વિજાપુરમાં મગફળી ખરીદીની શરૂઆત

જિલ્લા કલેકટર અને ધારાસભ્ય વિજાપુરની ઉપસ્થિતિમાં મગફળી ખરીદીની શરૂઆત

મહેસાણા જિલ્લા કલેકટર એચ.કે.પટેલ અને વિજાપુર ધારાસભ્ય રમણલાલ પટેલની ઉપસ્થિતિમાં વિજાપુર તમાકુ માર્કેટ યાર્ડ ખાતે આજથી લઘુત્તમ ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત કરાઇ છે. જે પ્રસંગે ઉપસ્થિત જિલ્લા કલેકટરશ્રી એચ.કે.પટેલે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં ૧૪૫ જેટલા સ્થળોએ અને જિલ્લામાં ત્રણ સ્થળોએ મગફળી ખરીદીની શરૂઆત કરાઇ છે.રાજ્ય સરકાર દ્વારા નિર્ધારીત થયેલ એસ.ઓ.પી મુજબ માર્ગદર્શિકા પ્રમાણે ખરીદી થવાની છે.જિલ્લામાં રજિસ્ટ્રેશન થયેલ ખેડુતોને મુશ્કેલી ના પડે તે માટે એસ.એમ.એસના માધ્યમથી વેચાણ માટે જાણ કરાઇ રહી છે.

Vijapura Ma Magfali Kharidi Ni Saruata 02
245

Get real time updates directly on you device, subscribe now.

  • જિલ્લા કલેકટર અને ધારાસભ્ય વિજાપુરની ઉપસ્થિતિમાં મગફળી ખરીદીની શરૂઆત
  • રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી મગફળી ખેડુતો પાસેથી ખરીદીનો પ્રારંભ કરાયો
  • વિજાપુર,ખેરાલુ અને સતલાસણા ખાતે મગફળીની ખરીદી કરાશે
Related Posts
1 of 367
Vijapura Ma Magfali Kharidi Ni Saruata 01
Vijapura Ma Magfali Kharidi Ni Saruata 01
Also You like to read
1 of 179

રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૧૯-૨૦ અંતર્ગત ટેકાના ભાવે રૂ.૫૦૯૦ પ્રતિ ક્વિટલ રૂ.૧૦૧૮ પ્રતિ મણ મુજબ જિલ્લાના એ.પી.એમ.સી ખરીદ કેન્દ્રો વિજાપુર,ખેરાલુ અને સતલાસણા ખાતે મગફળીની ખરીદીની શરૂઆત થઇ છે

Vijapura Ma Magfali Kharidi Ni Saruata 02
Vijapura Ma Magfali Kharidi Ni Saruata 02

તારીખ ૦૧-૧૧-૨૦૧૯ થી ૯૦ દિવસ તારીખ ૩૧-૦૧-૨૦૨૦ સુધીમાં ખરીદી થનાર છે. રાજ્ય સરકારશ્રી દ્વારા ધારા-ધોરણ મુજબ સાફ સફાઇ કરીને મહત્તમ ૨૫૦૦ કિલોની મર્યાદામાં જેતે ખરીદ કેન્દ્રો ખાતે ખેડુતને મળેલ મેસેજમાં જણાવેલ તારીખ અને સમયે માલ વાહનમાં ખુલ્લો રાખવાનો રહેશે.ખેડુતોએ લાવેલ મગફળીના જથ્થામાંથી ચકાસણી માટે લીધેલ સેમ્પલમાં ૬૫ ટકાનો ઉતારો હોવો જરૂરી છે.વિદેશી અશુધ્ધિઓ ૦૨ ટકાની મર્યાદામાં તથા તૂટેલા અથવા ચીમળાયેલા દાણા ૦૨ ટકાની મર્યાદામાં હોવા જરૂરી છે.અન્ય પ્રકારના મિશ્રણ દાણા ૪ ટકાની મર્યાદામાં તેમજ ચીમળાયેલા દાણા તેમજ અપરીપક્વ દાણા ૦૪ ટકાની મર્યાદામાં રહેશે. જીવાતથી કાણાં પડેલ દાણાંની સંખ્યા ૦૧ ટકાની મર્યાદામાં હોવી જરૂરી છે.આ ઉપરાંત મગફળીમાં ભેજનું પ્રમાણ મહત્તમ ૦૮ ટકા હોવું જરૂરી છે સહિતની વિવિધ તકનીકી માહિતી સ્થળ પર અપાઇ હતી.

Vijapura Ma Magfali Kharidi Ni Saruata 03
Vijapura Ma Magfali Kharidi Ni Saruata 03

મહેસાણા જિલ્લા કલેકટર એચ.કે.પટેલ દ્વારા મગફળીના વેચાણ કેન્દ્ર વિજાપુર તમાકુ માર્કેટ યાર્ડ ખાતે જાત નીરીક્ષણ કરી વિવિધ સુચનાઓ આપી હતી.ખરીદ કેન્દ્રો પર ખરીદ પ્રકિયા પારદર્શક રીતે થાય તે માટે વિડીયોગ્રાફી કરવામાં આવી રહી છે. મગફળી વેચાણ કેન્દ્ર નિરીક્ષણમાં ધારાસભ્યશ્રી રમણભાઇ પટેલ સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More