તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ અપાયા

મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં તાના-રીરી મહોત્સવનો પ્રારંભ

સંગીત બેલડી તાના-રીરીની યાદમાં ઉજવાતા મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડનગરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાનું કામ તાના-રીરી મહોત્સવ થકી થઇ રહયું છે.રાજ્ય સરકાર દ્વારા સંગીતક્ષેત્રમાં શાસ્ત્રીય સંગીતને પ્રાધાન્ય અપાઇ રહ્યું છે.સંગીત વિરાસતને વધુ મજબૂત કરવા માટે સરકાર આ પ્રકારના સાંસ્કૃતિક મહોત્સવ થકી કટિબધ્ધ બની છે.

Tana Riri Sangita Sanmana Evorda Apaya 05
292

Get real time updates directly on you device, subscribe now.

તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ અપાયા

સંગીત બેલડી તાના-રીરીની યાદમાં ઉજવાતા મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડનગરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાનું કામ તાના-રીરી મહોત્સવ થકી થઇ રહયું છે.રાજ્ય સરકાર દ્વારા સંગીતક્ષેત્રમાં શાસ્ત્રીય સંગીતને પ્રાધાન્ય અપાઇ રહ્યું છે.સંગીત વિરાસતને વધુ મજબૂત કરવા માટે સરકાર આ પ્રકારના સાંસ્કૃતિક મહોત્સવ થકી કટિબધ્ધ બની છે.

 • મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં તાના-રીરી મહોત્સવનો પ્રારંભ
 • તાના-રીરી એવોર્ડ સંયુક્ત રીતે સુશ્રી અશ્વિની ભીડે દેશપાંડે અને સુશ્રી પિયુ સરખેલને અપાયો  મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂ.૦૨.૫૦ લાખ અને તામ્રપત્ર-શાલ ઓઢાડી સન્માન કરાયું

 

Related Posts
1 of 367

વડનગર ખાતે  વિવિધ ત્રણ વિશ્વ રેકોર્ડ રચાયા

 • ગ્રીનીસ રેકોર્ડ લિમ્કા બુક ઓફ રેકોર્ડ અને વલ્ડ રેકોર્ડ બુક ઓફ ઇન્ડિયા-
 • 30 મિનીટમાં 150 તબલા વાદકો દ્વારા 28  અલગ અલગ તાલ વગાડી વિશ્વ રેકોર્ડની રચના કરી
 • 108 વાંસળી વાદકોએ રાગ ખમાજ પર  ધુન વૈષ્ણવજન અને રાષ્ટ્રગીત વગાડી વિશ્વ રેકોર્ડની રચ્યો
 • એક મીનીટમાં કલાગુરૂશ્રી શીતલબેન બારોટે ૦૯ અલગ અલગ ચહેરાના ભાવો નવ રસ પ્રમાણે રજુ કરી વિશ્વ રેકોર્ડની રચના કરી

વડનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ઉત્ક્રાંતિ અને વિકાસ ઉપર એ.એસ.આઇ દ્વારા તૈયાર થયેલ પ્રદર્શનની મુલાકાત કરી | મુખ્યમંત્રીશ્રીએ હાટકેશ્વર મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરી | પદ્મશ્રી અનુંરાધ પૌડાવાલ દ્વારા શાસ્ત્રીય ગાયન સહિત ગુજરાતી ગીતો સાથે સંગીત રસિકોને મંત્ર મુગ્ધ કર્યા

 

મુખ્યમંત્રીશ્રી

 • રાજ્ય સરકારે સંગીતક્ષેત્ર, સાહિત્ય અને કલા વારસાને પ્રાધાન્ય આપ્યું છે
 • સંગીત વારસો વધુ ઉજ્જવળ બને તે માટે સરકારશ્રી દ્વારા તાના-રીરી મહોત્સવ ઉજવાઇ રહ્યો
 • સંગીતની સાધના એટલે ઇશ્વરની સાધના
 • સંગીત નવી પેઢીમાં કાયમ ગૂંજતુ રહે તે માટે સરકારની કટિબધ્ધતા રહી છે
 • ગુજરાતની પ્રગતિ સાથે સાહિત્ય,સંગીત,રમત ગમત અને કલાક્ષેત્રેનો અગ્રીમ વિકાસ થયો છે

