- Advertisement -

વિભાવરીબેન દવેના હસ્તે આંગણવાડી કાર્યકરોને સ્માર્ટફોનનું વિતરણ

રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેના હસ્તે જિલ્લાના ૧૯૦૭ આંગણવાડી કાર્યકરોને સ્માર્ટ મોબાઈલ ફોનનું વિતરણ કરવામાં આવ્યું

ભાવનગર, તા.06 ભાવનગર શહેરના યશવંતરાય નાટયગૃહ ખાતે રાજ્યકક્ષાના મહિલા અને બાળ કલ્યાણ તથા શિક્ષણ મંત્રી સુશ્રી વિભાવરીબેન દવેની પ્રેરક ઉપસ્થિતિમાં ‘સ્માર્ટ આંગણવાડી કાર્યકર’ સ્માર્ટ મોબાઈલ ફોન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમા ભાવનગર જિલ્લાના ૧૯૦૭ આંગણવાડી કાર્યકર બહેનો તેમજ ૭૬ સુપરવાઈઝરોને રૂપિયા ૧.૫૪ કરોડના ખર્ચે રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેના હસ્તે ICDS – CAS ટેકનોલોજીથી સજ્જ સ્માર્ટ મોબાઈલ ફોન એનાયત કરવામાં આવ્યા હતા.

Vibhavariben Dave Na Haste Anganavadi Karyakaro Ne Smartaphon Nu Vitaran 02

- Advertisement -

- Advertisement -

395

Get real time updates directly on you device, subscribe now.

વિભાવરીબેન દવેના હસ્તે આંગણવાડી કાર્યકરોને સ્માર્ટફોનનું વિતરણ

ભાવનગર, તા.06 ભાવનગર શહેરના યશવંતરાય નાટયગૃહ ખાતે રાજ્યકક્ષાના મહિલા અને બાળ કલ્યાણ તથા શિક્ષણ મંત્રી સુશ્રી વિભાવરીબેન દવેની પ્રેરક ઉપસ્થિતિમાં ‘સ્માર્ટ આંગણવાડી કાર્યકર’ સ્માર્ટ મોબાઈલ ફોન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમા ભાવનગર જિલ્લાના ૧૯૦૭ આંગણવાડી કાર્યકર બહેનો તેમજ ૭૬ સુપરવાઈઝરોને રૂપિયા ૧.૫૪ કરોડના ખર્ચે રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેના હસ્તે ICDS – CAS ટેકનોલોજીથી સજ્જ સ્માર્ટ મોબાઈલ ફોન એનાયત કરવામાં આવ્યા હતા.

  • રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેના હસ્તે જિલ્લાના ૧૯૦૭ આંગણવાડી કાર્યકરોને સ્માર્ટ મોબાઈલ ફોનનું વિતરણ કરવામાં આવ્યું
  • દસ જેટલા સરકારી રજીસ્ટરોનો સ્માર્ટફોનમાં સમાવેશ કરાયો જેથી આંગણવાડી બહેનોનો સમય બચશે અને બચેલો સમય સશક્ત સમાજનું નિર્માણ કરવામાં ઉપયોગી થશે – રાજ્યમંત્રીશ્રી
Vibhavariben Dave Na Haste Anganavadi Karyakaro Ne Smartaphon Nu Vitaran 02
Vibhavariben Dave Na Haste Anganavadi Karyakaro Ne Smartaphon Nu Vitaran 02

આ પ્રસંગે રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે આ સ્માર્ટ મોબાઈલ ફોનમાં ૧૦ જેટલા સરકારી રજીસ્ટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી પેપર વર્કની મહેનતમાંથી આંગણવાડી કાર્યકરોને મુક્તિ મળશે અને સમયનો બચાવ થશે.  એ બચેલો સમય કુપોષિત બાળકો, સગર્ભા મહિલાઓ તેમજ ધાત્રી માતાઓની સેવામાં કામ લાગશે અને સુપોષિત સમાજનું નિર્માણ કરવામાં મદદરૂપ થશે.વધુમાં મંત્રીશ્રીએ ઉપસ્થિત સૌને ગુજરાત રાજ્યની તુલનામાં ભાવનગર જિલ્લાની પોષણ અંગેની સ્થિતિ વિશે જાણકારી આપી હતી અને સૌના સહિયારા પ્રયાસ દ્વારા જિલ્લામાંથી કુપોષણને નાબૂદ કરવા અપીલ કરી હતી.

