- Advertisement -

વિદ્યાર્થીઓને ડીજીટલ ટેકનોલોજી-ઇનોવેશન ક્ષેત્રે આગળ વધવા શિક્ષણમંત્રીનું આહ્વાન

ભુજમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે નમો ઇ-ટેબ્લેટનું યુવા છાત્રોને કરાયું વિતરણ

વિદ્યાર્થી મિત્રોને હવે ગ્લોબલ કોમ્પીટીશન કરવાની છે. વિશ્વના વિદ્યાર્થીઓ સાથે આંખથી આંખ મિલાવીને વાત કરવા માટે હવે આધુનિક ડીજીટલ ટેકનોલોજીના યુગમાં ડીજીટલ ટેકનોલોજી સાથે ઇનોવેશન ક્ષેત્રે આગળ વધવા સિવાય છૂટકો જ નથી, એમ ભુજ ખાતે કચ્છ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને નમો ઇ-ટેબ્લેટ વિતરણ સમારોહને સંબોધતાં રાજયના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ યુવા વિદ્યાર્થીઓને આહ્વાન કરતાં જણાવ્યું હતું.

Vidyarthio Ne Digital Technology Innovation Kshetre Agal Vadhava Shikshan Mantri Nu Ahvan 01

- Advertisement -

- Advertisement -

224

Get real time updates directly on you device, subscribe now.

વિદ્યાર્થીઓને ડીજીટલ ટેકનોલોજી-ઇનોવેશન ક્ષેત્રે આગળ વધવા શિક્ષણમંત્રીનું આહ્વાન

  • વિદ્યાર્થીઓને ડીજીટલ ટેકનોલોજી-ઇનોવેશન ક્ષેત્રે આગળ વધવા શિક્ષણમંત્રીશ્રી ચુડાસમાનું આહ્વાન
  • ભુજમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે નમો ઇ-ટેબ્લેટનું યુવા છાત્રોને કરાયું વિતરણ

વિદ્યાર્થી મિત્રોને હવે ગ્લોબલ કોમ્પીટીશન કરવાની છે. વિશ્વના વિદ્યાર્થીઓ સાથે આંખથી આંખ મિલાવીને વાત કરવા માટે હવે આધુનિક ડીજીટલ ટેકનોલોજીના યુગમાં ડીજીટલ ટેકનોલોજી સાથે ઇનોવેશન ક્ષેત્રે આગળ વધવા સિવાય છૂટકો જ નથી, એમ ભુજ ખાતે કચ્છ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને નમો ઇ-ટેબ્લેટ વિતરણ સમારોહને સંબોધતાં રાજયના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ યુવા વિદ્યાર્થીઓને આહ્વાન કરતાં જણાવ્યું હતું.

આજે ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે ૨૦૧૯નાં કોલેજના પ્રથમ વર્ષના રજિસ્ટ્રેશન કરાવનારા ૫૫૫૫ વિદ્યાર્થીઓને નમો ઇ-ટેબ્લેટ્સનું વિતરણ સમારોહ શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના  અધ્યક્ષપદે યોજાયો હતો, જેમાં કચ્છ યુનિવર્સિટીના વિવિધ ડીપાર્ટમેન્ટ દ્વારા કરાયેલ સંશોધનાત્મક કામગીરી કરનારાઓનું શિક્ષણમંત્રીશ્રીના હસ્તે સન્માનપત્ર આપી બહુમાન કરાયું હતું.

Vidyarthio Ne Digital Technology Innovation Kshetre Agal Vadhava Shikshan Mantri Nu Ahvan 01
Vidyarthio Ne Digital Technology Innovation Kshetre Agal Vadhava Shikshan Mantri Nu Ahvan 01

શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, ઇનોવેશન, રીસર્ચના ક્ષેત્રમાં આપણે પાછળ છીએ. માનવ જીવનને ઉપયોગી નવાં-નવાં સંશોધન થાય તો લોકોને રાહત મળે. યુવાન વયે ફાલતું મુદ્દે યુવાની વેડફાઇ જાય તો જીંદગીમાં પસ્તાવાનું રહે. શિક્ષણના સંકલ્પ અને ધીરજથી હવેની યુવા પેઢીને માત્રને માત્ર ગુણવત્તા, હરિફાઇ, મેરીટ ઉપર આધાર રાખવાનો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્ટાર્ટ અપ, સ્ટેન્ડ અપ, ડીજીટલ ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયા, ન્યુ ઇન્ડિયા આ બધુ કર્યું છે એનાં આધારમાં ટેકનોલોજી છે, તેને અપનાવી કમિટમેન્ટ  અને ઇન્વોલ્વમેન્ટ સાથે કામ કરવા તેમણે વિદ્યાર્થીઓને શીખ આપી હતી.

Related Posts
1 of 442
Vidyarthio Ne Digital Technology Innovation Kshetre Agal Vadhava Shikshan Mantri Nu Ahvan 02
Vidyarthio Ne Digital Technology Innovation Kshetre Agal Vadhava Shikshan Mantri Nu Ahvan 02

આજે દેશની ૬૫ ટકા વસતિની સરેરાશ ૩૫ વર્ષની ઉંમરને ધ્યાનમાં રાખીને નરેન્દ્રભાઈ મોદીએ યુવાનોને આધુનિક ટેકનોલોજી સાથે વિશ્વની યુવાશક્તિ સાથે કદમ મિલાવવા અને સ્પર્ધામાં સક્ષમ બનાવવાની દિશામાં રાહ ચિંધીને વિદ્યાર્થીઓને રાજય સરકાર દ્વારા અત્યાર સુધીમાં રૂ.૧૦૦૦/-ના ટોકન દરે છ લાખ ટેબ્લેટ ઉપલબ્ધ કરાવાયાં છે.

Vidyarthio Ne Digital Technology Innovation Kshetre Agal Vadhava Shikshan Mantri Nu Ahvan 03
Vidyarthio Ne Digital Technology Innovation Kshetre Agal Vadhava Shikshan Mantri Nu Ahvan 03

આ પ્રસંગે શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે પ્લાસ્ટિક વેસ્ટ અને ફલાયએશ મિશ્રિત બ્રીકસ બનાવવા માટે બાઇન્ડરના ઇન્વેન્શન બદલ રસાયણ શાસ્ત્ર ભવનનાં શ્રી મૃગેશ ત્રિવેદી, ખારેકને ડ્રાયફ્રુટમાં કન્વર્ટ કરવાના ઇનોવેટીવ પ્રયોગ બદલ ડો. વિજય રામ અને આરતીબેનને તથા કચ્છની લોક સંસ્કૃતિ ખાસ કરીને વાગડ વિસ્તારનો પ્રોજેકટ મૂકવા બદલ ગુજરાતી ભવનના ભાવેશભાઇ જેઠવાને અને ઇંગ્લીશ ડીપાર્ટમેન્ટના વિદ્યાર્થી હેતલભાઈ અને ગાઇડ કાશ્મિરાબેન તેમજ કેમેસ્ટ્રી  વિભાગના શ્રી ચિરાગભાઈ પટેલને સંશોધાત્મક કાર્ય બદલ સન્માનિત કરાયાં હતા.

Vidyarthio Ne Digital Technology Innovation Kshetre Agal Vadhava Shikshan Mantri Nu Ahvan 04
Vidyarthio Ne Digital Technology Innovation Kshetre Agal Vadhava Shikshan Mantri Nu Ahvan 04

કાર્યક્રમનાં પ્રારંભે કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દર્શનાબેન ધોળકીયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. આ પ્રસંગે કચ્છ-મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢા ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, ભુજ નગરપાલિકાના અધ્યક્ષા લતાબેન સોલંકી, ઇસી મેમ્બર પ્રવીણભાઈ પીંડોરિયા, કુલસચિવ ડો. તેજલ શેઠ, ડો.બક્ષી, પ્રો. હિરાણી, વિવિધ ડીપાર્ટમેન્ટના વડાઓ વગેરે સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. (વીએભટ્ટ/સીદીક કેવર)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More