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ કે વડનગરની કન્યાઓએ સંગીતની સાધનાને આત્મસાત કરી હતી. તાન-સેનના દેહમાં ઉપડેલ દાહને મલ્હાર રાગ ગાઇ શાંત્વના આપી હતી. આવી સંગીત બેલડી તાના-રીરી બહેનોની યાદીમાં સરકાર દ્વારા તાના-રીરી મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે સરકાર દ્વારા કલા,સાહિત્ય,સંગીત વારસા સાથે રમત ગમત ક્ષેત્રને વધુ મહત્વ આપી રહી છે.તેમણે ઉમેર્યુ હતું કે  સંગીત ભારતીય સંસ્કૃતિની ધરોહર છે અને સંગીતની સાધના એટલે ઇશ્વરની સાધના.ભાવી પેઢીમાં સંગીત કાયમ માટે ગુંજતુ રહે તેવા સરકારશ્રી દ્વારા તાના-રીરી  જેવા અનેક વિધ સાંસ્કૃતિક મહોત્સવ થકી પ્રયાયો થઇ રહ્યા છે.

Also You like to read
1 of 179
Tana Riri Sangita Sanmana Evorda Apaya 01
Tana Riri Sangita Sanmana Evorda Apaya 01

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતની પ્રગતિ સાથે સંગીત,કલા,સાહિત્ય અને સાંસ્કૃતિક વારસનો વિકાસ થાય તેની સતત સરકાર દ્વારા ચિંતા થઇ રહી છે.રાજ્યનો કલાકાર વિશ્વમાં નામના મેળવે તે માટે કલામહાકુંભ જેવા કાર્યક્રમોનું આયોજન કરાઇ રહ્યું છે. કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે તાના-રીરી મહોત્સવ વડનગર ખાતે યોજવામાં આવ્યો હતો.મહોત્સવના પ્રથમ દિવસે વિવિધ ત્રણ વિશ્વ રેકોર્ડ સર્જાયા હતા.મુખ્યમંત્રીશ્રીએ વિશ્વ રેકોર્ડ કરનાર સંસ્થાઓના પ્રતિનિધિઓને પ્રમાણપત્ર-મેડલ આપી સન્માનીત કર્યા હતા.આ ઉપરાંત એવોર્ડી કલાકારો સહિત આજના દિવસે પરફોર્મ્સ કરનાર કલાકોરનું સ્વાગત સન્માન કરાયું હતું.

Tana Riri Sangita Sanmana Evorda Apaya 02
Tana Riri Sangita Sanmana Evorda Apaya 02

મુખ્યમંત્રીશ્રીના હસ્તે એવોર્ડી કલાકારો સુશ્રી અશ્વિની ભીડે દેશપાંડે અને સુશ્રી પિયુ સરખેલને તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ અપાયો હતો. એવોર્ડી કલાકારોને મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂ.૦૨.૫૦ લાખ અને તામ્રપત્ર-શાલ ઓઢાડી સન્માન કર્યું હતું, પદ્મશ્રી અને સંગીતકાર અનુંરાધા પૌંડવાલનું સ્વાગત  સન્માન કરાયું હતું.સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજભાઇ ભટ્ટને મેડલ એનાયત કરાયો હતો. તાના-રીરી મહોત્સવના પ્રથમ દિવસે સાંજે તબલા તાલીમ સંસ્થાના ૧૫૦ કલાકારો દ્વારા ૩૦ મિનીટમાં ૨૮ તાલ રજૂ કરાયા હતા.જેમાં પ્રારંભિકથી લઇ પ્રવિણ સુધીના તાલોનો મૂખપાઠ તથા વાદન કરાયું હતું ૦૬ થી ૬૦ વર્ષ સુધીના કલાકારો સહિત ૦૮  દિવ્યાંગ વિધાર્થીઓએ જોડાયા હતા.

