ટોબેકો કંન્ટ્રોલ સેલનો વર્કશોપ રાજપીપલામા યોજાયો

રાજપીપલામાં ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે “ટોબેકો કંન્ટ્રોલ સેલ”નો વર્કશોપ યોજાયો

રાજપીપલા, સોમવાર : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. વિપુલ ગામીત, પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એમ.નિનામા, સિવીલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તા, ફેઇથ ફાઉન્ડેશનનાં પ્રમુખશ્રી અંનતભાઇ કિશ્વયન, ઇનરેકા સંસ્થાનાશ્રી વિનોદભાઇ કૌશિક સહિત પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ વગેરેના અધિકારીઓ / કર્મચારીઓની ઉપસ્થતિમાં આજે ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંન્ટ્રોલ સેલ, આરોગ્ય શાખા, પંચાયત-નર્મદા અને ફેઇથ ફાઉન્ડેશન વડોદરાના સંયુક્ત ઉપક્રમે રાજપીપલામાં ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે “ટોબેકો કંન્ટ્રોલ સેલ”નાં વર્કશોપને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.

Tobacco Control Cell Workshop Rajpipla Ma Yojayo 02
674

Get real time updates directly on you device, subscribe now.

ટોબેકો કંન્ટ્રોલ સેલનો વર્કશોપ રાજપીપલામા યોજાયો

Related Posts
1 of 297

રાજપીપલા, સોમવાર : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. વિપુલ ગામીત, પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એમ.નિનામા, સિવીલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તા, ફેઇથ ફાઉન્ડેશનનાં પ્રમુખશ્રી અંનતભાઇ કિશ્વયન, ઇનરેકા સંસ્થાનાશ્રી વિનોદભાઇ કૌશિક સહિત પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ વગેરેના અધિકારીઓ / કર્મચારીઓની ઉપસ્થતિમાં આજે ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંન્ટ્રોલ સેલ, આરોગ્ય શાખા, પંચાયત-નર્મદા અને ફેઇથ ફાઉન્ડેશન વડોદરાના સંયુક્ત ઉપક્રમે રાજપીપલામાં ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે “ટોબેકો કંન્ટ્રોલ સેલ”નાં વર્કશોપને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.

  • વ્યક્તિને આર્થિક રીતે બરબાદ કરતાં વ્યસનનાં રોગને જડમૂળથી નાશ કરવાની  મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી.પટેલનો અનુરોધ
  • રાજપીપલામાં ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે “ટોબેકો કંન્ટ્રોલ સેલ”નો વર્કશોપ યોજાયો
Tobacco Control Cell Workshop Rajpipla Ma Yojayo 01
Tobacco Control Cell Workshop Rajpipla Ma Yojayo 01
Also You like to read
1 of 111

આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી.પટેલે તેમનાં પ્રાંસગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, વ્યસન એક રોગ છે, જેનો જડમૂળથી નાશ કરવો જોઇએ. તેમજ વ્યસન એ વ્યક્તિને આર્થિક રીતે તો બરબાદ કરે છે તેની સાથે શારિરીક રીતે પણ વ્યક્તિનો નાશ કરે છે. તેની સાથોસાથ ફેઇથ ફાઉન્ડશન સંસ્થાને વ્યસન મુક્તિનું  કામ કરવા બદલ બિરદાવી હતી.

ફેઇથ ફાઉન્ડેશન સંસ્થાનાં પ્રમુખશ્રી અંનતભાઇ કિશ્વયને જણાવ્યું હતું કે, ભારતમાં તમાકુ નિંયત્રણનો કાયદો તેમજ ધી સીગરેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ-૨૦૦૩ની વિગતવાર માહિતી તેમણેં પૂરી પાડી હતી, તેની સાથોસાથ (COTPA) ની કલમ અને અધિનિયમની જોગવાઇઓ કલમ-૪ થી કલમ-૭ સુધીની વિસ્તૃત સમજ સાથે ફેઇથ ફાઉન્ડેશન સંસ્થાનાં કરેલી કામગીરીની રૂપરેખા રજૂ કરી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, તમાકુ કોઇને છોડતો નથી, પરોક્ષ ધુમ્રપાન પણ મોતને નોતરે છે. ફેઇથ ફાઉન્ડેશન સંસ્થા તો આ દિશામાં કામ કરે જ છે, તેની સાથોસાથ સૌ વ્યક્તિઓએ લોકોમાં જાગૃત્તિ આવે તે માટે પ્રયત્ન કરવા પડશે.

Tobacco Control Cell Workshop Rajpipla Ma Yojayo 02
Tobacco Control Cell Workshop Rajpipla Ma Yojayo 02

આ પ્રસંગે ફેઇથ ફાઉન્ડેશન સંસ્થાનાએ મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી.પટેલને  ટોબેકો કંન્ટ્રોલ પોગ્રામ અંતર્ગત શિલ્ડ પણ એનાયત કર્યો હતો. આ પ્રસંગે ઇનરેકા સંસ્થાનાશ્રી વિનોદભાઇ કૌશિક, જિલ્લા એપેડેમીક મેડીકલ ઓફીસરશ્રી આર.એસ.કશ્યપ દ્વારા પાથમિક માહિતી પણ આપવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત અધિકારીશ્રીઓ/કર્મચારીઓએ પ્રશ્નોતરી કરવામાં આવી હતી અને ફેઇથ ફાઉન્ડેશન સંસ્થાનાં પ્રમુખશ્રી અંનતભાઇ કિશ્વયને તેની માહિતીથી વાકેફ કર્યાં હતાં. અંતમાં જિલ્લાના ઇ.એમ.ઓએ આભારદર્શન કર્યું હતું.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More