ધી ગવન્મેંટ ઓફિસર્સ ચેરિટેબલ ક્લબ દ્વારા ચીલ્ડ્રન હોમના બાળકોને ફટાકડા અને મિઠાઈ વિતરણ કરાઇ

કલેક્ટરશ્રી આનંદ પટેલના લાગણીશીલ વિચારથી ધી ગવન્મેંટ ઓફિસર્સ ચેરિટેબલ ક્લબ દ્વારા ચીલ્ડ્રન હોમના બાળકોને ફટાકડા કિટ અને મિઠાઈ વિતરણ કરાઇ

દિવાળીના તહેવારો શરૂ થયા છે અને જીલ્લાના અબાલ વૃધ્ધો સહિત નાગરિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે પાટણ જીલ્લાના લોક સેવાને વરેલા એવા જીલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શન થકી જીલ્લામાં વર્ગ-૧ અને ૨ ના અધિકારીશ્રીઓએ ભેગા મળી તા.૦૧/૦૧/૨૦૧૮ ના રોજ  ધી ગવન્મેંટ ઓફિસર્સ ચેરિટેબલ એન્ડ રીક્રીએશન ક્લબની સ્થાપના કરવામાં આવી છે અને તેના હેતુઓને સાર્થક કરતા સામાજીક કલ્યાણના હકારાત્મક અભિગમ અને લાગણીશીલ વિચાર અને માર્ગદર્શન થકી ધી ગવન્મેંટ ઓફિસર્સ ચેરિટેબલ એન્ડ રીક્રીએશન ક્લબ દ્વારા ચીલ્ડ્રન હોમના બાળકોને ફટાકડા કિટ વિતરણ કરવામાં આવી હતી.

The Government Charitable Club Distributes Firecrackers And Sweets To Children's Homes 01
242

Get real time updates directly on you device, subscribe now.

The Government Charitable Club Distributes Firecrackers And Sweets To Children’s Homes 01

દિવાળીના તહેવારો શરૂ થયા છે અને જીલ્લાના અબાલ વૃધ્ધો સહિત નાગરિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે પાટણ જીલ્લાના લોક સેવાને વરેલા એવા જીલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શન થકી જીલ્લામાં વર્ગ-૧ અને ૨ ના અધિકારીશ્રીઓએ ભેગા મળી તા.૦૧/૦૧/૨૦૧૮ ના રોજ  ધી ગવન્મેંટ ઓફિસર્સ ચેરિટેબલ એન્ડ રીક્રીએશન ક્લબની સ્થાપના કરવામાં આવી છે અને તેના હેતુઓને સાર્થક કરતા સામાજીક કલ્યાણના હકારાત્મક અભિગમ અને લાગણીશીલ વિચાર અને માર્ગદર્શન થકી ધી ગવન્મેંટ ઓફિસર્સ ચેરિટેબલ એન્ડ રીક્રીએશન ક્લબ દ્વારા ચીલ્ડ્રન હોમના બાળકોને ફટાકડા કિટ વિતરણ કરવામાં આવી હતી.

Related Posts
1 of 367
The Government Charitable Club Distributes Firecrackers And Sweets To Children's Homes 02
The Government Charitable Club Distributes Firecrackers And Sweets To Children’s Homes 02
Also You like to read
1 of 178

જાળેશ્વર પાલડી ખાતે આવેલ ચીલ્ડ્રન હોમમાં કલેક્ટરશ્રી આનંદ પટેલ, ક્લબના ચેરમેનશ્રી અને અધિક નિવાસી કલેકટરશ્રી બી.જી.પ્રજાપતિના વરદ હસ્તે ચીલ્ડ્રન હોમના બાળકોને ફટાકડા કિટ તથા મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી. જેમાં બાળ સુરક્ષા ચેરમેનશ્રી મધુબેન સેનમા, સભ્યશ્રી લવજીભાઇ મકવાણા સહિત કલબના અધિકારીશ્રીઓ શૈલેષભાઇ પટેલ, મુકેશભાઇ ગલવાડિયા, ધર્મેશભાઇ પટેલ, એ.વાય.મંડોરી, ડૉ.વિઠ્ઠલભાઈ પટેલ, ચિલ્ડ્રન હોમના અધિક્ષકશ્રી તુષારભાઇ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

The Government Charitable Club Distributes Firecrackers And Sweets To Children's Homes 03
The Government Charitable Club Distributes Firecrackers And Sweets To Children’s Homes 03

અમેરીકાના દાતાશ્રી વિનોદીનીબેન અમીન દ્વારા આપવામાં આવેલા અનુદાન દ્વારા ચિલ્ડ્રન હોમના બાળકોને મીઠાઇ, કપડાં અને ઘડિયાળ જેવી ચીજવસ્તુઓ દાન સ્વરૂપે મળી હતી ત્યારે બાળકોની ખાસ પસંદ ફટાકડાની કમી પૂર્ણ થતાં ચેરમેનશ્રી મધુબેને કલેકટરશ્રી તેમજ કલબના સભ્યશ્રીઓનો આભાર વ્યકત કર્યો હતો. આ તબકકે બાળકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. કલેકટરશ્રીના સમાજસેવી અભિગમને હકારાત્મક આવકાર મળ્યો હતો અને સમાજને એક પ્રેરણા પુરી પાડનાર ઉદાહરણ મળી રહ્યુ છે. (માહિતી બ્યુરો, પાટણ.)

The Government Charitable Club Distributes Firecrackers And Sweets To Children's Homes 04
The Government Charitable Club Distributes Firecrackers And Sweets To Children’s Homes 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More