તાલીમાર્થીઓને નાગરિક સંરક્ષણની તાલીમ અપાઇ

કનકપર ખાતે ૨૮૯ તાલીમાર્થીઓને નાગરિક સંરક્ષણની ૫ દિવસીય તાલીમ અપાઇ

ભુજ, બુધવારઃ નાગરિક સંરક્ષણની પાયાની તાલીમમાં નાગરિક સંરક્ષણ દળની રચના, કાર્યો, ફરજો અને યુધ્ધ જેવી પરિસ્થિતિમાં નાગરિકોએ કરવાની રહેતી કામગીરી ના.સંના સંદેશાવ્યવહારના સાધનોની જાણકારી ના.સંના તાલીમ અધિકારીએ કનકપુર કોલેજ અને હાઈસ્કૂલ તથા વી.એલ.હાઈસ્કૂલ નલીયા ખાતે ગત તા.૧૩/૭/૨૦૧૯ થી ૫ દિવસીય પાયાની તાલીમ આપવામાં આવી હતી.

Talimarthio Ne Nagarik Sanraksana Ni Talima Apai 02
716

Get real time updates directly on you device, subscribe now.

કનકપર ખાતે ૨૮૯ તાલીમાર્થીઓને નાગરિક સંરક્ષણની ૫ દિવસીય તાલીમ અપાઇ

Related Posts
1 of 302

નાગરિક સંરક્ષણની તાલીમ મેળવી રાષ્ટ્રની સેવા કરવા અપીલ કરાઇ

ભુજ, બુધવાર : નાગરિક સંરક્ષણની પાયાની તાલીમમાં નાગરિક સંરક્ષણ દળની રચના, કાર્યો, ફરજો અને યુધ્ધ જેવી પરિસ્થિતિમાં નાગરિકોએ કરવાની રહેતી કામગીરી ના.સંના સંદેશાવ્યવહારના સાધનોની જાણકારી ના.સંના તાલીમ અધિકારીએ કનકપુર કોલેજ અને હાઈસ્કૂલ તથા વી.એલ.હાઈસ્કૂલ નલીયા ખાતે ગત તા.૧૩/૭/૨૦૧૯ થી ૫ દિવસીય પાયાની તાલીમ આપવામાં આવી હતી.

Talimarthio Ne Nagarik Sanraksana Ni Talima Apai 01
Talimarthio Ne Nagarik Sanraksana Ni Talima Apai 01

આપત્તિનાં સમયે રાહત અને બચાવની કામગીરીનું અદાણી પાવર બીટા ફાયર વિભાગના કમલભાઇ અને તેમની ટીમ દ્વારા ફાયર ડેમોસ્ટ્રેશનથી નિર્દેશન કરીને રાહત અને બચાવની જાણકારી અપાઇ હતી. રાજય સરકાર દ્વારા સંચાલિત અભયમ મહિલા હેલ્પલાઇન ૧૮૧ના ઈન્ચાર્જ વાહન સાથે મહિલાઓને કેવા પ્રકારની મુશ્કેલીમાં ૧૮૧ની સેવા મળી રહે છે. તે અંગે માહિતી આપવામાં આવી હતી. ૧૦૮ સેવાની અકસ્માતમાં ઈજા પામેલ વ્યકિતઓને સ્થળ પર તબીબી મદદ મળે તે પહેલા કેવા પ્રકારની પ્રાથમિક સારવાર આપીને તેઓનું જીવન બચાવી શકાય તે અંગે લેકચર અને ડેમોસ્ટ્રેશનથી વિગતે જાણકારી અપાઇ હતી.

Also You like to read
1 of 116
Talimarthio Ne Nagarik Sanraksana Ni Talima Apai 02
Talimarthio Ne Nagarik Sanraksana Ni Talima Apai 02

તા.૨૦મીએ પાયાની તાલીમમાં પાસ થયેલ ઉમેદવારોને નિયંત્રક નાગરિક સંરક્ષણ અને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રીમતી રેમ્યા મોહનના સહી થયેલ ૨૮૯ પ્રમાણપત્રનું વિતરણ કરાયું હતું. આટર્સ એન્ડ કોમર્સ કોલેજ કનકપુરમાં ૧૦૧, સરકારી હાઈસ્કૂલ કનકપુરમાં ૮૫, વી.એલ.હાઈસ્કૂલના ૧૦૩ લાભાર્થીઓ પૈકી પ્રથમ, દ્રિતિય અને તૃતિય ક્રમ મેળવનાર તાલીમાર્થીઓને કોલેજના આચાર્ય મેહુલ પટેલ, હાઈસ્કૂલના આચાર્ય, સરપંચ, કનકપુર સેવા સહકારી મંડળીના પ્રમુખ વાડીલાલભાઇ પોકાર તેમજ નલીયા ખાતે સરપંચ શ્રીમતી રેખાબા જાડેજા, નલીયા ગ્રામ પંચાયત સદસ્યો, ચીફવોર્ડન વિનોદભાઇ ઠાકર, ડેપ્યુટી ચીફવોર્ડન અરવિંદભાઇ ઠકકરની હાજરીમાં પ્રમાણપત્રનું વિતરણ કરાયું હતું.

Talimarthio Ne Nagarik Sanraksana Ni Talima Apai 03
Talimarthio Ne Nagarik Sanraksana Ni Talima Apai 03

આ તકે નાગરિક સંરક્ષણની સેવામાં જોડાઇને રાષ્ટ્રની સેવા કરવા તાલીમાર્થીઓ અને શિક્ષકગણને અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલીમ અધિકારી હરેશ ઠાકરે (પોલીસ ઈન્સ)એ જણાવ્યું હતું કે, તમામ તાલીમાર્થીઓનેદેશ, સમાજ અને ગામના રક્ષણ માટે કટિબધ્ધ બનવા હાકલ કરી હતી. (વી.એ.ભટૃ/સીદીક કેવર)

Talimarthio Ne Nagarik Sanraksana Ni Talima Apai 04
Talimarthio Ne Nagarik Sanraksana Ni Talima Apai 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More