- Advertisement -

વૈશ્વિકકક્ષાની પ્રથમ વાર્ષિક વન હેલ્થ પૌલ્ટ્રી હબ પરિષદ અમદાવાદ ખાતે યોજાશે

આગામી તા. ૧૦થી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર આ પરિષદમાં ભારત સહિત ૮ દેશોના પશુ તબીબો-વૈજ્ઞાનિકો અને તજજ્ઞો ભાગ લેશે. વૈશ્વિકકક્ષાની પ્રથમ વાર્ષિક ‘વન હેલ્થ પૌલ્ટ્રી હબ’ પરિષદ આગામી તા. ૧૦થી ૧૪ ફેબ્રુઆરી-૨૦૨૦ દરમિયાન મેરિયોટ હોટલ, અમદાવાદ ખાતે યોજાશે. ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર અને આણંદ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ પરિષદનું ઉદઘાટન ગુજરાતના મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ દ્વારા કરવામાં આવશે.

Vasvik Kaksani Pratham Varshik One Health Poultry Hub Parishad Amadavada Khate Yojase 01

- Advertisement -

- Advertisement -

49

Get real time updates directly on you device, subscribe now.

અમદાવાદ ખાતે વૈશ્વિકકક્ષાની પ્રથમ વાર્ષિક ‘વન હેલ્થ પૌલ્ટ્રી હબ’ પરિષદ યોજાશે

આગામી તા. ૧૦થી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર આ પરિષદમાં ભારત સહિત ૮ દેશોના પશુ તબીબો-વૈજ્ઞાનિકો અને તજજ્ઞો ભાગ લેશે. વૈશ્વિકકક્ષાની પ્રથમ વાર્ષિક ‘વન હેલ્થ પૌલ્ટ્રી હબ’ પરિષદ આગામી તા. ૧૦થી ૧૪ ફેબ્રુઆરી-૨૦૨૦ દરમિયાન મેરિયોટ હોટલ, અમદાવાદ ખાતે યોજાશે. ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર અને આણંદ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ પરિષદનું ઉદઘાટન ગુજરાતના મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ દ્વારા કરવામાં આવશે.

Vasvik Kaksani Pratham Varshik One Health Poultry Hub Parishad Amadavada Khate Yojase 01
Vasvik Kaksani Pratham Varshik One Health Poultry Hub Parishad Amadavada Khate Yojase 01

UKRI દ્વારા નાણાકીય સહાયથી કાર્યરત GCRF One Health Poultry Hubની આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભારત, ઈંગ્લેન્ડ, વિયેતનામ, બાંગ્લાદેશ, શ્રીલંકા, બેલ્જિયમ, સિંગાપોર સહિત વિવિધ ૮ દેશના તબીબો-વૈજ્ઞાનિક, પ્રયોગશાળાઓ ક્લિનિક, તજજ્ઞો તેમજ વ્યવસાયિકો ભાગ લેશે. જેનો મુખ્ય ઉદ્દેશ પૌલ્ટ્રી વેલ્યુ ચેનમાં એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (એએમઆર)ના વ્યાપનું મૂલ્યાંકન કરવું અને તે માટે શમન વ્યુહરચનાઓ અને નીતિગત માળખાકીય વિકાસ કરવાનો છે. આ યોજનાનો ઉદ્દેશ્ય અને તારણો સંયુક્ત રાષ્ટ્રના સ્થિર વિકાસના લક્ષ્યો સાથે બહુ સામ્ય ધરાવે છે.

Vasvik Kaksani Pratham Varshik One Health Poultry Hub Parishad Amadavada Khate Yojase 02
Vasvik Kaksani Pratham Varshik One Health Poultry Hub Parishad Amadavada Khate Yojase 02

સ્થાનિક, પ્રાદેશિક અને વૈશ્વિક ભાગીદારોના મજબૂત નેટવર્ક સાથે યોજનાના નેટવર્કથી પ્રાપ્ત થયેલા પુરાવા સ્થાનિક અને વૈશ્વિક સ્તરે ખાસ કરીને એન્ટિમાઇક્રોબાયલ પ્રતિકારના જોખમ ઘટાડવાની વ્યૂહરચના અને નીતિગત માળખાના વિકાસ માટે ખૂબ ઉપયોગી નીવડશે. આ પાંચ દિવસીય પરિષદમાં ડૉ. કે. એસ. પ્રજાપતિ, શ્રી નીતિશ દેનાથ, શ્રી રોબિન એલ્ડર્સ, શ્રી ડર્ક ફીફર, શ્રી મેથ્યુ બાયલિસ, શ્રી ગુલલેમ ફોર્ની, શ્રી મનીષ કક્કર અને શ્રી એશ બાનાયાર્ડ વિવિધ વિષયો પર વ્યાખ્યાનો આપશે. જેમાં હાલમાં ચાલી રહેલા કાર્ય અને ભાવિ આયોજનની ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે.

Related Posts
1 of 484
Vasvik Kaksani Pratham Varshik One Health Poultry Hub Parishad Amadavada Khate Yojase 03
Vasvik Kaksani Pratham Varshik One Health Poultry Hub Parishad Amadavada Khate Yojase 03

આ પરિષદ અગાઉ એક્ઝિક્યુટિવ બોર્ડ અને બાહ્ય સલાહકાર બોર્ડની પોલ્ટ્રી હબની બેઠક યુકેના ચીફ વેટરનરી ઓફિસર, પ્રોફેસર ક્રિસ્ટીન મિડલમિસની અધ્યક્ષતામાં તારીખ ૯ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ યોજાશે. આ ઉદઘાટન સમારોહમાં બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર શ્રી પીટર કૂક, યુકેના ચીફ વેટરનરી ઓફિસર પ્રો. ક્રિસ્ટીન મિડલમિસ, ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ શ્રી હરિત શુક્લા તેમજ પશુપાલન વિભાગના સચિવ શ્રી મનીષ ભારદ્વાજ ખાસ ઉપસ્થિત રહેશે.

Vasvik Kaksani Pratham Varshik One Health Poultry Hub Parishad Amadavada Khate Yojase 04
Vasvik Kaksani Pratham Varshik One Health Poultry Hub Parishad Amadavada Khate Yojase 04

અત્રે ઉલ્લેખનીય છે કે, GCRF One Health Poultry Hub એ UKRI દ્વારા વર્ષ-૨૦૧૯માં શરૂ કરાયેલા ૧૨ GCRF હબ્સમાંનું એક છે. આ હબનું નેતૃત્વ લંડન સ્થિત રોયલ વેટરનરી કોલેજ અને ૮ જુદા જુદા દેશોની ર૯ સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. ગુજરાતમાં આ પ્રોજેક્ટ રાજ્ય સરકારના ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર અને આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે કાર્યરત છે તેમ, ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરના નિયામકની યાદીમાં જણાવાયું છે. (જનકદેસાઇ/ભરતગાંગાણી/જિતેન્દ્રરામી)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More