વલસાડના તીથલ બીચ ખાતે બીચ ફેસ્‍ટિવલનું ઉદઘાટન

ટુરિઝમક્ષેત્રે ગુજરાતે હરણફાળ ભરી છે વન અને આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકર

વલસાડના તિથલ બીચ ખાતે તા. ૨૧મી ઓક્‍ટોબરથી થી ૪ નવેમ્‍બર, ૨૦૧૯ દરમિયાન યોજાનાર બીચ ફેસ્‍ટિવલનો વન અને આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે શુભારંભ કરાવ્‍યો હતો. આ અવસરે રમણભાઇ પાટકરે કાર્યક્રમનો મુળ ઉદ્દેશ સમજાવતાં જણાવ્‍યું હતું કે, ટુરિઝમક્ષેત્રે ગુજરાતે હરણફાળ ભરી છે. પ્રજાને નવાવર્ષ અને દિવાળીની સારી શરૂઆત થાય, વેકેશનમાં પરિવાર સાથે બાળકો  કાર્યક્રમો માણી શકે તે માટે પ્રવાસન વિભાગ દ્વારા આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

Valsad Na Tithala Beach Khate Beach Festival Nu Udaghatana 01
272

Get real time updates directly on you device, subscribe now.

વલસાડના તીથલ બીચ ખાતે બીચ ફેસ્‍ટિવલનો ઉદઘાટન સમારોહ યોજાયો

ટુરિઝમક્ષેત્રે ગુજરાતે હરણફાળ ભરી છે વન અને આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકર

વલસાડના તિથલ બીચ ખાતે તા. ૨૧મી ઓક્‍ટોબરથી થી ૪ નવેમ્‍બર, ૨૦૧૯ દરમિયાન યોજાનાર બીચ ફેસ્‍ટિવલનો વન અને આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે શુભારંભ કરાવ્‍યો હતો. આ અવસરે રમણભાઇ પાટકરે કાર્યક્રમનો મુળ ઉદ્દેશ સમજાવતાં જણાવ્‍યું હતું કે, ટુરિઝમક્ષેત્રે ગુજરાતે હરણફાળ ભરી છે. પ્રજાને નવાવર્ષ અને દિવાળીની સારી શરૂઆત થાય, વેકેશનમાં પરિવાર સાથે બાળકો  કાર્યક્રમો માણી શકે તે માટે પ્રવાસન વિભાગ દ્વારા આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

Related Posts
1 of 359
Valsad Na Tithala Beach Khate Beach Festival Nu Udaghatana 01
Valsad Na Tithala Beach Khate Beach Festival Nu Udaghatana 01

રાજ્‍ય સરકાર દ્વારા ધાર્મિક સ્‍થળો તેમજ ઐતિહાસિક સ્‍થળોનો વિકાસ માટે વિશેષ બજેટની ફાળવણી કરવામાં આવી છે. તિથલ બીચ સહિત અનેક પ્રવાસધામના વિકાસને વેગ આપવા સરકારના પ્રયાસો રહયા છે. તિથલ બીચનો વિકાસ પ્રવાસન ક્ષેત્ર માટે સુવર્ણ તક છે. બીચ ફેસ્‍ટીવલની સફળતા માટે શુભેચ્‍છા પાઠવી હતી.

Also You like to read
1 of 171
Valsad Na Tithala Beach Khate Beach Festival Nu Udaghatana 02
Valsad Na Tithala Beach Khate Beach Festival Nu Udaghatana 02

સાંસદ ડૉ.કે.સી.પટેલ તેમજ ધારાસભ્‍ય ભરતભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં બીચ ફેસ્‍ટીવલનો મોટી સંખ્‍યામાં પ્રવાસીઓ ભાગ લેશે તેવી અપેક્ષા વ્‍યક્‍ત કરી હતી. વલસાડ કલેકટર સી.આર.ખરસાણે જણાવ્‍યું હતું કે, દિવાળીના વેકેશનનો સમય હોય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર રહે તે માટે દર વર્ષે આયોજન કરવામાં આવે છે. આ ફેસ્‍ટિવલમાં અનેક આકર્ષણો હોઇ વધુમાં વધુ લોકો ભાગ લેશે, તેવી આશા તેમણે વ્‍યક્‍ત કરી હતી.

Valsad Na Tithala Beach Khate Beach Festival Nu Udaghatana 03
Valsad Na Tithala Beach Khate Beach Festival Nu Udaghatana 03

બીચ ફેસ્‍ટિવલ દરમિયાન મહેંદી, સંગીત, નૃત્‍ય, ચિત્રકામ હરિફાઇ, રેતકલા, બાળ રમતો, બીચ વોલીબોલ, રોપ કલાઇમ્‍બિંગ, ટાયર કલાઇમ્‍બિંગ, ઝોબિંગ, ટગ ઓફ વોર, કમાન્‍ડો નેટ, બીચ બેલેન્‍સિંગ, બર્મા બ્રીજ ઊંટ સવારી, ઘોડેસવારી, વગેરે સાહસિક પ્રવૃત્તિઓ પણ યોજાશે. આ ઉપરાંત ક્રાફટ સ્‍ટોલ, ફૂડ કોર્ટ, ફોટો કોર્નર પણ રાખવામાં આવ્‍યા છે. રોજ સાંજે ૬-૦૦ થી ૭-૩૦ દરમિયાન સ્‍થાનિક કલાકારો દ્વારા મનમોહક સાંસ્‍કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનો બહોળી સંખ્‍યામાં લાભ લેવા પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

Valsad Na Tithala Beach Khate Beach Festival Nu Udaghatana 04
Valsad Na Tithala Beach Khate Beach Festival Nu Udaghatana 04

આ અવસરે મનમોહક સાંસ્‍કૃતિક રજૂ કરાયો હતો, જેનો ઉપસ્‍થિત સહેલાણીઓએ મનભરીને માણ્‍યો હતો. આ અવસરે સાંસદ ડૉ.કે.સી.પટેલ, ધારાસભ્‍યો સર્વે ભરતભાઇ પટેલ, કનુભાઇ દેસાઇ, અરવિંદભાઇ પટેલ, તિથલ પરિસર પ્રવાસન સમિતિ મંડળના પ્રમુખ અને તિથલના સરપંચ આરતીબેન પટેલ, નગરપાલિકા પ્રમુખ પંકજભાઇ આહિર, જિલ્લા ચિલ્‍ડ્રન વેલ્‍ફેર કમિટિના ચેરમેન સોનલબેન સોલંકી, પ્રવાસન વિભાગના અધિકારી/ કર્મચારીઓ, સહેલાણીઓ મોટી સંખ્‍યામાં હાજર રહયા હતા.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More