વડોદરાના વ્યાપાર ઉદ્યોગ જગત સાથે મોકળા મને કર્યો સંવાદ

વડોદરાના વ્યાપાર ઉદ્યોગ જગત સાથે મોકળા મને કર્યો સંવાદ:સમસ્યાઓ અને સૂચનોની લીધી નોંધ

ભારત સરકારના નાણાં અને નિગમિત બાબતોના રાજ્યમંત્રીશ્રી અનુરાગ ઠાકુરે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ સન ૨૦૨૪-૨૫ સુધીમાં ભારત ૫ ટ્રીલિયન યુએસ ડોલરની ઇકોનોમી અવશ્ય બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની બાબતમાં ભારતને વિશ્વના પ્રથમ ૫૦ દેશોમાં સ્થાન અપાવવા અમે સંકલ્પબદ્ધ છીએ. અમે બંધ ઓરડામાં એકલા બેસીને નિર્ણયો લેનારા નથી એવા શબ્દો સાથે એમણે જણાવ્યું કે અર્થતંત્રના તમામ ક્ષેત્રો સાથે યોગ્ય પરામર્શ કરીને જ કાયદા, નિયમો અને જોગવાઈઓમાં સુધારા કે નવીનીકરણ કરવાની પ્રથા પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનથી અમારી સરકારે અપનાવી છે.

Vadodara Na Vyapar Udyog Jagata Sathe Mokala Mane Sanvada 02
442

Get real time updates directly on you device, subscribe now.

વડોદરાના વ્યાપાર ઉદ્યોગ જગત સાથે મોકળા મને કર્યો સંવાદ

ભારત સરકારના નાણાં અને નિગમિત બાબતોના રાજ્યમંત્રીશ્રી અનુરાગ ઠાકુરે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ સન ૨૦૨૪-૨૫ સુધીમાં ભારત ૫ ટ્રીલિયન યુએસ ડોલરની ઇકોનોમી અવશ્ય બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની બાબતમાં ભારતને વિશ્વના પ્રથમ ૫૦ દેશોમાં સ્થાન અપાવવા અમે સંકલ્પબદ્ધ છીએ. અમે બંધ ઓરડામાં એકલા બેસીને નિર્ણયો લેનારા નથી એવા શબ્દો સાથે એમણે જણાવ્યું કે અર્થતંત્રના તમામ ક્ષેત્રો સાથે યોગ્ય પરામર્શ કરીને જ કાયદા, નિયમો અને જોગવાઈઓમાં સુધારા કે નવીનીકરણ કરવાની પ્રથા પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનથી અમારી સરકારે અપનાવી છે.

  • સન ૨૦૨૪-૨૫ સુધીમાં પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ ભારત ૫ ટ્રીલીયન ડોલર ઇકોનોમી બનશે જઃકેન્દ્રીય નાણાં રાજયમંત્રી શ્રી અનુરાગ ઠાકુરે વ્યક્ત કર્યો વિશ્વાસ
  • વડોદરાના વ્યાપાર ઉદ્યોગ જગત સાથે મોકળા મને કર્યો સંવાદ:સમસ્યાઓ અને સૂચનોની લીધી નોંધ
  • દશેરાથી દેશમાં આવકવેરાનું ફેસલેસ એસેસમેન્ટ શરૂ થઈ જશે મંત્રી શ્રી અનુરાગ ઠાકુર
Related Posts
1 of 358

શ્રી ઠાકુરે એફજીઆઈ,વીસીસીઆઈ અને આઈસીએઆઈની વડોદરા શાખાના ઉપક્રમે યોજાયેલા સંવાદસત્રમાં વડોદરાના વ્યાપાર ઉદ્યોગ જગત સાથે મોકળા મને ચર્ચા કરી હતી અને સમસ્યાઓ તથા સૂચનોની જાણકારી મેળવી હતી. તેમણે દિલ્હી આવો તો મને પ્રશ્નો અંગે મળી શકો છો, ઈ-મેઇલથી જાણકારી આપી શકો છો એવી નિખાલસતા સાથે એમણે વ્યાપાર ઉદ્યોગ જગતને જરૂરી અને વાજબી સરળતા કરી આપવાની નેમ વ્યક્ત કરી હતી.

