- Advertisement -

તલોદમાં સામાજીક સુરક્ષા યોજના અંતર્ગત લાભાર્થીઓને હુકમપત્રો એનાયત

ગંગા સ્વરૂપ બહેનો માટે આજે સહાયનું અવતરણ થયું છે. મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ

સાબરકાંઠા જિલ્લા વહિવટીતંત્રના ઉપક્રમે મહેસૂલ વિભાગની સામાજીક સુરક્ષા યોજનાના ૩૦૧૧ લાભાર્થીઓને મંજૂરીના હુકમપત્રો રાજ્યના મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. તલોદ તાલુકાના હરસોલ માર્કેટ યાર્ડ ખાતે આયોજીત સમારોહમાં ઉપસ્થિત લાભાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે રાજ્યના વિકાસના મુખ્ય બે સ્તંભ છે. જેમાં એક છે ભૌતિક સુવિધા અને દ્રિતીય ક્રમે યોજનાકીય સહાય આવે છે.

Talod Ma Samajik Suraksha Yojana Antargat Labharthi O Ne Hukamapatro Enayat 02

- Advertisement -

- Advertisement -

142

Get real time updates directly on you device, subscribe now.

તલોદમાં સામાજીક સુરક્ષા યોજના અંતર્ગત ૩૦૧૧ લાભાર્થીઓને હુકમપત્રો એનાયત

ગંગા સ્વરૂપ બહેનો માટે આજે સહાયનું અવતરણ થયું છે. મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ

સાબરકાંઠા જિલ્લા વહિવટીતંત્રના ઉપક્રમે મહેસૂલ વિભાગની સામાજીક સુરક્ષા યોજનાના ૩૦૧૧ લાભાર્થીઓને મંજૂરીના હુકમપત્રો રાજ્યના મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. તલોદ તાલુકાના હરસોલ માર્કેટ યાર્ડ ખાતે આયોજીત સમારોહમાં ઉપસ્થિત લાભાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે રાજ્યના વિકાસના મુખ્ય બે સ્તંભ છે. જેમાં એક છે ભૌતિક સુવિધા અને દ્રિતીય ક્રમે યોજનાકીય સહાય આવે છે. માત્ર રોડ-રસ્તા, પાણી કે આવાસોની સહાય આપવાથી માણસનો વિકાસ થતો નથી.

પરંતુ તેની સાથે તેના આર્થિક ઉપાર્જન માટે વ્યવસાયની તક પુરી પાડવી અને સાથે તેને વિકસાવવા વિવિધ યોજનાની સહાય પુરી પાડવી. આવી જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતી મહિલાઓ જ્યારે અકાળે વિધવા બને ત્યારે રાજ્ય સરકાર તેમના પડખે રહી તેમને પગભર કરવાથી માંડીને તેમને વિધવા સહાય પુરી પાડવામાં આવી રહી છે. જયારે અસહાય વૃધ્ધાને વહારે આવીને યોજનાકીય લાભ આપવામાં આવે છે.

Talod Ma Samajik Suraksha Yojana Antargat Labharthi O Ne Hukamapatro Enayat 01
Talod Ma Samajik Suraksha Yojana Antargat Labharthi O Ne Hukamapatro Enayat 01
Related Posts
1 of 443

વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, જો વહિવટીતંત્રની સક્રિયતા હોયતો પ્રજાને વધુમાં વધુ ઝડપથી  લાભ મળી રહે છે અને સાબરકાંઠા જિલ્લાએ આજે ઉમદા પહેલ કરીને તલોદની ગંગા સ્વરૂપ બહેનો માટે સહાયરૂપી અવતરણ કરાવી છે, તો વળી વૃધ્ધ- નિરાધાર અને અપંગોના દુખમાં ભાગીદાર થવાનો સ્તુત્ય કાર્ય કર્યુ  છે. આજે આ કાર્યક્રમમાં  ૩૦૧૧થી વધુ લાભાર્થીઓને મંજુરીના હુકમપત્રો એનાયત કરતા હર્ષની લાગણીનો અનુભવ થતો હોવાનું જણાવ્યું હતું.

Talod Ma Samajik Suraksha Yojana Antargat Labharthi O Ne Hukamapatro Enayat 02
Talod Ma Samajik Suraksha Yojana Antargat Labharthi O Ne Hukamapatro Enayat 02

મંત્રી શ્રીએ રાજય સરકારની વાત કરતા જણાવ્યું  કે, અતિવૃષ્ટી અને કમોસમી વરસાદના સમયે ખેડૂતોની સાથે રહી તેમના પાકનું પુરતુ વળતર આપ્યું છે તો વળી તીડના અતિક્રમણ સામે પણ રક્ષણ રાજ્ય સરકારે પુરૂ પાડ્યુ હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું. તેમણે રાજય સરકારે પ્રજાલક્ષી ૧૪૦૦થી વધુ નિર્ણયો છેલ્લા ત્રણ વર્ષમાં લેવાયા હોવાનું પણ જણાવ્યું હતું. હુકમપત્ર એનાયત પ્રસંગે સાસંદ શ્રી દિપસિંહ રાઠોડ તથા પ્રાંતિજના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારે પ્રસંગોચિત્ત ઉદ્દબોધન કર્યુ હતું.

Talod Ma Samajik Suraksha Yojana Antargat Labharthi O Ne Hukamapatro Enayat 03
Talod Ma Samajik Suraksha Yojana Antargat Labharthi O Ne Hukamapatro Enayat 03

કાર્યક્રમમાં જિલ્લા સમાહર્તા શ્રી સી.જે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ. રાજેન્દ્ર પટેલ, પૂર્વ મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ, વી.ડી.ઝાલા સહિતના અગ્રણીઓ પ્રાંત અધિકારી શ્રીમતી સોનલબા પઢેરીયા, મામલતદાર શ્રી અગરસિંહ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં આસપાસના ગામોના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More