- Advertisement -

વૈજ્ઞાનિક પદ્ધતિની ખેતી થકી આર્થિક સધ્ધરતા મેળવી

આત્મા પ્રોજેકટના માર્ગદર્શનથી કારેલાની વૈજ્ઞાનિક પદ્ધતિની ખેતી થકી આર્થિક સધ્ધરતા મેળવી

મહીસાગર જિલ્લાનાં વિરપુર તાલુકાના લીંબરવાડા ગામનાં પ્રગતિશીલ ખેડૂત નટવરભાઇ સોમાભાઇ વણકર તેઓ ખેત વ્યવસાય સાથે પોતાના પરિવારનું ગુજરાન કરી રહ્યા છે, જેઓ ગ્રામ્ય વિસ્તારમાં પોતાની ૨૦ ગુંઠા જમીનમાં કારેલા શાકભાજીની વૈજ્ઞાનિક પદ્ધતિ થી ખેતી કરી આર્થિક સધ્ધરતા સાથે સફળતાના સોપાન સર કર્યા છે. સરકારશ્રી દ્વારા યોજાતા કૃષિ મહોત્સવ અને કૃષિ મેળામાં ભાગ લઇ માર્ગદર્શન મેળવી આ ઉત્સાહી પ્રગતિશીલ ખેડૂતે પોતાની ડાંગર, મકાઇની પરંપરાગત ખેતીની સાથો સાથ તેઓ શાકભાજીની આધુનિક ખેતી તરફ વળ્યાં છે.

Vaigyanik Paddhati Ni Kheti Thaki Arthika Sadhdharata Melavi 04

- Advertisement -

- Advertisement -

270

Get real time updates directly on you device, subscribe now.

આધુનિક કારેલા શાકભાજીની પ્રેરણાદાયક ખેતી કરી લીંબરવાડા ગામના નટવરભાઇએ સફળતાના સોપાન સર કર્યા

આત્મા પ્રોજેકટના માર્ગદર્શનથી કારેલાની વૈજ્ઞાનિક પદ્ધતિની ખેતી થકી આર્થિક સધ્ધરતા મેળવી

મહીસાગર જિલ્લાનાં વિરપુર તાલુકાના લીંબરવાડા ગામનાં પ્રગતિશીલ ખેડૂત નટવરભાઇ સોમાભાઇ વણકર તેઓ ખેત વ્યવસાય સાથે પોતાના પરિવારનું ગુજરાન કરી રહ્યા છે, જેઓ ગ્રામ્ય વિસ્તારમાં પોતાની ૨૦ ગુંઠા જમીનમાં કારેલા શાકભાજીની વૈજ્ઞાનિક પદ્ધતિ થી ખેતી કરી આર્થિક સધ્ધરતા સાથે સફળતાના સોપાન સર કર્યા છે. સરકારશ્રી દ્વારા યોજાતા કૃષિ મહોત્સવ અને કૃષિ મેળામાં ભાગ લઇ માર્ગદર્શન મેળવી આ ઉત્સાહી પ્રગતિશીલ ખેડૂતે પોતાની ડાંગર, મકાઇની પરંપરાગત ખેતીની સાથો સાથ તેઓ શાકભાજીની આધુનિક ખેતી તરફ વળ્યાં છે.

Related Posts
1 of 398
Vaigyanik Paddhati Ni Kheti Thaki Arthika Sadhdharata Melavi 01
Vaigyanik Paddhati Ni Kheti Thaki Arthika Sadhdharata Melavi 01

નટવરભાઈ સોમાભાઈ છેલ્લા પાંચ વર્ષથી આત્મા પ્રોજેક્ટમાં જોડાયેલા છે. જે પહેલા તેઓ જૂની પધ્ધતિ થી પરંપરાગત ખેતી કરતા હતા. તેઓ સારી ઉચ્ચ ગુણવત્તા વાળું બિયારણ લાવવામાં ધ્યાન રાખતા ન હતા તેથી ખેતી ખર્ચના વધારા સાથે ઉત્પાદન પણ ઓછુ મળતું હતું. તેઓએ આત્મા પ્રોજેક્ટમાં તાલીમ મેળવી ખેતીલક્ષી વિવિધ જાણકારી મેળવી વૈજ્ઞાનિક પધ્ધતિ થી શાકભાજીની ખેતી કરવાની પ્રેરણાં મળી

