- Advertisement -

વાસ્તુ ડેરી અને બેકરી પ્રોડક્ટસ સુરતની લોકસેવામાં

વાસ્તુ ડેરી અને બેકરી પ્રોડક્ટસ સુરતની લોકસેવામાં

જૂનાગઢ તા.૨૫, વર્તમાન સમયમાં વિશ્વના ઘણા દેશો ગરીબી, બેરોજગારી, ફુગાવો, અને મંદી જેવી અનેક આર્થિક અને સામાજિક સમસ્યાએ આજે ચિંતાજનક પરિસ્થિતિ ઉભી કરી છે. આર્થિક બેહાલીમાંથી બહાર નીકળવામાં દરેક વ્યકતી પોતાની રીતે સતત પ્રયત્નશીલ હોવા છતાં, પણ આ સમસ્યાનું પૂર્ણ નિરાકરણ થયું નથી તેને ખોટી ઠેરવતા વિસાવદર તાલુકાનાં અંતરીયા એવા ઈશ્વરીયા ગામનાં નાનકડી ખેતી ધરાવતા નારણભાઇ સુખડીયાનાં પુત્રએ પૂર્ણ રોજગારી નું સર્જન કરી સફળતા મેળવી છે. દેશમાં બેરોજગારી અને તેના પરિણામે ગરીબીના ગંભીર પ્રશ્નો આપણને સાંભળવા મળે ત્યારે આ ઈશ્વરીયાનાં નવયુવાનની શ્રમગાથા સફળ બીઝનેશ તરફની ઉડાનને પ્ણ જોવી રહી, ગરીબીની સમસ્યા એ માત્ર વ્યક્તિને જ ગરીબ બનાવતી નથી. પરંતુ દેશને પણ વિકાસના માર્ગે આગળ જતો અટકાવે છે.

Vastu Dairy & Bakery Products Suratni Lokasevama 04

- Advertisement -

- Advertisement -

423

Get real time updates directly on you device, subscribe now.

  • ઉડવુ છે એને નભ પણ નાનુ પડે…ઉક્તિ સાર્થક કરતા વિસાવદરનાં અંતરીયાળ એવા ઈશ્વરીયા ગામનાં ભુપતભાઇ સુખડીયા
  • વાસ્તુ ડેરી અને બેકરી પ્રોડક્ટસ આજે સુરતની લોકસેવામાં પોતાની ઓળખ કરી પ્રસ્થાપિત
Vastu Dairy & Bakery Products Suratni Lokasevama 01
Vastu Dairy & Bakery Products Suratni Lokasevama 01

કારણ જે દેશનું માનવધન જ ગરીબ હોય તે દેશ સમૃદ્ધ કઈ રીતે બની શકે ? આ વાતને સંવેદીત રીતે સંધાન કરતા ભુપતભાઇ સુખડીયાએ સામાન્ય શ્રમિક ખેડુતપુત્ર તરીકે ઉપલબ્ધ સવલતોમાં શિક્ષણ હાંસલ કર્યુ, અને શિક્ષણ મેળવ્યા બાદ આર્થિક સંકડામણને ધ્યાને લીધા સિવાય બાવડાના બળે શું કરી શકાય તે દિશામાં નજર દોડાવી, વતનો વિસ્તાર સુકી ખેતી અને અલ્પ વ્યવસાયીક સુવિધાસભર જણાતાં તેમણે પોતાનાં હુન્નરને નિખાર આપવા ક્યાં વધુ તક પ્રાપ્ય છે તે દિશામાં સુરતને પસંદ કરી ભુપતભાઇએ સુરતમાં વાસ્તુ ડેરી અને બેકરી પ્રોડક્ટસમાં પોતાનાં કસબને અજમાવ્યો અને આજે સુરતની લોકસેવામાં પોતાની ઓળખ કરી પ્રસ્થાપિત કરી ચુક્યા છે. આજે ભુપતભાઇ સુખડીયા પોતાનો કારોબાર કરોડોનાં આંકડામાં તબદીલ થવા છતા; તેમની વ્યવસાય સિવાય લોકસેવા અને પરોપકાર માટે તેમની જીજીવીશા સદૈવ રહે છે.

