- Advertisement -

વડોદરા જિલ્લામાં ૨૦૧૯માં થયેલી કામગીરીની એક ઝલક

વડોદરા જિલ્લામાં પાણી પુરવઠા વ્યવસ્થા : ૨૦૧૯માં થયેલી કામગીરીની એક ઝલક

સન ૨૦૧૯માં વડોદરા જિલ્લામાં કલેકટરશ્રી ના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ દ્વારા પાણી પુરવઠાની વ્યવસ્થાને મજબૂત કરવા વાસ્મો અને પાણી પુરવઠા બોર્ડ સાથે સંકલન થી નવા આયોજનો અને અમલીકરણની નક્કર કામગીરી કરવામાં આવી.. જેની એક ઝલક અત્રે પ્રસ્તુત છે :

Vadodara Jilla Ma 2019ma Thayeli Kamagirini Eka Jhalaka 02

- Advertisement -

- Advertisement -

102

Get real time updates directly on you device, subscribe now.

Vadodara Jilla Ma 2019ma Thayeli Kamagirini Eka Jhalaka 01
Vadodara Jilla Ma 2019ma Thayeli Kamagirini Eka Jhalaka 01
Related Posts
1 of 439
  • જિલ્લા કલેકટરશ્રી એ ભૂગર્ભ જળમાં ઘટાડો થતો અટકાવવા સપાટી પરના જળ સ્ત્રોતો આધારિત પાણી પુરવઠા વ્યવસ્થાઓ સાકાર કરવાનું આયોજન કર્યું છે. જેના પગલે રાજ્ય સરકારના પીઠબળ થી નર્મદા અને મહીસાગર જેવી નદીઓ આધારિત મોટી પાણી પુરવઠા યોજનાઓ અમલીકરણ હેઠળ છે.
  • તેની સાથે જિલ્લામાં પ્રત્યેક ઘરમાં નળ થી પાણી આપવાના ધ્યેય સાથે નલ સે જલ ના પ્રધાનમંત્રી ના સંકલ્પને સાકાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને જિલ્લા ૧૦૦ ટકા સિદ્ધિની સમીપ પહોંચ્યો છે.
  • વિગત વર્ષમાં પ્રગતિ હેઠળની ૬૭પૈકી ૩૭ પાણી પુરવઠા યોજનાઓના કામો પૂરા કરવામાં આવ્યા છે અને ૨૮ યોજનાઓના કામો પ્રગતિ હેઠળ છે જે માર્ચ ૨૦૨૦ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.
Vadodara Jilla Ma 2019ma Thayeli Kamagirini Eka Jhalaka 02
Vadodara Jilla Ma 2019ma Thayeli Kamagirini Eka Jhalaka 02
Also You like to read
1 of 200
  • વડોદરાને ૧૦૦ટકા ઘરોમાં નળ જોડાણ ધરાવતો જિલ્લો બનાવવા નલ સે જલ કાર્યક્રમ હેઠળ કાર્ય યોજના એટલે કે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. ઉપરોક્ત સિદ્ધિ મેળવવા જિલ્લાના ૧૫૨ ગામોમાં ૧૪૧૦૭ ઘરોમાં નળ જોડાણ આપવાના થાય છે.
  • આ પૈકી નર્મદા વસાહત વાળા ૩૮ ગામોમાં ૨૪૨૭ નળ જોડાણો આપવાની જવાબદારી ગુજરાત પાણી પુરવઠા બોર્ડને સોંપવામાં આવી છે.
  • અન્ય ૧૧૪ગામો/યોજનાઓ હેઠળ ૧૧૬૮૦ ઘરોમાં નળ જોડાણ વાસ્મો દ્વારા આપવાના છે.
Vadodara Jilla Ma 2019ma Thayeli Kamagirini Eka Jhalaka 03
Vadodara Jilla Ma 2019ma Thayeli Kamagirini Eka Jhalaka 03
  • આ કામગીરી માટે જરૂરી રૂ.૧૮.૭૯કરોડની રકમ મેળવવા વાસ્મો એ તેની વડી કચેરીને દરખાસ્ત મોકલી આપી છે.
  • નલ સે જલ કાર્યક્રમની કામગીરી ઝડપથી થાય એ માટે અભિયાનના રૂપમાં કરવામાં આવી રહી છે. નિવિદા પ્રક્રિયા તત્કાળ હાથ ધરવા ચક્રો ગતિમાન કરાયા છે.
  • પાણી સમિતિઓ સુચારુ રૂપે કામ કરી શકે એ માટે એમના બેંક ખાતા ખુલવા જરૂરી છે જે માટે લીડ બેંક મેનેજર સાથે સંકલન સાધવામાં આવ્યું છે.

પીવાનું સ્વચ્છ પાણી આરોગ્ય જાળવણીની ખાત્રી આપે છે. આ અગત્યતાને અનુલક્ષીને વિગત વર્ષમાં પાણી પુરવઠા વ્યવસ્થા ના સુદ્રઢીકરણ ની બહુઆયામી કામગીરી કરવામાં આવી છે.તેના અનુસંધાને જિલ્લાને રાષ્ટ્રીય કક્ષાનો સ્કોચ એવોર્ડ મળ્યો છે. (મિશ્રા)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More