને આયુષ્ કલીનીકના સંયુકત ઉપક્રમે તાજેતરમાં  વઢવાણ બી – ડીવીઝન પોલીસ સ્ટેશન,  લખતર- ૪ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર, ગઢાદ કોમ્યુનિટી હોલ, સાયલા સુદામડા હાઈવે દરવાજા પાસે, પાટડી તાલુકા પંચાયત, આઈ.સી.ડી.એસ.કચેરી, સુરેન્દ્રનગર ઉમીયા માતાજી મંદીર ૮૦ ફુટ રોડ, ચુડા સામુહિક આરોગ્ય કેન્દ્ર, લીંબડી રા.રા. જનરલ હોસ્પિટલ, ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ યોગ ભવન, થાન તાલુકા હેલ્થ ઓફિસ, રાણાગઢ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિ:શૂલ્ક બિન – ચેપી રોગોની તપાસ, સંભાળ અને માર્ગદર્શન કેમ્પની સાથે જન જાગૃતિ અભિયાન, આઈ.ઈ.સી. પ્રવૃતિ યોજવામાં આવેલ. જયારે રેફરલ હોસ્પિટલ અને ચોટીલા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જન જાગૃતિ રેલી યોજવામા આવી હતી.

Surendranagara Ma Visv Hruday Divas Ane Visv Vayovrudhdha Divasa Ni Ujavani 03
Surendranagara Ma Visv Hruday Divas Ane Visv Vayovrudhdha Divasa Ni Ujavani 03
Also You like to read
1 of 138

સમગ્ર વિશ્વમાં ”૦૧લી,ઓકટોબર “વિશ્વ વયો-વૃધ્ધ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. વૃધ્ધોની આરોગ્ય સેવાઓ પ્રત્યે પુરતુ ધ્યાન અપાય તે હેતુસર સુરેન્દ્રનગર જિલ્લાના ૬૦ વર્ષ કે તેથી વધુ વયના તમામ લોકો  માટે નેશનલ હેલ્થ મિશન હેઠળના નેશનલ પ્રોગ્રામ ફોર હેલ્થ કેર ઓફ ધી એલ્ડરલી અંર્તગત બિન-ચેપી રોગો  માટે મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે ચલાવવામા આવતા ખાસ  “જીરીયાટ્રીક ક્લિનીક” માં સોમવાર થી શુકવાર સુધી સાંજે ૪.૦૦ થી ૬.૦૦ ક્લાક સુધી જયારે તાલુકાના દરેક રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતેના “જીરીયાટ્રીક ક્લિનીક” માં  દર મંગળવાર અને ગુરુવારના રોજ સવારે ૧૦:૦૦ થી ૦૧:૦૦ ક્લાક સુધી તમામ વયો-વૃધ્ધ લોકોને પ્રધાન્ય આપી તેઓને સારવાર આપવામા આવે છે.જેમાં વયો વૃધ્ધ લોકોને પ્રેમ, હુંફ અને આરોગ્ય સંભાળ, જીવનને ગૌરવરૂપ જીવવા સાથે આરોગ્ય સેવાઓ પુરી પાડવામા આવેછે. જયાં આ ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં વયોવૃધ્ધ લોકોની સાર સંભાળ માટે સુરેન્દ્રનગર ટી.બી. હોસ્પિટલ સામે કોટેશ્વર મંદીર, મુળી સામુહિક આરોગ્ય કેન્દ્ર, રાણાગઢ સામુહિક આરોગ્ય કેન્દ્ર, સાયલા રાજ સોભાગ આશ્રમ, થાન સામુહિક આરોગ્ય કેન્દ્ર, લખતર સામુહિક આરોગ્ય કેન્દ્ર, પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર, ચુડા સામુહિક આરોગ્ય કેન્દ્ર, રાજસીતાપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર, લીંબડી રા.રા. જનરલ હોસ્પિટલ, વઢવાણ રૂષિકેશ વૃધ્ધાશ્રમ, ધ્રાંગધ્રા વાઘેલા રોડ સરકારી હોસ્પિટલ ખાતે તાજેતરમાં નિ:શૂલ્ક બિન – ચેપી રોગોની તપાસ, સંભાળ અને માર્ગદર્શન કેમ્પની સાથે જન જાગૃતિ અભિયાન, આઈ.ઈ.સી. જેવી વિવિધ પ્રવૃત્તિઓ યોજાઇ હતી.

Surendranagara Ma Visv Hruday Divas Ane Visv Vayovrudhdha Divasa Ni Ujavani 01
Surendranagara Ma Visv Hruday Divas Ane Visv Vayovrudhdha Divasa Ni Ujavani 01

આ તમામ ઉજવણી કેન્દ્રો ખાતે જીવનશૈલી આધારીત થતા બિન-ચેપી રોગોના પ્રાથમિક લક્ષણોની આ નિદાન કેમ્પમાં નિષ્ણાંત મેડિકલ ઓફિસર,ડેન્ટીસ્ટ, રીસર્ચ એશોસીએટ,યોગા ઈન્સ્ટ્રકટર, કાઉન્સીલર,સ્ટાફ નર્સ,ઈન્સ્ટ્રકટર તથા મેડીકલ ટીમ ધ્વારા કુલ – ૯૦૨ લાભાર્થીઓનું સ્કીંનિંગ કરવામાં આવતાં  શંકાસ્પદ ડાયાબીટીસના – ૭૫ ,બ્લડ પ્રેસરના – ૯૮ ,ડાયાબીટીસ – બી.પીના – ૪૧, હ્રદયરોગના – ૧૪  મેદસ્વીતાના – ૫૭ ,ઓરલ કેન્સરના  – ૦૨, ક્રોનિક ઓબ્સ્ટ્રકટીવ પલ્મોનરી ડીસીઝના – ૧૧ શંકાસ્પદ બિનચેપી રોગોના કેસો નોંધાયા હતા જે તમામને વધુ નિદાન અર્થે સંબંધિત એન.સી.ડી. કલીનીક ખાતે રીફર કરવામાં આવેલ. આ ઉપરાતં ૪૯૬ લાભાર્થીઓને કેમ્પ સ્થળ ઉપર યોગ ક્રિયાઓ, વિવિધ યોગ આશનો કરાવવામાં આવેલ તેમજ તમામ શંકાસ્પદ બિનચેપી રોગોના લાભાર્થીઓને ભવિષ્યમાં રોગ કાબુમાં રાખવા તથા તેના માટેની લેવાતી થતી વિવિધ કાળજી માટે કાઉન્સેલીંગ કરવામાં આવ્યુ હતુ તેમ વધુમાં જણાવાયુ છે. (આલ/બલોલિયા)

Surendranagara Ma Visv Hruday Divas Ane Visv Vayovrudhdha Divasa Ni Ujavani 0
Surendranagara Ma Visv Hruday Divas Ane Visv Vayovrudhdha Divasa Ni Ujavani 0

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More