Tana Riri Sangita Sanmana Evorda Apaya 03
Tana Riri Sangita Sanmana Evorda Apaya 03

આ ઉપરાંત ૧૦૮ વાંસળી વાદકો દ્વારા મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જ્યંતિ નિમિત્તે ગાંધીજીને અંજલી સ્વરૂપે વૈષ્ણવજનતો તેને  રે કહીએ. રાગ ખમાજ પર વિશ્વ રેકોર્ડ કર્યો હતો. આ ઉપરાંત રાષ્ટ્રગાન જનગણ મન વગાડી પાંચ મિનીટમાં વિશ્વ રેકોર્ડની રચના કરી હતી. આ ઉપરાંત કલાગુરૂ શ્રી શીતલબેન બારોટ દ્વારા નવરસની પ્રસ્તુતી ભારત નાટ્યના નૃત્ય શૈલીમાં રજુ કરાઇ હતી. એક મીનીટમાં શ્રુંગાર રસ,હાસ્ય રસ,કરૂણ રસ,રૌદ્ર રસ,વિર રસ,બીભત્સ રસ,ભયાનક રસ,અદભૂત રસ અને અંતમાં શાંત રસ દ્વારા પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રી વડનગર ખાતે ઉત્ક્રાંતિ અને વિકાસ ઉપર એ.એસ.આઇ દ્વ્રારા તૈયાર થયેલ પ્રદર્શનની મુલાકાત કરી હતી. આ ઉપરાંત વડનગર હાટકેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી.

Tana Riri Sangita Sanmana Evorda Apaya 04
Tana Riri Sangita Sanmana Evorda Apaya 04

તાના-રીરી મહોત્સવના પ્રથમ દિવસે  પદ્મશ્રી અનુંરાધા પૌડવાલ દ્વારા શાસ્ત્રીય સંગીત સાથે ગુજરાતી ગીત રજુ કરી લોકને મંત્ર મુગ્ધ કર્યા.એવોર્ડી પરફોમ્ન્સ સુશ્રી અશ્વિની ભીંડે દેશપાંડે અને પિયુ સરખેલ દ્વારા શાસ્ત્રીય ગાયન રજૂ કરાયું હતું. ડો.ધ્વીન વચ્છરાજાની,સુશ્રી ગાર્ગી વોરા અને સુશ્રી ભક્તિ જોષી દ્વારા શાસ્ત્રીય ગાયન કરાયું હતું. કાર્યક્રમમાં સહકાર મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ,જિલ્લા પ્રભારી મંત્રીશ્રી વિભાવરીબેન દવે, સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજભાઇ ભટ્ટ, અગ્રણી સોમાભાઇ મોદી, સંસદ સભ્ય શારદાબેન પટેલ, રાજ્યસભા સંસદ સભ્ય જુગલજી લોખંડવાલા, ધારાસભ્ય સર્વેશ્રી ઋષિકેશભાઇ પટેલ, રમણભાઇ પટેલ, ડો.આશાબેન પટેલ, અમજલજી ઠાકોર રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગના અગ્ર સચિવ સી.વી સોમ, જિલ્લા કલેકટર એચ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, જિલ્લા પોલીસ અધિક્ષકનિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ,પ્રાન્ત અધિકારી દિપ્તીબેન પ્રજાપતિ, નગરપાલિકા અને તાલુકા પંચાયત વડનગરના અધિકારીઓ પદાધિકારીઓ,.સંગીત રસિકો અને પ્રબુધ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Tana Riri Sangita Sanmana Evorda Apaya 05
Tana Riri Sangita Sanmana Evorda Apaya 05

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More