Vadodara Na Vyapar Udyog Jagata Sathe Mokala Mane Sanvada 01
Vadodara Na Vyapar Udyog Jagata Sathe Mokala Mane Sanvada 01

શ્રી ઠાકુરે મહત્વની જાણકારી આપતાં જણાવ્યું કે, આવકવેરા વિભાગ આગામી દશેરાથી ખૂબ જ પારદર્શક અને ભ્રષ્ટચારનો છેદ ઉડાડતી ફેસલેસ એસેસમેન્ટની પદ્ધતિ અપનાવશે. અમે કરદાતાઓનો આદર કરીએ છે, રાષ્ટ્ર નિર્માણમાં એમના યોગદાનને મૂલવીએ છે અને એમને કોઈ ખોટી હેરાનગતિ ના થાય એની તકેદારી રાખવામાં વિશ્વાસ ધરાવીએ છે. સરકાર લિટીગેશન્સ ઓછા કરવા માટેના જરૂરી સુધારા કરી રહી છે જેની અર્થતંત્ર પર ખૂબ સકારાત્મક અસર પડશે. એકીકરણ દ્વારા ૨૭ માંથી ૧૨ બેંકો બનાવવાના પગલાંથી બેન્કિંગ સેકટરની ક્ષમતા વધશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રીની સ્ટાર્ટ અપ અને સ્ટેન્ડ અપ જેવી પહેલો થી પ્રતિભાશાળી યુવાનોને દેશમાં જ ખૂબ વ્યાપક તકો મળી છે અને આ યુવા પ્રતિભાઓએ ટાટા-બિરલા જેવા ઉદ્યોગપતિઓ જેવું કૌશલ્ય ટૂંકા ગાળામાં બતાવ્યું છે. મેક ઇન ઇન્ડિયાના કોન્સેપટ થી ઇલેક્ટ્રોનિક્સમાં આયાતોનું પ્રમાણ ઘટાડી શકાયું છે. દેશે ફ્યુઅલની આયાત માટે ખૂબ મોટો ખર્ચ કરવો પડે છે ત્યારે વાહન ઉદ્યોગના આ ક્ષેત્રમાં નવી પહેલો કરવા તેમણે અનુરોધ કર્યો હતો.

તેમણે પેરિસની પરિષદમાં પ્રધાનમંત્રીશ્રીની પહેલોનો દાખલો આપતાં જણાવ્યું કે, વિશ્વ કરે એવું આપણે કરીએ એના બદલે હવે આપણે કરીએ એવું વિશ્વ કરેનો અભિગમ અપનાવીએ. તેમણે જણાવ્યું કે, જીએસટીનું રિફંડ સમયસર આપવાની સમયમર્યાદાનું પાલન કરવાની સૂચનાઓ આપી છે અને એના વધુ સરળીકરણ માટેના સૂચનો આવકાર્ય છે.

Vadodara Na Vyapar Udyog Jagata Sathe Mokala Mane Sanvada 02
Vadodara Na Vyapar Udyog Jagata Sathe Mokala Mane Sanvada 02
Also You like to read
1 of 170

શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, એમ.એસ.એમ.ઇ. અને કૃષિક્ષેત્ર દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે, વ્યાપાર-ઉદ્યોગ ઉદ્યોગજગત સાથે, તમામ હિતધારકો સાથે સતત સંવાદ રાખીને અર્થતંત્રની દિશા નિર્ધારિત કરાશે. તેમણે વડોદરાના વ્યાપાર ઉદ્યોગ જગત સાથે સંવાદની સરળતા કરી આપવા માટે સાંસદશ્રીને ધન્યવાદ આપ્યા હતા.

નર્મદા વિકાસ રાજ્યમંત્રીશ્રી યોગેશભાઈ પટેલે, ઉદ્યોગોની જીએસટી અને આવકવેરાને લગતી તેમજ લઘુઉદ્યોગોની મુશ્કેલીઓના નિવારણ દ્વારા વિકાસને વેગવાન બનાવવા ભારત સરકારના નાણાં મંત્રાલયને અનુરોધ કર્યો હતો. તેમણે બેન્ક લોનને લગતી બાબતોના નિવારણ માટે દિલ્હીમાં પ્રતિનિધિ મંડળને મુલાકાત આપવા વિનંતી કરી હતી.

સાંસદ શ્રીમતી રંજનબહેન ભટ્ટે સહુને આવકારતા જણાવ્યું કે રાષ્ટ્ર માટે સમર્પણ એ વડોદરાના સ્વભાવમાં છે.કેન્દ્ર સરકારના નોટબંધી અને જીએસટી સહિતના તમામ પ્રગતિશીલ નિર્ણયોના અમલમાં વડોદરાના વ્યાપાર ઉદ્યોગ જગતે સહયોગ આપ્યો છે. સયાજીરાવની આ ભૂમિ સકારાત્મકતા સભર છે.

