- Advertisement -

વાહકજન્ય રોગ નિયંત્રણ માટે અમદાવાદ જીલ્લામાં રાત્રીસભાઓ કરવામાં આવશે

રાત્રીસભામાં ગ્રામજનોને પોરાનું લાઇવ ડેમોસ્ટ્રેશન, મેલેરીયાથી બચવાના ઉપાયો, નિદાન સારવાર સહિતની માહીતી આપવામાં આવશે

મેલેરીયા મુક્ત ગુજરાત ૨૦૨૨ અન્વયે અમદાવાદ જીલ્લામાં વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે વર્ષ-૨૦૧૯ દરમિયાન જે વિસ્તારમાં મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનીયાના કેસો નોંધાયેલ તેવા વિસ્તારમાં જનજાગૃતિ માટે રાત્રીસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન માટે અમદાવાદ જીલ્લા પંચાયત ખાતે જીલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને તાલુકા સુપરવાઇઝર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝરોની બેઠક મળી હતી.

Vahakajanya Rog Niyantran Mate Amadavada Jillama Ratrisabhao Karavama Avase 02

- Advertisement -

- Advertisement -

91

Get real time updates directly on you device, subscribe now.

વાહકજન્ય રોગ નિયંત્રણ માટે અમદાવાદ જીલ્લામાં ૨૦૦થી વધુ રાત્રીસભાઓ કરવામાં આવશે

રાત્રીસભામાં ગ્રામજનોને પોરાનું લાઇવ ડેમોસ્ટ્રેશન, મેલેરીયાથી બચવાના ઉપાયો, નિદાન સારવાર સહિતની માહીતી આપવામાં આવશે

Vahakajanya Rog Niyantran Mate Amadavada Jillama Ratrisabhao Karavama Avase 03
Vahakajanya Rog Niyantran Mate Amadavada Jillama Ratrisabhao Karavama Avase 03

મેલેરીયા મુક્ત ગુજરાત ૨૦૨૨ અન્વયે અમદાવાદ જીલ્લામાં વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે વર્ષ-૨૦૧૯ દરમિયાન જે વિસ્તારમાં મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનીયાના કેસો નોંધાયેલ તેવા વિસ્તારમાં જનજાગૃતિ માટે રાત્રીસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન માટે અમદાવાદ જીલ્લા પંચાયત ખાતે જીલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને તાલુકા સુપરવાઇઝર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝરોની બેઠક મળી હતી.

Vahakajanya Rog Niyantran Mate Amadavada Jillama Ratrisabhao Karavama Avase 02
Vahakajanya Rog Niyantran Mate Amadavada Jillama Ratrisabhao Karavama Avase 02
Related Posts
1 of 483

અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, અમદાવાદ જીલ્લામાં ૨૦૦થી વધુ ગામોમાં રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રીસભામાં ગ્રામજનોને પોરાનું લાઇવ ડેમોસ્ટ્રેશન, મેલેરીયાથી બચવાના ઉપાયો નિદાન સારવાર સહિતની માહીતી આપવામાં આવશે. સામાન્ય રીતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વાહકજન્ય રોગ નિયંત્રણ માટે ફરજના સમય દરમિયાન જનજાગૃતિ કરીને લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. પરંતુ દિવસ દરમિયાન અનેક લોકો કામ ધંધા અર્થે બહાર ગયેલા હોવાથી તેઓ વંચીત રહી જાય છે. જેથી રાત્રી દરમિયાન મોટાભાગના લોકો ઘરે હોય અને મહત્તમ લોકો સુધી વાહકજન્ય રોગ નિયંત્રણની સચોટ માહીતી પહોચાડી શકાય તે માટે અમદાવાદ જીલ્લામાં રાત્રીસભાઓનું આયોજન કરાયું છે.

Vahakajanya Rog Niyantran Mate Amadavada Jillama Ratrisabhao Karavama Avase 01
Vahakajanya Rog Niyantran Mate Amadavada Jillama Ratrisabhao Karavama Avase 01

તેમણે વધુમાં જણાવ્યું કે, આ કાર્યક્રમમાં મેલેરીયા નાબુદી અને ડેન્ગ્યુ કન્ટ્રોલ પર ખાસ ભાર મુકવામાં આવશે. રાત્રીસભામાં મેલેરીયા થવાના કારણો, મેલેરીયાથી બચવાના ઉપાયો, મેલેરીયાનું નિદાન તથા સારવાર, પોરા નિદર્શન, ૧૦૪ ફિવર હેલ્પ લાઇન સહિતની સચોટ માહીતી પુરી પાડવામાં આવશે. આ ઉપરાંત મેલેરીયા કેવી રીતે ફેલાય છે, મચ્છરનું જીવન ચક્ર, કેવી રીતે લોકો મેલેરિયા થી બચી શકે તે માટેના ઉપાયો દર્શાવતી ફિલ્મોનુ પઢ રાત્રી સભામાં આયોજન કરાયું છે. આ રાત્રીસભાઓમાં જીલ્લા ટીમ, તાલુકા ટીમ, મેડીકલ ઓફિસર, સુપરવાઇઝર,  આશા સહિતના લોકો ઉપસ્થિત રહેશે અને વાહકજન્ય રોગ નિયંત્રણ અંગે જનજાગૃતિ કરશે.

Vahakajanya Rog Niyantran Mate Amadavada Jillama Ratrisabhao Karavama Avase 04
Vahakajanya Rog Niyantran Mate Amadavada Jillama Ratrisabhao Karavama Avase 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More