- Advertisement -

ટેકસટાઈલ્સ એન્ડ પ્લાસ્ટીક ઈન્વેસ્ટર્સ કોન્કલેવ 2018

- Advertisement -

- Advertisement -

120

Get real time updates directly on you device, subscribe now.

  • પેટ્રોકેમિકલ્સ, ટેકસટાઈલ અને પ્લાસ્ટીક સેકટરના ત્રિવણી સંગમ થકી પૂર્વીય ભારતમાં ઉદ્યોગોનો સૂર્યોદય થશે : કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી
  • ઉદ્યોગકારોને ઓડિશામાં ટેકસટાઈલ અને પ્લાસ્ટીક સેકટરમાં રહેલી વિકાસની વિશાળ તકોને
  •  ઝડપી લેવાનો અનુરોધ કરતા ધર્મેન્દ્ર પ્રધાન
  • ગુજરાત એ ભારતના આર્થિક વિકાસનું ગ્રોથ એન્જીન બન્યું છેઃ ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા

સૂરતના આંગણે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાનના અધ્યક્ષસ્થાને ‘‘ટેકસટાઈલ્સ એન્ડ પ્લાસ્ટીક ઈન્વેસ્ટર્સ કોન્કલેવ’’ યોજાઈ

Technologies and Plastic Investors Connection 2018 08

ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય હેઠળની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. અને ઓપલના સંયુકત ઉપક્રમે આજરોજ સૂરતના આંગણે આયોજીત ટેકસટાઈલ્સ એન્ડ પ્લાસ્ટીક ઈન્વેસ્ટર્સ કોન્કલેવને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાનના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ વેળાએ રાજયના ગૃહમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ મંત્રીશ્રીના હસ્તે રોકાણકારો અને ટેકસટાઈલ્સ એન્ડ પ્લાસ્ટીક ઉદ્યોગની સ્થાપિત કંપનીઓ તેમના ઉત્પાદનો અને નિપૂણતા દર્શાવી શકે તે માટેના પ્રદર્શનને પણ ખુલ્લુ મૂકાયું હતું.

Technologies and Plastic Investors Connection 2018 07

દેશમાંના રાજયો-રાજયો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ નિર્માણ થાય તેમજ પશ્વિમ ભારતની માફક પૂર્વ રાજયોનો પણ સમતુલિત વિકાસ થાય તે માટે કેન્દ્ર સરકાર અવિરત પ્રયાસો કરી રહી છે તેની વિગતો આપતા પેટ્રોલિયમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પૂર્વ ભારતના રાજયોમાં ટેકસટાઈલ અને પ્લાસ્ટીક ઉદ્યોગના વિકાસની અપાર સંભાવના રહેલી છે. ઓડિસા રાજયમાં પેટ્રોકેમિકલ્સ સેકટરની ઉભરતી તકો અને પારદ્રીપમાં પ્લાસ્ટીક પાર્ક તથા ભદ્રકમાં ટેકસટાઈલ પાર્કમાં રોકાણ કરવા ઉપસ્થિત ઉદ્યોગકારોને આહ્વવાન કરી ખૂટતી તમામ સુવિધાઓ પુરી પાડવાની ખાત્રી આપી હતી.

Technologies and Plastic Investors Connection 2018 06

તેમણે કહ્યું હતું કે, વિશ્વમાં પ્લાસ્ટિકસનો વપરાશ માથાદીઠ ૩૨ કિલો જયારે ભારતમાં ૧૦ કિલો છે. જેની સામે પૂર્વના રાજયોમાં ૫ થી ૬ કિલો છે. જેથી અહીના ઉદ્યોગકારો આ ક્ષેત્રમાં  વિકાસની વિપુલ તકોને પારખી રોકાણ માટે આગળ આવે તેવો અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ કહ્યું કે, ઓડિશામાં વિજળી, પાણી, રો-મટીરીયલ્સ, બજાર અને સ્થાનિક કુશળ કારીગરો આસાનીથી ઉપલબ્ધ હોવાથી ઉદ્યોગકારોને ઝડપી વિકાસની સુવર્ણતકો પુરી પાડશે. સાથે પોર્ટસ, રેલ્વે કનેક્ટિવીટી અને માર્ગ નેટવર્ક  સહિત જરૂરી ઈન્ફ્રાસ્ટ્રકચર પણ ઉપલબ્ધ હોવાનું તેમણે કહ્યું હતું.

