તાના-રીરી ગાર્ડન ખાતે વિવિધ ત્રણ વિશ્વ રેકોર્ડ સર્જાશે

બુધવારે સાંજે તાના-રીરી ગાર્ડન ખાતે વિવિધ ત્રણ વિશ્વ રેકોર્ડ સર્જાશે

કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે તાના-રીરી મહોત્સવ વડનગર ખાતે યોજવામાં આવે છે.સંગીત બેલડી તાના-રીરી બહેનોની સ્મૃતિમાં યોજાતો આ મહોત્સવ આ વર્ષે પણ યોજાવાનો છે.વડનગરની બે નાગર બહેનોની યાદમાં રાજ્ય સરકાર દ્વારા કલા અને સાંસ્કૃતિ વારસો જાળવી રાખવાનું કામ તાના-રીરી મહોત્સવ દ્વારા થઇ રહ્યું છે. તાનસેનને દીપક રાગનું ગાન કર્યું જેનાથી તેના શરીરમાં અગનજવાળાઓ ઉઠી અને મેઘ મલ્હાર રાગ ગાઇ તાના-રીરી બહેનોએ શાંત કરી હતી.આ બાબતની જાણ થતાં અકબર બાદશાહે બે બહેનોને દીલ્હી દરબારમાં બોલાવ્યા પરંતુ બે બહેનો ત્યાં ન જતા વડનગર ખાતે જાતે અગ્નિસ્નાન કર્યું હતું.બે બહેનોની યાદમાં રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે તાના-રીરી મહોત્સવ ઉજવાઇ રહ્યો છે.

Tana Riri Garden Khate Vividha Tarana Vishwa Record Sarjan 03
264

Get real time updates directly on you device, subscribe now.

  • મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં બુધવારે સાંજે ૦૭-૦૦ કલાકે તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ અપાશે
  • બુધવારે સાંજે તાના-રીરી ગાર્ડન ખાતે વિવિધ ત્રણ વિશ્વ રેકોર્ડ સર્જાશે
  • ૦૬ નવેમ્બરે વડનગર ખાતે ગ્રીનીસ રેકોર્ડ લિમ્કા બુક ઓફ રેકોર્ડ અને વલ્ડ રેકોર્ડ બુક ઓફ ઇન્ડિયા-
  • સાંજે ૦૪ થી ૦૫ એક કલાકમાં ૧૦૦ તબલા વાદકો દ્વારા ૪૮ અલગ અલગ ઠાઠ વગાડી
  • સાંજે ૦૫ થી ૦૫-૩૦ સમય દરમિયાન ૩૦ મિનીટમાં ૧૦૮ વાંસણી વાદકો અલગ અલગ ૨૮  રાગ ધુન વૈષ્ણવજન અને રાષ્ટ્રગીત વગાડી
Related Posts
1 of 367
Tana Riri Garden Khate Vividha Tarana Vishwa Record Sarjan 01
Tana Riri Garden Khate Vividha Tarana Vishwa Record Sarjan 01

રાત્રે ૦૮ વાગ્યે એક મીનીટમાં કલાગુરૂશ્રી શીતલબેન બારોટ ૦૯ અલગ અલગ ચહેરાના ભાવો નવ રસ પ્રમાણે રજુ કરી વિશ્વ રેકોર્ડ કરશે. વર્ષે ૨૦૧૯નો તાના-રીરી એવોર્ડ સંયુક્ત રીતે સુશ્રી અશ્વિની ભીડે દેશપાંડે અને સુશ્રી પિયુ સરખેલને ફાળે- રૂ.૦૨.૫૦ લાખ અને તામ્રપત્ર-શાલ ઓઢાડી સન્માન કરાશે. વડનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ઉત્ક્રાંતિ અને વિકાસ ઉપર એ.એસ.આઇ દ્વારા તૈયાર થયેલ પ્રદર્શનની મુલાકાત કરશે ૦૭ નવેમ્બર ગુરૂવારે નાયબ મુખ્યમંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં સમાપન સમરોહ યોજાશે.

Tana Riri Garden Khate Vividha Tarana Vishwa Record Sarjan 04
Tana Riri Garden Khate Vividha Tarana Vishwa Record Sarjan 04
Also You like to read
1 of 178

આ મહોત્સવમાં ૦૬ નવેમ્બરના રોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે તાના-રીરી એવોર્ડ સુશ્રી અશ્વિની ભીડે દેશપાંડે અને સુશ્રી પિયુ સરખેલને આપવામાં આવનાર છે.આ દિવસે મુખ્યમંત્રીશ્રી વડનગર ખાતે ઉત્ક્રાંતિ અને વિકાસ ઉપર એ.એસ.આઇ દ્વ્રારા તૈયાર થયેલ પ્રદર્શનની મુલાકાત કરશે. આ ઉપરાંત અતિથિ ખંડમાં એવોર્ડી કલાકારો સાથે પરીચય કરનાર છે. પ્રથમ દિવસે એવોર્ડી કલાકારો શાસ્ત્રીય ગાયન રજુ કરનાર છે. આ ઉપરાંત સુશ્રી અનુરાધા પૌડવાલ દ્વારા ગાયન અને ડો.ધ્વીન વચ્છરાજાની,સુશ્રી ગાર્ગી વોરા અને સુશ્રી ભક્તિ જોષી દ્વારા શાસ્ત્રીય ગાયન રજુ થનાર છે. ૦૬ નવેમ્બરે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે  અને રમતગમત યુવા અને સાંસ્કૃતિ પ્રવૃતિઓના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહેનાર છે.