Also You like to read
1 of 209
Vaigyanik Paddhati Ni Kheti Thaki Arthika Sadhdharata Melavi 02
Vaigyanik Paddhati Ni Kheti Thaki Arthika Sadhdharata Melavi 02

તેમણે કારેલા શાકભાજી ખેતીની વાવણી સમયે કૃષિ વૈજ્ઞાનિકો તથા આત્મા યોજનાના અધિકારીઓ દ્વારા મળેલ માર્ગદર્શન મુજબ બે ચાસ અને બે છોડ વચ્ચે યોગ્ય અંતર ની જાળવણી તેમજ ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણનુ વાવેતર કરી વધુ ઉત્પાદનની સાથે આવક પણ વધુ મેળવતા થયા છે. ૨૦ ગુંઠા જમીન વિસ્તારમાં કારેલાની વૈજ્ઞાનિક પધ્ધતિથી ખેતી કરવા લાગ્યા. જેમાં તેઓએ જરૂર મુજબના બીજના જથ્થા સાથે ઉચ્ચ ગુણવત્તા વાળા કરેલાના બિયારણ ને યોગ્ય સમયે વાવણી કરી સમયસર પિયત અને ખાતર વ્યવસ્થાપન, સમયસર નિંદામણ અને આંતરખેડ કરી ખુબ માવજત પૂર્વક ખેતી કરીને ઉત્પાદન વધારે મેળવે છે. કારેલા શાકભાજી પાકોમાં કારેલાના પાકમાં નર અને માદા ફુલોના સંકરણ થી જે બીજ તૈયાર થાય છે તે સારી ગુણવત્તાવાળું બિયારણ ઉત્પન્ન થવાથી આવક બમણી  થઇ  છે.

Vaigyanik Paddhati Ni Kheti Thaki Arthika Sadhdharata Melavi 03
Vaigyanik Paddhati Ni Kheti Thaki Arthika Sadhdharata Melavi 03

નટવરભાઇએ જણાવ્યું કે ઓછા જમીન વિસ્તારમાં ઓછી મહેનતે, ઓછા ખર્ચે અને ટૂંકા ગાળાવાળી કારેલાની આધુનિક  ખેતી પધ્ધતિ થી ૨૦ કિગ્રા ના રૂા.૨૬,૦૦૦/- રૂપિયા મળે તેવું કારેલાનું બીજ ઉત્પાદન કરી ઓછી જમીનમાં વધારે આવક મેળવી શકાય તેમણે પોતાની ૨૦ ગુંઠા જમીન માંથી રૂા.૧,૫૬૦૦૦/-ની આવક મેળવી છે.  સાથે ટપક પધ્ધતિ થી પાણીનો બચાવ તથા નિંદામણ અને જંતુનાશક દવાઓના ઓછા વપરાશ થી ખેત ઉત્પાદનમાં વધારો કરીને નફો વધારે મેળવી રહયો  છું. નટવરભાઈની આધુનિક કારેલાની ખેતી પધ્ધતિની કામગીરી જોઈ તેમના ગામના તથા અન્ય ગામના ખેડુતો પણ આવી વૈજ્ઞાનિક ખેત પધ્ધતિથી કારેલાની ખેતી કરવા માટે પ્રેરણા મળી છે તેમજ આ ખેતી ઓછા પાણી વાળા વિસ્તાર માટે આશીર્વાદ સમાન સાબિત થઇ છે.

Vaigyanik Paddhati Ni Kheti Thaki Arthika Sadhdharata Melavi 04
Vaigyanik Paddhati Ni Kheti Thaki Arthika Sadhdharata Melavi 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More