ઉત્તર ગુજરાત વીજ કંપની લી. દ્વારા એપ્રેન્ટિસ લાઇનમેનોને નિમણુંકપત્રો એનાયત

ઉત્તર ગુજરાત વીજ કંપની લી. દ્વારા પાલનપુર ખાતે ૧૮૭ એપ્રેન્ટિસ લાઇનમેનોને નિમણુંકપત્રો એનાયત કરાયા

ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી પાલનપુર દ્વારા શ્રી કાનુભાઇ મહેતા સાંસ્કૃતિક ભવન ખાતે એપ્રેન્ટિસ એક્ટ-૧૯૬૧ તેમજ મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત તા. ૨૪ જૂનથી ૨૭ જૂન-૨૦૧૯ દરમ્યાન યોજાયેલ ભરતી મેળામાં પસંદગી પામેલ ૧૮૭ એપ્રેન્ટિસ લાઇનમેનોને નિમણુંકપત્રો એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

Uttar Gujarat Vij Company L Dwara Apprentice Lain Mano Ne Nimnuk Patro Anayat 02
243

Get real time updates directly on you device, subscribe now.

ઉત્તર ગુજરાત વીજ કંપની લી. દ્વારા એપ્રેન્ટિસ લાઇનમેનોને નિમણુંકપત્રો એનાયત

Related Posts
1 of 302

ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી પાલનપુર દ્વારા શ્રી કાનુભાઇ મહેતા સાંસ્કૃતિક ભવન ખાતે એપ્રેન્ટિસ એક્ટ-૧૯૬૧ તેમજ મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત તા. ૨૪ જૂનથી ૨૭ જૂન-૨૦૧૯ દરમ્યાન યોજાયેલ ભરતી મેળામાં પસંદગી પામેલ ૧૮૭ એપ્રેન્ટિસ લાઇનમેનોને નિમણુંકપત્રો એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

  • ઉત્તર ગુજરાત વીજ કંપની લી. દ્વારા પાલનપુર ખાતે ૧૮૭ એપ્રેન્ટિસ લાઇનમેનોને નિમણુંકપત્રો એનાયત કરાયા
  • સેવા સાથે રોજગારી એ યુજીવીસીએલનું સરાહનીય કાર્ય છે-કલેકટરશ્રી સંદીપ સાગલે
Uttar Gujarat Vij Company L Dwara Apprentice Lain Mano Ne Nimnuk Patro Anayat 03
Uttar Gujarat Vij Company L Dwara Apprentice Lain Mano Ne Nimnuk Patro Anayat 03

આ પ્રસંગે કલેકટરશ્રી સંદીપ સાગલેએ નવી નિમણુંક પામનાર એપ્રેન્ટિસ લાઇનમેનોને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે ઉત્તર ગુજરાત વીજ કંપની વીજ ક્ષેત્રે ખુબ સરસ કામ કરે છે. સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ગ્રાહકોને સંતોષ આપવો તે પણ આપણું કાર્ય છે. તેમણે કહ્યું કે સેવા સાથે યુવાનોને રોજગારીની તક પુરી પાડવી એ યુજીવીસીએલનું સરાહનીય કાર્ય છે. તેમણે નિમણુંક પામનાર યુવાનોને પોતાની જવાબદારી નિભાવવા સાથે જીવનમાં આગળ વધવા જણાવ્યું હતું. કલેકટરશ્રીએ કહ્યું કે જીવનમાં સફળ થવા માટે ચોક્કસ ગોલ, પ્‍લાનીંગ દ્વારા સફળતા જરૂર મેળવી શકાય છે. સેવાકીય ભાવના સાથે કામગીરી કરતાં આ વિભાગના કર્મચારીઓને કલેકટરશ્રીએ અભિનંદન પાઠવ્યાં હતાં.

Also You like to read
1 of 117
Uttar Gujarat Vij Company L Dwara Apprentice Lain Mano Ne Nimnuk Patro Anayat 04
Uttar Gujarat Vij Company L Dwara Apprentice Lain Mano Ne Nimnuk Patro Anayat 04

યુ.જી.વી.સી.એલ.મહેસાણાના મેનેજીંગ ડિરેકટરશ્રી મહેશસિંઘે મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત પસંદગી પામનાર ઉમેદવારોને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે આજથી આ વિભાગમાં જોડાઇ વીજક્ષેત્રે સારી સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ. સેવાની સાથે સાથે જીવનમાં સલામતિ તથા સાવચેતી રાખવા તેમણે જણાવ્યું હતું. એમ.ડી. શ્રીએ એપ્રેન્ટિસ તરીકે નિમણુંક મેળવનાર ઉમેદવારોને ઉજ્જવળ ભવિષ્‍યની શુભેચ્છા પાઠવી હતી.

Uttar Gujarat Vij Company L Dwara Apprentice Lain Mano Ne Nimnuk Patro Anayat 01
Uttar Gujarat Vij Company L Dwara Apprentice Lain Mano Ne Nimnuk Patro Anayat 01

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.એ.શાહ અને મુખ્ય ઇજનેરશ્રી એલ.એ.ગઢવીએ પ્રાસંગીક પ્રવચનમાં નિમણુંક પામનાર યુવાનોને જીવનમાં આગળ વધવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં યુ.જી.વી.સી.એલ.ના વિશેષ મહાપ્રબંધક (મા.સં) શ્રી એ.સી.પ્રજાપતિ, ડીસા આઇ.ટી.આઇ.ના પ્રિન્સીપાલ શ્રીમતી એચ.વી.શાહ અને પાલનપુરના શ્રી એચ.વી.દોમડીયા, ઉધોગ જનરલ મેનેજરશ્રી પી.પી.તડવી, જિલ્લા રોજગાર અધિકારીશ્રી એચ.એચ.ગઢવી સહિત અધિકારીઓ, અગ્રણીઓ અને સારી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતાં. (માહિતી બ્યુરો, પાલનપુર)

Uttar Gujarat Vij Company L Dwara Apprentice Lain Mano Ne Nimnuk Patro Anayat 02
Uttar Gujarat Vij Company L Dwara Apprentice Lain Mano Ne Nimnuk Patro Anayat 02

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More