Related Posts
1 of 451

Technologies and Plastic Investors Connection 2018 05

મંત્રીશ્રીએ કહ્યું કે, દ્રારકામાં ભગવાન કૃષ્ણ અને ઓડિસામાં જગન્નાથરૂપે બિરાજમાન છે ત્યારે પૂર્વ ભારત અને પશ્વિમ ભારતને જોડતી આ ધાર્મિક સામ્યતાથી બન્ને રાજયો વચ્ચે આત્મીયતાનો અતુટ નાતો બંધાયેલો છે. જેને ઉદ્યોગના માધ્યમથી વધુ ગાઢ બનાવવાનો અવસર છે. સૂરતમાં લાખો ઓરિસ્સાવાસીઓ રોજગાર અર્થે ટેકસટાઈલ અને ડાઈગમીલોમાં કાર્ય કરી રહ્યા છે. જેમનો સુરત ટેકસટાઈલના વિકાસમાં સિંહફાળો રહેલો છે.

Technologies and Plastic Investors Connection 2018 04

મંત્રીશ્રીએ કહ્યું કે, ચાઈનામાંથી તબક્કાવાર ટેકસટાઈલ સેકટર બાગ્લાદેશ, ફિલિપાઈન્સ, વિયેટનામ, કંબોડીયા જેવા દેશોમાં સ્થળાતરિત થઈ રહી છે. જેનો લાભ આપણા ઉદ્યોગકારો ઝડપીને પૂર્વના રાજયોમાં ટેકસટાઈલક્ષેત્રનો વિકાસ થાય તે જરૂરી છે. વિશ્વનું અર્થતંત્ર એમ.એસ.એમ.ઈ. પર ચાલે છે. ત્યારે એમ્પોઈન્સ નહી પણ એમ્યોયમેન્ટ બનાવાની દિશામાં સહિયારો પ્રયાસો કરવાની હિમાયત તેમણે કરી હતી.

Technologies and Plastic Investors Connection 2018 03

નોંધનીય છે કે, ઓડિશાના પારાદીપમાં ઈન્ડિલ ઓઈલે રૂા.૩૫,૦૦૦ કરોડના ખર્ચે વાર્ષિક ૧૫ મિલિયન ટનની રીફાઈનરી શરૂ કરી છે. જયાં પ્લાસ્ટીક ઉદ્યોગને સહાયરૂ થવા ઈન્ડિયન ઓઈના પારદીપ રિફાઈનરીના પરીસરમાં ૭૦૦ કેટીએ(વાર્ષિક કિલોટન)ની ક્ષમતાનું એક નવુ પોલી પ્રોપીલીન યુનીટ તૈયાર થઈ રહ્યું છે.  નીકળતી પ્રોડકટ ટેકટાઈલ અને ટાઉન સારે કલ્ચર બનાવવા માટે રાજય સરકાર સાથે જોડાઈને યોજના બનાવી છે.

Technologies and Plastic Investors Connection 2018 02

આ વેળાએ ગૃહરાજયમંત્રીશ્રી પ્રદિંપસિહ જાડેજાએ જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વાયબ્રન્ટ સમિટ દ્વારા દેશ-વિદેશના રોકાણકારોને આમંત્રિત કર્યા હતા. જેના પરિણામરૂપે ગુજરાતએ ભારતના આર્થિક વિકાસનું ગ્રોથ એન્જીન બન્યું છે.  પશ્વિમ અને પૂર્વ ભારતની ભૂમિના સંગમથી આર્થિક વિકાસની ઉજળી તકોનું નિર્માણ થાય તે દિશામાં કોન્કલેવ યોજાઈ રહી છે તે સરાહનીય બાબત છે. પૂર્વોતર રાજયોનો વિકાસ થશે તો જ ભારતનો વિકાસ થશે અને આપણે વિશ્વ સમક્ષ હરિફાઈ કરી શકીશું. પૂર્વોતર ભારતનો વિકાસ દેશને વિકાસની નવી ઉચાઈઓ પર લઈ જશે તેમ જણાવી ઉદ્યોગો માટે જરૂરી રેલ, રોડ, ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રકચર ધરાવતા ઓડિસાના પારાદીપમાં રહેલી વિશાળ તકોને ઝડપી લેવા ગુજરાતના રોકાણકારોને ખાસ અનુરોધ કર્યો હતો.

Technologies and Plastic Investors Connection 2018 01

આ પ્રસંગે ઈન્ડિયન ઓઈલના સી.એમ.ડી.શ્રી સંજીવસિંઘ, જોઈન્ટ સેક્રેટરી(રીફાઈનર)શ્રી સંદિપ પુંડરીક, ઓ.એન.જી.સી.ના એમ.ડી.શ્રી અવિનાશ જોશી, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી અપર્ણા શર્મા, ડેલોઈટના દેબાશીષ મિશ્રા, સાંસદશ્રી સી.આર.પાટીલ તથા મોટી સંખ્યામાં ભારતભરના રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More