- Advertisement -

વાઘોડિયાને જિલ્લાનું પ્રથમ આયુષ ગ્રામ બનાવવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ઊપસ્થિતીમાં એમઓયુ.

વાઘોડિયાને જિલ્લાનું પ્રથમ આયુષ ગ્રામ બનાવવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ઊપસ્થિતીમાં એમઓયુ..

ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા નેશનલ આયુષ મિશન હેઠળ આરોગ્યલક્ષી આયુર્વેદિક કાર્યક્રમોને લોકભોગ્ય બનાવવા જિલ્લાઓના પસંદગીના ગામોને આયુષ ગ્રામ બનાવવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. તેના હેઠળ વડોદરા જિલ્લાના ૧૦ હજાર જેટલી વસ્તી ધરાવતા બે ગામોને આયુષ ગ્રામ બનાવવાની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.

Vaghodiyane Jillanu Pratham Ayush Gram Banavav Jilla Vikas Adhikari Upasthiti Ma Mou

- Advertisement -

- Advertisement -

118

Get real time updates directly on you device, subscribe now.

વાઘોડિયાને જિલ્લાનું પ્રથમ આયુષ ગ્રામ બનાવવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ઊપસ્થિતીમાં એમઓયુ.

ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા નેશનલ આયુષ મિશન હેઠળ આરોગ્યલક્ષી આયુર્વેદિક કાર્યક્રમોને લોકભોગ્ય બનાવવા જિલ્લાઓના પસંદગીના ગામોને આયુષ ગ્રામ બનાવવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. તેના હેઠળ વડોદરા જિલ્લાના ૧૦ હજાર જેટલી વસ્તી ધરાવતા બે ગામોને આયુષ ગ્રામ બનાવવાની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. આ અંગે જાણકારી આપતા જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય સુધીર જોશીએ જણાવ્યું કે, યોજના હેઠળ જિલ્લાના પ્રથમ આયુષ ગ્રામ તરીકે વાઘોડિયા ગામની પસંદગી કરવામાં આવી છે. તેના અમલીકરણ માટે તાજેતરમાં જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી અને જિલ્લા પંચાયત અધ્યક્ષા ઇલાબા ચૌહાણની ઉપસ્થિતિમાં વાઘોડિયા ગ્રામ પંચાયત સાથે એમઓયુ કરવામાં આવ્યો હતો.

Vaghodiyane Jillanu Pratham Ayush Gram Banavav Jilla Vikas Adhikari Upasthiti Ma Mou
Vaghodiyane Jillanu Pratham Ayush Gram Banavav Jilla Vikas Adhikari Upasthiti Ma Mou
Related Posts
1 of 483

આ યોજના હેઠળ વાઘોડિયાના ગ્રામજનો માટે આયુષ હેલ્થ કાર્ડ બનાવવાની સાથે આયુર્વેદિક પદ્ધતિની જીવન શૈલી દ્વારા તંદુરસ્તી માટે ગ્રામજનોને પ્રેરવામાં આવશે. પોષણ સંબંધી અને આરોગ્ય સુધારતા આયુર્વેદ આધારિત કાર્યક્રમો યોજીને લોકોને તેની સાથે જોડવામાં આવશે જેમાં ગ્રામ પંચાયતનો વિધેયાત્મક સહયોગ લેવાશે. જિલ્લાના બીજા આયુષ ગ્રામની પસંદગી હવે પછી કરાશે. ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ પસંદ થયેલા ગામમાં તંદુરસ્તીની રક્ષા માટે આયુર્વેદનું સકારાત્મક વાતાવરણ કેળવવા સરકાર એક વર્ષ માટે રૂ.૧૦ લાખનું ખાસ અનુદાન ભારત સરકાર ફાળવે છે. ગુજરાતમાં રાજયના આયુષ નિયામકશ્રીના નેતૃત્વ હેઠળ આ યોજનાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. (મિશ્રા)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More