ટોટલ ટુરિઝમ સેન્ટર તરીકે કેવડીયાનો વિકાસ

નર્મદા બંધનું બાંધકામ પૂરું થઈ ગયું છે એટલે 138 મીટર સુધી પાણી ભરવા માટે NCA ની કોઈ મંજૂરીની જરૂર નથી પરંતુ તકેદારી સાથે પાણી ભરવામાં આવશે. મુખ્યમંત્રીશ્રીએ દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમુદાયને પાઠવી પતેતીની અગ્રીમ શુભકામનાઓ

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કેવડીયામાં વિશ્વની સહુથી ઊંચી સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. અપરંપાર પ્રાકૃતિક સુંદરતા છે, કલા અને સંસ્કૃતિનો વારસો છે.આ તમામનો સમન્વય કરીને કેવડીયાનો ટોટલ ટુરિઝમ સેન્ટર તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે.પ્રવાસીઓ આવે,બે ત્રણ દિવસ રોકાય,વિવિધ પ્રવૃત્તિઓનો આનંદ માણે, અને સ્થાનિક લોકોને રોજગારી મળે ,આ તમામ પાસાઓનો સમન્વય કરીને વિકાસનું જે આયોજન કરવામાં આવ્યું છે,એના અમલીકરણના તમામ પાસાઓની સમીક્ષા કરવાની સાથે કામની પ્રગતિનું નિરીક્ષણ કરવું છે.

Vijayabhai Rupani
595

Get real time updates directly on you device, subscribe now.

કેવડીયાનો વિકાસ ટોટલ ટુરિઝમ સેન્ટર તરીકે કરવામાં આવી રહ્યો છે: મુખ્યમંત્રીશ્રી

Related Posts
1 of 297

નર્મદા બંધનું બાંધકામ પૂરું થઈ ગયું છે એટલે 138 મીટર સુધી પાણી ભરવા માટે NCA ની કોઈ મંજૂરીની જરૂર નથી પરંતુ તકેદારી સાથે પાણી ભરવામાં આવશે. મુખ્યમંત્રીશ્રીએ દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમુદાયને પાઠવી પતેતીની અગ્રીમ શુભકામનાઓ

આજે સાંજે કેવડિયા પહોંચેલા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના સમસ્ત પારસી સમુદાયને પતેતી ના મુબારક પર્વની અગ્રીમ શુભકામનાઓ પાઠવી છે.એમને જણાવ્યું કે આ અતિ અલ્પ લઘુમતી સમુદાય દૂધમાં સાકર ની જેમ ગુજરાત ના સમાજ જીવનમાં ઓતપ્રોત થઇ ગયો છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કેવડીયામાં વિશ્વની સહુથી ઊંચી સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. અપરંપાર પ્રાકૃતિક સુંદરતા છે, કલા અને સંસ્કૃતિનો વારસો છે.આ તમામનો સમન્વય કરીને કેવડીયાનો ટોટલ ટુરિઝમ સેન્ટર તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે.પ્રવાસીઓ આવે,બે ત્રણ દિવસ રોકાય,વિવિધ પ્રવૃત્તિઓનો આનંદ માણે, અને સ્થાનિક લોકોને રોજગારી મળે ,આ તમામ પાસાઓનો સમન્વય કરીને વિકાસનું જે આયોજન કરવામાં આવ્યું છે,એના અમલીકરણના તમામ પાસાઓની સમીક્ષા કરવાની સાથે કામની પ્રગતિનું નિરીક્ષણ કરવું છે.

Also You like to read
1 of 111
Vijayabhai Rupani
Vijayabhai Rupani

તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં પ્રધાનમંત્રીશ્રી કેવડિયા પધારવાના છે.આગામી દિવસો આ સ્થળ માટે ખૂબ મહત્વના બનવાના છે.અહીં રાજદૂતોની, IAS/IPS અધિકારીઓની બેઠક મળવાની છે. આ તમામ ઘટના ક્રમોને ધ્યાનમાં રાખીને પ્લાનીંગના અમલીકરણની સમીક્ષા કરાશે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે નર્મદા બંધનું કામ પૂરું થઈ ગયું છે એટલે 138 મીટરની ઊંચાઈ સુધી પાણી ભરવામાં NCAની સંમતિની જરૂર નથી. ટેકનીકલ અભિપ્રાય સાથે તકેદારી રાખીને 138 મીટરની ઊંચાઈ સુધી પાણી ભરવાની નેમ છે.

તેમણે જણાવ્યું કે નર્મદા બંધમાં 132 મીટર ઊંચાઈ સુધી પાણી ભરાયું છે. સમગ્ર રાજ્યમાં પ્રભુના પ્રસાદ જેવો ઘણો સારો વરસાદ થયો છે. કુદરતની આ મહેર ગુજરાત માટે ખૂબ લાભદાયક બનશે.

કેવડિયા ખાતે સરદાર સરોવર નર્મદા નિગમના એમડી શ્રી રાજીવકુમાર ગુપ્તા અને જિલ્લા જિલ્લા કલેકટરશ્રી આઈ. કે.પટેલે મુખ્યમંત્રીશ્રી ને આવકાર્યા હતા.સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ શ્રી.કે.કૈલાશનાથન તેમની સાથે આવ્યા હતા. નિગમના જોઈન્ટ એમડી શ્રી સંદીપ કુમાર,ડીડીઓ ડો.જીંસી વિલિયમ અને ડીએસપી શ્રી હિમકર સિંહ ઉપસ્થિતિ રહ્યા હતા. (સી.એમ.-પીઆરઓ)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More