વડોદરામાં આરોગ્ય એ જ પરમ સુખ પુસ્તકનું વિમોચન

વડોદરામાં ‘‘આરોગ્ય એ જ પરમ સુખ’’ પુસ્તકનું વિમોચન કંપવાત અને લકવાના કેમ્પનો કરાવ્યો શુભારંભ

રાજયમંત્રી શ્રી યોગેશભાઈ પટેલે વૈદ્ય સલિલભાઈ આચાર્ય લિખિત પુસ્તક ‘‘આરોગ્ય એ જ પરમ સુખ’’નું વિમોચન અને કંપવાત અને લકવાના કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે, આયુર્વેદ એ આપણી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે પરંતુ આયુર્વેદ સારંવારમાં  ધીરજ અને વિશ્વાસ રાખી સારવાર કરાવનારને રોગની જડમૂળથી નાબૂદીનો લાભ મળે છે. હવે વિદેશમાં ખૂબ તેનો પ્રચાર થઈ રહ્યો છે. વિદેશીઓ પણ તેનો અભ્યાસ કરી રહ્યા છે જેથી ફરી એક સમયે લોકો આયુર્વેદ તરફ વળશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Vadodara Ma Arogya E J Parama Sukha Pustak Nu Vimochan 03
223

Get real time updates directly on you device, subscribe now.

વડોદરામાં ‘‘આરોગ્ય એ જ પરમ સુખ’’ પુસ્તકનું વિમોચન

Also You like to read
1 of 179

રાજયમંત્રી શ્રી યોગેશભાઈ પટેલે વૈદ્ય સલિલભાઈ આચાર્ય લિખિત પુસ્તક ‘‘આરોગ્ય એ જ પરમ સુખ’’નું વિમોચન અને કંપવાત અને લકવાના કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે, આયુર્વેદ એ આપણી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે પરંતુ આયુર્વેદ સારંવારમાં  ધીરજ અને વિશ્વાસ રાખી સારવાર કરાવનારને રોગની જડમૂળથી નાબૂદીનો લાભ મળે છે. હવે વિદેશમાં ખૂબ તેનો પ્રચાર થઈ રહ્યો છે. વિદેશીઓ પણ તેનો અભ્યાસ કરી રહ્યા છે જેથી ફરી એક સમયે લોકો આયુર્વેદ તરફ વળશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

  • વડોદરામાં ‘‘આરોગ્ય એ જ પરમ સુખ’’ પુસ્તકનું વિમોચન કંપવાત અને લકવાના કેમ્પનો કરાવ્યો શુભારંભ
  • વિદેશમાં આયુર્વેદનો ખૂબ પ્રચાર થઈ રહ્યો છે એક સમયે લોકો ફરી આયુર્વેદ તરફ વળશે. -રાજયમંત્રી શ્રી યોગેશ પટેલ

    Vadodara Ma Arogya E J Parama Sukha Pustak Nu Vimochan 02
    Vadodara Ma Arogya E J Parama Sukha Pustak Nu Vimochan 02

શ્રી પટેલે વધુમાં જણાવ્યું કે, સાપ્રંત સમયમાં ફાસ્ટ ફૂડ અને ભેળસેળવાળું ભોજન આરોગવાથી અનેક લોકો જુદાં-જુદાં પ્રકારના રોગોના ભોગ બન્યા છે, આવા રોગોની સારંવારમાં લોકો પોતાના જીવનભરની કમાણી ગુમાવી દેતા હોય છે. ત્યારે વૈદ્ય સલિલભાઈ આચાર્યની ‘‘આરોગ્ય એ જ પરમ સુખ’’ પુસ્તક પણ લોકોને નિરોગી રહેવામાં માર્ગદર્શનરૂપ સાબિત થશે.

આ પ્રસંગે ઈન્દુ આયુર્વેદ હોસ્પિટલના ડો. વિજય શાહે, કંપવાત અને લકવાના કેમ્પનો લાભ લેવાની અપીલ કરતા કહ્યું કે, પરમ ટ્રસ્ટ અને ડાબરના સહયોગથી ઇન્દુ આયુર્વેદ હોસ્પિટલ ખાતે ત્રણ મહિના ચાલનાર આ કેમ્પમાં ડાબર તરફથી હોસ્પિટલમાં દાખલ થનાર ૧૦ દર્દીઓને મફત દવા પણ આપવામાં આવશે.

Vadodara Ma Arogya E J Parama Sukha Pustak Nu Vimochan 03
Vadodara Ma Arogya E J Parama Sukha Pustak Nu Vimochan 03

વૈદ્યશ્રી સલિલ આચાર્યાએ જણાવ્યું કે, કંપવાત અને લકવા જેવા રોગોની સારંવારમાં ઉપવાસ, લઘુ આહાર, પંચકર્મ, વસનકર્મ અને બસ્તીકર્મ ઘણા ઉપયોગી છે. મોટાભાગના રોગ જઠરાગ્નિથી શરૂ પાચનક્રિયા મંદ પડવાના કારણે થતા હોય છે. લકવાના ઘણા દર્દીઓ બોલી-ચાલી ન શકતા હતા તેને લઘુ આહાર, મગના પાણીથી ગણતરીના દિવસોમાં સાજા કરી દીધા છે. તેમણે શહેરના રાજવી પરિવાર સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. શહેરના સરકીટ હાઉસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પરમ ટ્રસ્ટના શ્રી શિરિષ પટેલ, ડાબરના મેનેજર શ્રી મુકેશ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. (રોહિત)

Vadodara Ma Arogya E J Parama Sukha Pustak Nu Vimochan 01
Vadodara Ma Arogya E J Parama Sukha Pustak Nu Vimochan 01

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More