Vibhavariben Dave Na Haste Anganavadi Karyakaro Ne Smartaphon Nu Vitaran 01
Vibhavariben Dave Na Haste Anganavadi Karyakaro Ne Smartaphon Nu Vitaran 01
Related Posts
1 of 481

વધુમાં મંત્રીશ્રીએ આંગણવાડી કાર્યકરોને માતા યશોદા તરીકે સંબોધતા જણાવ્યું હતુ કે બાળકો ,સગર્ભા બહેનો તેમજ ધાત્રીમાતાઓને પોષણ પુરૂ પાડવાનું કામ માત્ર આંગણવાડી બહેનો જ કરી શકે છે.એક માતા પોતાના બાળકને જે વિશ્વાસ સાથે તમને સોંપે છે એ વિશ્વાસનું જતન આપ સૌએ કરવું રહ્યુ. આંગણવાડીમાં આવેલું બાળક સુપોષિત બનશે તો આગળ જતાં દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી જેવા શ્રેષ્ઠ કાર્યો કરવા સક્ષમ બનશે.

Vibhavariben Dave Na Haste Anganavadi Karyakaro Ne Smartaphon Nu Vitaran 03
Vibhavariben Dave Na Haste Anganavadi Karyakaro Ne Smartaphon Nu Vitaran 03

આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે ૨૧મી સદી એ ટેકનોલોજીની સદી છે. આંગણવાડી બહેનોને સ્માર્ટ મોબાઈલ ફોન વિતરણ એ સરકારશ્રીનું દેશ નું બાળપણ તેમજ સ્વાસ્થ્ય લક્ષી સેવાઓ સુદઢ બનાવવા માટેનું આવકારદાયક પગલું છે. આ પ્રસંગે આંગણવાડી બહેનો દ્વારા સ્માર્ટફોનના વિવિધ ફાયદાઓ અને પોષણ અંગેની વિવિધ યોજનાઓ રજુ કરતું રંગલા રંગલી નું રસપ્રદ નાટક રજુ કરવામાં આવ્યું હતું. જેને ઉપસ્થિત સૌ કોઈએ મન ભરીને માણ્યુ હતું અને સૌએ પોષણ માસ તેમજ સ્વચ્છતા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા.

કાર્યક્રમને અંતે રાજ્યમંત્રીશ્રી, સાંસદશ્રી તેમજ ઉપસ્થિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ દ્વારા વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર તેમજ ન્યુ બોર્ન બેબી કીટ અર્પણ કરાઇ હતી. કાર્યક્રમની આભારવિધિ પ્રોગ્રામ ઓફિસરશ્રી સાવિત્રીબેન દ્વારા કરવામાં આવી હતી.

Vibhavariben Dave Na Haste Anganavadi Karyakaro Ne Smartaphon Nu Vitaran 04
Vibhavariben Dave Na Haste Anganavadi Karyakaro Ne Smartaphon Nu Vitaran 04

આ પ્રસંગે ભાવનગર મહાનગરપાલિકાના મેયરશ્રી મનહરભાઈ મોરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી  યુવરાજસિંહ ગોહિલ, કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલ, મહાનગર પાલિકાના નાયબ કમિશનર શ્રી એન.ડી.ગોવાણી, તેમજ જિલ્લા તથા શહેરના પદાધિકારીઓ તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. (વિરેન્દ્રસિંહ પરમાર/ હિતેન)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More