- Advertisement -

વેરાવળ ખાતે જિલ્લાકક્ષાની વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી

દિવ્યાંગ લાભાર્થીઓને સાધન-સહાય, લગ્ન સહાયની ચુકવણી

વિશ્ર્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કલેકટરશ્રી અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને પ્રાંત કચેરીના સભાખંડમા વેરાવળ ખાતે કરવામાં આવી હતી. સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત સરકાર અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ગીર સોમનાથ દ્રારા આયોજીત જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે દિવ્યાંગ લાભાર્થીઓને સાધન સહાય, લગ્ન સહાય અને વિશેષ સિધ્ધી મેળવનાર દિવ્યાંગોને પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.

Veraval Khate Jilla Kaksa Ni Visva Divyang, Divas Ni Ujavani 01

- Advertisement -

- Advertisement -

233

Get real time updates directly on you device, subscribe now.

વેરાવળ ખાતે જિલ્લાકક્ષાની વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી

વિશ્ર્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કલેકટરશ્રી અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને પ્રાંત કચેરીના સભાખંડમા વેરાવળ ખાતે કરવામાં આવી હતી. સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત સરકાર અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ગીર સોમનાથ દ્રારા આયોજીત જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે દિવ્યાંગ લાભાર્થીઓને સાધન સહાય, લગ્ન સહાય અને વિશેષ સિધ્ધી મેળવનાર દિવ્યાંગોને પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.

  • વેરાવળ ખાતે જિલ્લાકક્ષાની વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી
  • દિવ્યાંગ લાભાર્થીઓને સાધન-સહાય, લગ્ન સહાયની ચુકવણી
  • વિશેષ સિધ્ધી મેળવનાર દિવ્યાંગોને પ્રમાણપત્ર-મોમેન્ટો આપી સન્માન કરાયું
Related Posts
1 of 398
Veraval Khate Jilla Kaksa Ni Visva Divyang, Divas Ni Ujavani 01
Veraval Khate Jilla Kaksa Ni Visva Divyang, Divas Ni Ujavani 01

આ પ્રસંગે કલેકટરશ્રીએ દિવ્યાંગોને વિશ્ર્વ દિવ્યાંગ દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્રારા દિવ્યાંગો માટે અનેકવિધ યોજનાઓ કાર્યરત છે. જેનો વધુમાં વધુ લાભ લઈ દિવ્યાંગોએ તેમની પ્રગતિ કરવી જોઈએ. આમ વ્યક્તિની જેમ જ દિવ્યાંગોને સમાજમાં મહત્વ આપવામાં આવે છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવરે કહ્યું હતું કે, દિવ્યાંગ લોકોમા કોઈ ખાસ પ્રકારની વિશેષ સિધ્ધી છુપાયેલી હોય છે, તેને માત્ર વિકસાવવાની જરૂરીયાત છે.

Veraval Khate Jilla Kaksa Ni Visva Divyang, Divas Ni Ujavani 02
Veraval Khate Jilla Kaksa Ni Visva Divyang, Divas Ni Ujavani 02
Also You like to read
1 of 209

નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઈલાબેન ગોહિલે તેમનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, દિવ્યાંગોએ સંપુર્ણપણે સરકાર પર નિર્ભર ન રહેવું જોઈએ. આજે ઘણા બધા ક્ષેત્રોમાં દિવ્યાંગોએ સિધ્ધી મેળવી પ્રેરણાસ્ત્રોત બન્યા છે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એચ.આર.મૌર્યએ સ્વાગત પ્રવચન કરતા કહ્યું હતું કે, ૩ જી ડિસેમ્બરને વિશ્ર્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે આજે આ દિવસની ઉજવણી કરી દિવ્યાંગોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Veraval Khate Jilla Kaksa Ni Visva Divyang, Divas Ni Ujavani 03
Veraval Khate Jilla Kaksa Ni Visva Divyang, Divas Ni Ujavani 03

આ પ્રસંગે દિવ્યાંગ દંપતિ જયંતીભાઈ વાઘ અને કાન્તાબેનને રૂા.૧ લાખ, જશુબેન વાળાને રૂા.૫૦ હજાર, કાજલબેન પરમારને રૂા.૫૦ હજાર અને નીશાબેન બારડને રૂા.૫૦ હજારનો દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો ચેક મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયો હતો. દિવ્યાંગ સાધન સહાયમાં અરજનભાઈ ચુડાસમાને સિલાઈ મશીન, મેવાડા ભરતભાઈને સિલાઈ મશીન, બાબુભાઈ રાઠોડને સાઈકલ અને રજાકભાઈ મુસાણીને સાઈકલ રીપેરીંગ કીટ આપવામાં આવી હતી. સંત સુરદાસ યોજનાના લાભાર્થી હમીરભાઈ રામ, કિત્રાભાઈ સોલંકી અને પ્રિયંકાબેન વાળાને દિવ્યાંગ પેન્શન મંજુરી હુકમ પત્રો અર્પણ કરાયા હતા.

Veraval Khate Jilla Kaksa Ni Visva Divyang, Divas Ni Ujavani 04
Veraval Khate Jilla Kaksa Ni Visva Divyang, Divas Ni Ujavani 04

દિવ્યાંગ ક્ષેત્રે કામગીરી કરતી સ્વેચ્છિક સંસ્થાના આરીફ ચાવડા, એકતાબેન જાદવ, જગદિશભાઈ વાઘેલા, દિવ્યાંગ કલ્યાણકારી યોજનાની શ્રેષ્ઠ કામગીરી કરનાર મુકેશકુમાર રાઠોડ, ચિરાગભાઈ પરમાર, ચક્રફેકમાં ગોવિંદભાઈ વાણવી, તબલાક્ષેત્રે સારો દેખાવ કરનાર દિવ્યાંગ પિંકલ ડોડીયા, ભાલાફેકમાં અરજણ બાંભણીયા, ગોળાફેકમાં કાનાભાઈ બાંભણીયા, ૪૦૦ મીટર દોડમાં રીધ્ધીબેન વાળા, ગોળાફેંકમાં જોસનાબેન જાદવ અને મનો દિવ્યાંગ ચાહના સંચાણીયાએ ગીત પર નૃત્ય રજુ કરતા મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નાયબ કલેકટરશ્રી નીતીન સાંગવાન, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી પ્રિયંકાબેન પરમાર, સામાજીક ન્યાય સમિતીના ચેરમેનશ્રી કિરણબેન સોસા સહિત મોટી સંખ્યામાં જિલ્લાભર માંથી દિવ્યાંગો સહભાગી થયા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રોટેકશન ઓફિસર એમ.એ.ગૌસ્વામીએ કર્યું હતું.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More