આ ઉપરાંત પ્રથમ  દિવસે વિવિધ વિશ્વ રેકોર્ડ પણ થવાના છે જે અંગેના કાર્યક્રમો ૦૬ નવેમ્બરે સાંજે ૦૪ કલાકથી યોજાવાનો છે. ૦૬ નવેમ્બરે તાના-રીરી સંગીત સમારોહના પ્રથમ દિવસે વડનગર તાના-રીરી ગાર્ડન ખાતે સાંજે ૦૪ થી ૦૫ એક કલાકમાં ૧૦૦ તબલા વાદકો ૪૮ અલગ અલગ ઠાઠ (તબલાના રાગ)વગાડી ગ્રીનીસ રેકોર્ડ લિમ્કા બુક ઓફ રેકોર્ડ અને વલ્ડ રેકોર્ડ બુક ઓફ ઇન્ડિયા કરનાર છે. આ ઉપરાંત  સાંજે ૦૫ થી ૦૫-૩૦ સમય દરમિયાન ૩૦ મિનીટમાં ૧૦૮ વાંસણી વાદકો અલગ અલગ ૨૮ રાગ ધુન વૈષ્ણવજન અને રાષ્ટ્રગીત વગાડી ગ્રીનીસ રેકોર્ડ લિમ્કા બુક ઓફ રેકોર્ડ અને વલ્ડ રેકોર્ડ બુક ઓફ ઇન્ડિયા કરનાર છે.

Tana Riri Garden Khate Vividha Tarana Vishwa Record Sarjan 02
Tana Riri Garden Khate Vividha Tarana Vishwa Record Sarjan 02

આ ઉપરાંત રાત્રે ૦૮ વાગ્યે એક મીનીટમાં કલાગૂરૂ શ્રી શીતલબેન બારોટ દ્વારા ૦૯ અલગ અલગ ચહેરાના ભાવો નવ રસ પ્રમાણે રજુ કરી ગ્રીનીસ રેકોર્ડ લિમ્કા બુક ઓફ રેકોર્ડ અને વલ્ડ રેકોર્ડ બુક ઓફ ઇન્ડિયા કરનાર છે.૦૭ નવેમ્બરે નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલની ઉપસ્થિતિમાં તાના-રીરી સંગીત સમારોહ યોજાશે જેમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે  અને રમતગમત યુવા અને સાંસ્કૃતિ પ્રવૃતિઓના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહેનાર છે.  આ દિવસે તબલા-તબલા સંસ્થાનની દિકરીઓ દ્વારા  અને જુગલબંધી સિતાર સપ્તક સંસ્થાની દિકરીઓ દ્વારા રજુ થનાર છે. આ ઉપરાંત પંડિત રોનુ મજુમદાર એન્ડ ગ્રુપ દ્વારા ફલ્યુટ,તબલા,પખાવજ -જુગલબંધી ,પંડિત વિશ્વજીત રોય ચૌધરી દ્વારા સરોદવાદન અને શ્રી રાહુલ શિવકુમાર શર્મા દ્વારા સંતુરવાદન રજુ થનાર છે.

તાના-રીરી મહોત્સવ દર વર્ષે કારતક સુદ નોમના દિવસે ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૧૦થી તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ આપવાની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આપવાની શરૂઆત કરાઇ હતી. આ એવોર્ડમાં રૂ. ૦૫ લાખની રાશી (સંયુક્ત રીતે રૂ ૦૨.૫૦ રૂપિયા), તામ્રપત્ર અને શાલ એનાયત કરવામાં આવે છે. પ્રથમ વર્ષે ૨૦૧૦-૨૦૧૧ માં સંયુકત રીતે સંગીત બેલડી લતા અને ઉષા મંગેશ્કરને, બીજા વર્ષે  ૨૦૧૧-૨૦૧૨માં પદ્મભૂષણશ્રી ગિરીજાદેવીને, ૨૦૧૨-૨૦૧૩માં કિશોરી અમોનકર, ૨૦૧૩-૨૦૧૪માં સુશ્રી બેગમ પરવીન સુલતાના, ૨૦૧૪-૨૦૧૫માં સુશ્રી સ્વર યોગીની ડો,પ્રભા અત્રે, ૨૦૧૫ – ૨૦૧૬ માં શ્રીમતી વિદુષી મંજુબહેન મહેતા અમદાવાદ અને ડો શ્રીમતી લલીત  જે રાવ મહેતા બેંગ્લોરને અર્પણ કરાયો હતો.

Tana Riri Garden Khate Vividha Tarana Vishwa Record Sarjan 03
Tana Riri Garden Khate Vividha Tarana Vishwa Record Sarjan 03

૨૦૧૬-૨૦૧૭નો એવોર્ડ પદ્મશ્રી આશા ભોંસલને અર્પણ કરાયો હતો. ૨૦૧૭-૨૦૧૮નો સંયુક્ત રીતે પદ્મભૂષણ ડો.શ્રીમતી એન.રાજમ અને સુશ્રી વિદુષી રૂપાંદે શાહને અર્પીત કરાયો હતો આ વર્ષે બુધવારે આ એવોર્ડ ૨૦૧૮-૨૦૧૯નો સંયુક્ત રીતે સુશ્રી અશ્વિની ભીડે દેશપાંડે અને સુશ્રી પિયુ સરખેલને આપવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગના અગ્ર સચિવ સી.વી સોમ,ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટ અને જિલ્લા કલેકટર એચ.કે.પટેલે જાહેર નિમંત્રણ પાઠવેલ છે.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More