Vadodara Na Vyapar Udyog Jagata Sathe Mokala Mane Sanvada 03
Vadodara Na Vyapar Udyog Jagata Sathe Mokala Mane Sanvada 03

૩૭૦ અને ૩૫-એ કલમ નાબૂદ કરવાના નિર્ણયને સમર્થનમાં વડોદરાનું ઉદ્યોગ જગત જોડાશે. શ્રીમતી ભટ્ટે રવિવારની ભારત એકતા કૂચમાં સહુને જોડાવા અનુરોધ કર્યો હતો. વડોદરા મહાનગરપાલિકાના મેયર ડો.જીગીશાબહેન શેઠે ઉષ્માપૂર્વક આવકારતા જણાવ્યું કે, ભારત સરકારના નાણાં મંત્રાલયના લોકો માટેના કાર્યક્રમોના અમલમાં વડોદરા અગ્રેસર રહેશે. તેમણે વડોદરાની નવરાત્રી નિહાળવા આવવાનું હાર્દિક આમંત્રણ આપ્યું હતું.

નાણામંત્રાલયના ગતિશીલ નેતૃત્વ માટે શ્રી અનુરાગ ઠાકુરને અભિનંદન આપતા એફજીઆઈના ઉપાધ્યક્ષ શ્રી અભિષેક ગંગવાલે, ગુજરાતના ઉદ્યોગો પ્રત્યે નાણાં મંત્રાલય વિશેષ ધ્યાન આપે એવી લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાત દેશની જીડીપી અને નિકાસ સહિતના ક્ષેત્રોમાં દેશને અગ્રેસર રાખે છે.

તેવા સમયે વડોદરા અને ગુજરાતના ઉદ્યોગો સામેના અવરોધોના નિવારણમાં કેન્દ્ર સરકાર મદદરૂપ બને.ગુજરાત  દેશને ૫ ટ્રીલીયન ડોલર ઇકોનોમી બનાવવાના ધ્યેયમાં ઉચિત યોગદાન આપવા સંકલ્પબદ્ધ છે. વીસીસીઆઈના અધ્યક્ષ શ્રી હેમંત વડાળીયાએ, એમએસએમઇની નવેસરથી વ્યાખ્યા કરવા અને સૂચિત પ્લાસ્ટિક બાનના સંદર્ભમાં વર્તમાન એકમોના યોગ્ય પુનઃસ્થાપન માટે જોગવાઈ કેન્દ્ર સરકાર કરે એવી વિનંતી કરી હતી.

Vadodara Na Vyapar Udyog Jagata Sathe Mokala Mane Sanvada 04
Vadodara Na Vyapar Udyog Jagata Sathe Mokala Mane Sanvada 04

કાર્યક્રમના મુખ્‍ય આયોજક ફેડરેશન ઓફ ગુજરાત, વડોદરા ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ અને વડોદરા બ્રાંચ ઓફ ડબ્લ્યુઆઇઆરસી ઓફ આઇસીએઆઇ તેમજ વેપારી મંડળ અને ઉદ્યોગકારો દ્વારા કેન્‍દ્રીય રાજય નાણામંત્રીશ્રી ઠાકુરને સત્‍કારવામાં આવ્યા હતા. વડોદરા શહેર અને જિલ્લાના વિવિધ વ્યાપાર ઉદ્યોગ સંગઠનો અને પ્રોફેશનલ સંસ્થાઓએ ભારત સરકારના રાજય નાણામંત્રીશ્રી ઠાકુરનું અભિવાદન કર્યુ હતું. કાર્યક્રમના પ્રારંભે મનોહર પારિકર, સુષ્‍મા સ્‍વરાજ, અરૂણ જેટલી સહિતના સદ્દગતોને મૌન પાળી શ્રધ્‍ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ, ધારાસભ્ય સર્વશ્રી શૈલેષભાઇ મહેતા, શ્રી મનિષાબેન વકીલ, શ્રી સીમાબેન મોહિલે, શ્રી કેતનભાઇ ઇનામદાર, નાયબ મેયરશ્રી જીવરાજભાઇ ચૌહાણ, વડોદરા શહેર અને જિલ્‍લાના ઉદ્યોગકારો, સીએ, સીએસ અને ચેમ્‍બર ઓફ કોમર્સ, વેપારીઓ, સીજીએસટી, જીએસટી, ઇન્‍કમ ટેકસ સહિતના સંબંધિત તમામ વિભાગના અધિકારી-કર્મચારીશ્રીઓ સહિતના જોડાયા હતા. (માહિતી બ્યુરો-વડોદરા/માનવાલા)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More