Related Posts
1 of 484
Vastu Dairy & Bakery Products Suratni Lokasevama 02
Vastu Dairy & Bakery Products Suratni Lokasevama 02

ભુપતભાઇ વાસ્તુ ડેરી અને બેકરી પ્રોડક્ટમાં જેટલી પોતાની પ્રગતી કરી તેટલી જ સુરતની જાહેર જનતા અને જરૂરીયાતમંદ વ્યક્તિનાં ઉન્નતિનાં વિષયે  કામ કરી રહ્યા છે. સરકારની મતદાર જાગૃતિ અભિયાન હોય કે પછી કલ્યાકણારી બાબતો હોય તેમાં આ કાઠીયાવાડી વિરલાનું પ્રદાન સંકળાયુ હોય, તાજેતરમાં સુરતમાં ટ્રાફીકનાં ઉનાળામાં લોકોને હેલ્મેટ વિશે લોકજાગૃતિ કેળવાય તે હેતુ જાહેર ચોક અને ટ્રાફીક વાળા વિસ્તારોમાં ટ્રાફીક સમજણ સાથે વાહન ચાલકને ઉનાળાની ઠંડી છાસ આપી નવતર જાગૃતિ સંદેશો આ વ્યક્તિએ સ્વખર્ચે વહેતો કર્યો હતો. ગરીબ ઘરનાં બાળકોનાં અભ્યાસની વાત હોય કે ગરીબ પરિવારની માતાને ઘીની આવશ્યકતા હોય ત્યાં ભુપતભાઇ સુખડીયા એકપળનાં વિલંબ વિના પોતાની વાસ્તુ ડેરીનાં ઘીની સહાય માટે પહોંચી જાય છે. તાજેરતમાં ટ્રાફીકનાં બદલાયેલ કાયદાઓની સમજણ સાથે હેલ્મેટ ધારક વાહન ચાલકને પોતાની બનાવટનું વાસ્તુ ઘીનું પાઉચ વિતરણ કરી લોકજાગૃતિ કેળવવામાં ભુપતભાઇની કામગિરી લોકોએ આવકારી હતી.

Vastu Dairy & Bakery Products Suratni Lokasevama 03
Vastu Dairy & Bakery Products Suratni Lokasevama 03

આ તકે ભુપતભાઇએ વાત કરતાં જણાવ્યુ હતુ કે સામાન્ય રીતે યુવાન શિક્ષણ હાંસલ કર્યા બાદ સરકારી નોકરીની ઘેલછામાં પોતાનાં નિર્ણયશક્તિને ગુમાવી દેતો હોય છે. આજે નોકરી સિવાય સ્વરોજગારી માટે અનેક ક્ષિતીજો યુવાનો માટે તકોનું નિર્માણ કરવા તૈયાર હોય છે. સરકારશ્રીની યુવાનોને સ્વરોજગાર માટે પ્રોત્સાહીત કરતી અનેક યોજનાઓ કાર્યાન્વીત છે. તેમાં સબસીડી વ્યવસાયકારકને પ્રોત્સાહક બની રહે છે. દેશમાં ગરીબાઈના વિષચક્રો ભલે જોરદાર રીતે કામ કરે પણ સ્વરોજગારી ક્ષેત્રે હામ ભીડેલ યુવાનની વિકાસ વાત અનેક વ્યવસાયોમાં તે રોજગારી મેળવવાની પાત્રતા મેળવે છે. (વિશેષ અહેવાલ- અશ્વિન પટેલ, માહિતી બ્યુરો જૂનાગઢ, ક્રિષ્ના/અશ્વિન)

Vastu Dairy & Bakery Products Suratni Lokasevama 04
Vastu Dairy & Bakery Products Suratni Lokasevama 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More