વડોદરા જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

વડોદરા જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

વડોદરા જિલ્લાના સેવાસેતુ કાર્યક્રમોમાં ૧૧,૧૬૦ લોકઅરજીઓના સફળ નિરાકરણ દ્વારા જિલ્લાને રાજયમાં મોખરે રાખવા બદલ જિલ્લા કલેકટરે કર્મયોગીઓને પાઠવ્યા અભિનંદન | વડોદરા જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી.

Vadodara Jilla Sankalan Samiti Ni Bethak Yojana 04
279

Get real time updates directly on you device, subscribe now.

Vadodara Jilla Sankalan Samiti Ni Bethak Yojana 01
Vadodara Jilla Sankalan Samiti Ni Bethak Yojana 01
Related Posts
1 of 359

જિલ્લા પંચાયત પ્રમુખ ઇલાબા ચૌહાણે વરસાદી કાંસ સાફ કરવા અને ખેતીમાં થયેલ નુકસાનનો સર્વે કરાવવા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અવરજવર કરવામાં સરળતા રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા રજૂઆત કરી હતી. કલેકટર શ્રીમતી અગ્રવાલે વિવિધ કચેરીઓમાં રહેલા પેન્ડીંગ પ્રશ્નોના નિકાલ માટે જરૂરી કાર્યવાહી તાત્કાલિક હાથ ધરી ઘટતું કરવા અને સરકારી લેણાની વસૂલાતની કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી. કલેકટરશ્રીએ સેવા સેતુ કાર્યક્રમમાં મળેલી અરજીઓ અને તેના નિકાલ માટેની સમીક્ષા કરી હતી.

Also You like to read
1 of 171
Vadodara Jilla Sankalan Samiti Ni Bethak Yojana 02
Vadodara Jilla Sankalan Samiti Ni Bethak Yojana 02

સેવાસેતુના પ્રથમ દસ દિવસોમાં ૧૧,૧૬૦ અરજીઓનો નિકાલ લાવી પ્રજાજનોને પારદર્શી, ઝડપી અને સુલભ સરળ વહીવટ તાદ્રશ્ય કરાવી વડોદરા જિલ્લાને રાજયમાં મોખરે રાખવા બદલ કલેકટર શ્રીમતી અગ્રવાલે અધિકારી-કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. સેવાસેતુના પાંચમા તબક્કા દરમિયાન સેવાસેતુ કાર્યક્રમ બાકી છે તેવા સ્થળો પર આગામી સમયમાં યોજાનાર સેવા સેતુ કાર્યક્રમોમાં રેશનકાર્ડ, જાતિનું પ્રમાણપત્ર, કુંવરબાઇનું મામેરું, સ્કોલરશીપ, દિવ્યાંગ પ્રમાણપત્ર, કસ્તુરબા સહાય, મા વાત્સલ્ય-મા અમૃત્તમ કાર્ડ, વિધવા અને વૃધ્ધ નિરાધાર પેન્શન  સહાય, ઘરેલું નવા વીજજોડાણ, પશુઓની સારવાર અને રસીકરણ માટેની કામગીરી, કિસાન ક્રેડિટ કાર્ડ, લર્નિંગ ડ્રાઇવીંગ લાયસન્સ, બસ અને સિનિયર સીટીઝન પાસ, ૭-૧૨ અને ૮-અ ઉતારા તેમજ મુખ્યમંત્રી એપ્રેન્ટિનશીપ યોજના સહિતની કામગીરીઓમાં વધુ સગવડતા આપી નાગરિકોને સ્થાનિક સ્તરે સુવિધા પૂરી પાડવા આયોજન કરવા ભારપૂર્વક જણાવ્યું હતુ. તેમણે પ્રાંત અધિકારીશ્રીઓને આ કામગીરીમાં સકારાત્મક બની વધુ સક્રિય થવા અંગે પણ સૂચના આપી હતી.

Vadodara Jilla Sankalan Samiti Ni Bethak Yojana 03
Vadodara Jilla Sankalan Samiti Ni Bethak Yojana 03

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી કિરણ ઝવેરી, શ્રી સરોજકુમારી, જિલ્લા પુરવઠા અધિકારી શ્રીમતી બ્રહ્મભટ્ટ, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ સહિતના અધિકારી-કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટર શ્રી ડી.આર. પટેલે કર્યુ હતુ. (દિવ્યા)

Vadodara Jilla Sankalan Samiti Ni Bethak Yojana 04
Vadodara Jilla Sankalan Samiti Ni Bethak Yojana 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More