થેલેસેમિયાગ્રસ્ત બાળકોનો સહારો ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી થેલેસેમિયાગ્રસ્ત બાળકોનો સહારો બની છે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતશ્રીએ જણાવ્યું કે, આખા દેશમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી માનવતાની સેવાનું કાર્ય કરી રહી છે. પરિવર્તનશીલ સંસારમાં જેને જન્મ લીધો છે તેનું મૃત્યુ નિશ્વિત છે. પણ ધન્ય છે એ લોકો જે જન્મ અને મૃત્યુની વચ્ચેનો સમય પરોપકાર, સેવા અને લોક કલ્યાણમાં પસાર કરે છે, આવા લોકો આવનારી પેઢી માટે પ્રેરણાનું કારણ બને છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પણ આ માધ્યમ થકી તાલુકા અને જિલ્લા સ્તર પર સેવાનું કાર્ય કરી રહી છે. અમદાવાદમાં આજે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આયોજીત ગુજરાત રેડક્રોસ સોસાયટી બ્રાન્ચની રાજ્યકક્ષાની કોન્ફરસમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત મુખ્ય વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

Thalassemia Grasta Balako No Saharo Indian Red Cross Society 02
273

Get real time updates directly on you device, subscribe now.

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી થેલેસેમિયાગ્રસ્ત બાળકોનો સહારો બની છે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

Related Posts
1 of 323

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતશ્રીએ જણાવ્યું કે, આખા દેશમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી માનવતાની સેવાનું કાર્ય કરી રહી છે. પરિવર્તનશીલ સંસારમાં જેને જન્મ લીધો છે તેનું મૃત્યુ નિશ્વિત છે. પણ ધન્ય છે એ લોકો જે જન્મ અને મૃત્યુની વચ્ચેનો સમય પરોપકાર, સેવા અને લોક કલ્યાણમાં પસાર કરે છે, આવા લોકો આવનારી પેઢી માટે પ્રેરણાનું કારણ બને છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પણ આ માધ્યમ થકી તાલુકા અને જિલ્લા સ્તર પર સેવાનું કાર્ય કરી રહી છે. અમદાવાદમાં આજે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આયોજીત ગુજરાત રેડક્રોસ સોસાયટી બ્રાન્ચની રાજ્યકક્ષાની કોન્ફરસમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત મુખ્ય વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

Thalassemia Grasta Balako No Saharo Indian Red Cross Society 01
Thalassemia Grasta Balako No Saharo Indian Red Cross Society 01

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત :-

  • સેવાનું કામ કરનાર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી આવનારી પેઢી માટે પ્રેરણારૂપ.
  • ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા કરાયેલી બ્લડ બેંકોની સ્થાપના માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ
  • અમદાવાદમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની રાજ્યક્ક્ષાની કોન્ફરન્સ યોજાઇ

રાજ્યપાલશ્રી જણાવ્યું કે, ગુજરાત રેડક્રોસ શાખા દ્વારા પ્રશંસનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે. એકપણ એવું ક્ષેત્ર નથી, જ્યાં રેડક્રોસ સોસાયટીએ પોતાની સેવાનો પરિચય ન આપ્યો હોય. થેલેસેમિયા એક ગંભીર બિમારી છે, જેમાં બાળકને જન્મતાની સાથે જ તેની સામે લડવું પડતું હોય છે. આવા સમયે આ બાળકો માટે કોઇ સહારો હોતું નથી. ત્યારે રેડક્રોસ સોસાયટી આ બાળકોનો સહારો બની છે, ત્યારે આ માનવતાનું મોટું કાર્ય રેડક્રોસ સોસાયટી દ્વારા કરવામાં આવી રહ્યું છે.

Also You like to read
1 of 136
Thalassemia Grasta Balako No Saharo Indian Red Cross Society 02
Thalassemia Grasta Balako No Saharo Indian Red Cross Society 02

રાજ્યપાલશ્રી વધુમાં જણાવ્યુ કે, રક્ત એક જીવન છે. રક્તદાન આપનાર દરેક વ્યક્તિ એવું વિચારે છે, તેનું લોહી બીજા વ્યક્તિ માટે એક જીવન બની શકે છે. ત્યારે રેડક્રોસ સોસાયટી દ્વારા મોટી સંખ્યામાં બ્લડ બેંકોની સ્થાપના કરવામાં આવી છે, જે માનવતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, રેડક્રોસ સાસાયટીની પ્રયોગશાળામાં સ્વાસ્થ્ય માટે જે શાનદાર સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે, તે અદભુત છે. ગરીબ જનતાને વ્યાજબી કિંમતે સ્વાસ્થ્ય લગતી સુવિધાઓ આપવામાં આવી રહી છે તે પ્રશંસાને પાત્ર છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યુ કે, લોકોની ભલાઇના વિચારના ઉદ્દેશથી રેડક્રોસ સોસાયટી દેશ અને વિશ્વમાં આગળ વધી રહી છે.

Thalassemia Grasta Balako No Saharo Indian Red Cross Society 03
Thalassemia Grasta Balako No Saharo Indian Red Cross Society 03

નેશનલ હેડ ક્વાર્ટરના જનરલ સેક્રટરીશ્રી આર.કે.જૈને જણાવ્યું કે, રેડક્રોસ સોસાયટીની નેશનલ ટીમ દરેક સ્ટેટની બ્રાન્ચ ટીમ સાથે મળીને કામ કરી રહી છે. પણ આનંદની વાત એ છે કે દરેક પ્રોગ્રામમાં ગુજરાત સ્ટેટ બ્રાન્ચની ટીમ સૌથી આગળ છે. આ ઉપરાંત રેડક્રોસ સોસાયટી દ્વારા દરેક જિલ્લા અને તાલુકા સ્તર પર વોલન્ટિયર્સનું એક વિશાળ નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આ કોન્ફરન્સમાં તમામ બાબતો પર ચિંતન બાદ અમે એવા પ્રોજેક્ટની પણ પસંદગી કરીશું, કે જેના પર વિશ્વ ફલક પર રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરી શકાય. આ પ્રસંગે ગુજરાત રેડક્રોસ સાસાયટીના અધ્યક્ષશ્રી ભાવેશ આચાર્ય, ગુજરાત રેડક્રોસ સાસાયટીના પદાધીકારીઓ તેમજ રેડક્રોસ સોસાયટીનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.

Thalassemia Grasta Balako No Saharo Indian Red Cross Society 04
Thalassemia Grasta Balako No Saharo Indian Red Cross Society 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More