- Advertisement -

વાહનોના પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓકશન પ્રોસેસ

ટુ-વ્હીલર વાહનો માટે નવી સીરીઝ GJ-18-DH-0001 થી 9999

ગાંધીનગર એ.આર.ટી.ઓ. કચેરી ખાતે વાહનોના પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓકશનની પ્રક્રિયા આગામી તા.૧૬ ડિસેમ્બરથી શરૂ થશે. ગાંધીનગર એઆરટીઓ કચેરી દ્વારા ટુ વ્હીલર વાહનો માટે નવી સીરીઝ  GJ-18-DH-0001 થી 9999 માટે ઓકશન અને એલ.એમ.વી. કારની  સીરીઝ GJ-18-BM  માટે રી-ઓક્શન કરવામાં આવશે.

Vahano Na Pasandgi Na Nambro Melavava Online Auction Process

- Advertisement -

- Advertisement -

116

Get real time updates directly on you device, subscribe now.

ગાંધીનગર એ.આર.ટી.ઓ. કચેરી ખાતે 

વાહનોના પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓકશન પ્રોસેસ આગામી તા.૧૬ ડિસેમ્બરથી શરૂ થશે

  • ટુ-વ્હીલર વાહનો માટે નવી સીરીઝ GJ-18-DH-0001 થી 9999
  • એલ.એમ.વી. કારની સીરીઝ GJ-18-BM માટે રી-ઓક્શન
  • તા. ૨૩ ડિસેમ્બર ૨૦૧૯થી બિડિંગ કરી શકાશે

ગાંધીનગર એ.આર.ટી.ઓ. કચેરી ખાતે વાહનોના પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓકશનની પ્રક્રિયા આગામી તા.૧૬ ડિસેમ્બરથી શરૂ થશે. ગાંધીનગર એઆરટીઓ કચેરી દ્વારા ટુ વ્હીલર વાહનો માટે નવી સીરીઝ  GJ-18-DH-0001 થી 9999 માટે ઓકશન અને એલ.એમ.વી. કારની  સીરીઝ GJ-18-BM  માટે રી-ઓક્શન કરવામાં આવશે.

Related Posts
1 of 442

ઇ-ઓકશનની પ્રક્રિયામાં ઓનલાઈન અરજી તા.૧૬ ડીસેમ્બર ૨૦૧૯ થી ૨૨ ડિસેમ્બર ૨૦૧૯ સુધી કરી શકાશે. ઇ-ઓકશનની પ્રક્રિયામાં તારીખ ૨૩ ડિસેમ્બર ૨૦૧૯ થી તારીખ ૨૫ ડિસેમ્બર ૨૦૧૯ રાત્રિના ૧૨-૦૦ કલાક સુધી બિડિંગ કરી શકાશે. આ ઇ-ઓકશનનું પરિણામ તારીખ ૨૬ ડિસેમ્બર ૨૦૧૯ બપોરના ૩-૦૦ કલાક સુધી જાહેર કરવામાં આવશે.

Vahano Na Pasandgi Na Nambro Melavava Online Auction Process
Vahano Na Pasandgi Na Nambro Melavava Online Auction Process

આ ઇ-ઓકશનમાં ભાગ લેવા ઇચ્છુક અરજદાર વધુ માહિતી વેબસાઇટ www.parivahan.gov.in પરથી મેળવી શકશે. અરજદારોએ હરાજીની બિડિંગ પ્રક્રિયા દરમિયાન વખતો-વખત રૂપિયા ૧૦૦૦ના ગુણાંકમાં વધારો કરવાનો રહેશે. ટુ વ્હીલર તથા ફોર વ્હીલર માટે સિલ્વર તથા ગોલ્ડન નંબર માટે અરજદારોએ જરૂરી બેઈઝ પ્રાઇસ ચુકવવાની રહેશે.

આ હરાજીની પ્રક્રિયામાં સફળ થયેલા અરજદારોને બાકીના નાણાં પાંચ દિવસમાં ભરપાઈ કરવા માટે SMS કે E-mail થી જાણ કરવામાં આવશે. હરાજીમાં નિષ્ફળ ગયેલા અરજદારોને નાણાંની પરત ચુકવણી અરજદારોએ જે modeથી ચુકવણું કર્યુ હશે તે જ modeથી કરવામાં આવશે તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. (ધવલ શાહ)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More