વેરાવળ ખાતે આંતરરાષ્ટ્રીય બાળ દિવસની ઉજવણી
વેરાવળ તા.૨૦, ગીર સોમનાથ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્રારા કે.કે.મોરી સ્કુલ વેરાવળ ખાતે આંતરરાષ્ટ્રીય બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બાળ દિવસની ઉજવણીના ભાગરૂપે કે.કે.મોરી સ્કુલ ખાતેથી મામલતદારશ્રી દેવકુમાર આંબલીયાએ બાળકોની રેલીનું પ્રસ્થાન કરાવી જાહેર માર્ગો પરથી પસાર થઈ મણીબેન કોટક હાઈસ્કુલ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું.


મામલતદારશ્રી આંબલીયાએ વિધાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બાળ દિન એ બાળકો માટેનો આનંદનો દિવસ છે. બાળક દેશનું ભાવિ છે. બાળકો તેમના જીવનમાં રમતની સાથો સાથ શિક્ષણ મેળવી રહ્યા છે. આજનું બાળક એ આપણા દેશનું આવતીકાલનું ભાવિ છે. આ પ્રસંગે શહેર મામલતદારશ્રી ચાંદેગરા, સમાજ સુરક્ષા અધિકારીશ્રી એચ.આર.મૈર્યા, બાળ સુરક્ષા અધિકારીશ્રી પ્રિયંકાબેન પરમાર, શાળાના આચાર્યશ્રી ઈંદુબેન તેમજ મોટીસંખ્યામાં શાળાના વિધાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.