વિંઝુવાડા ખાતે સરકારી આયુર્વેદ હોસ્પિટલનું લોકાર્પણ

વિંઝુવાડા ખાતે સરકારી આયુર્વેદ હોસ્પિટલનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રીશ્રી

અમદાવાદ જિલ્લાનાં માંડલ ખાતે ગઇ કાલે અનેકવિધ વિકાસકામો સાથે સરકારી આયુર્વેદ હોસ્પિટલ, વિંઝુવાડાનું પણ લોકાર્પણ માનનીય નાયબ મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય શ્રી નીતિનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર આંતરિયાળ તાલુકામાં પણ સરકારની તમામ યોજનાઓનો લાભ આપવા પ્રય્તનશીલ છે, ત્યારે માંડલ તાલુકાને પણ વિકાસના લાભો મળી રહ્યા છે.

Mandal Taluka Ayurved Hospital 06
429

Get real time updates directly on you device, subscribe now.

વિંઝુવાડા ખાતે સરકારી આયુર્વેદ હોસ્પિટલનું લોકાર્પણ

અમદાવાદ જિલ્લાનાં માંડલ ખાતે ગઇ કાલે અનેકવિધ વિકાસકામો સાથે સરકારી આયુર્વેદ હોસ્પિટલ, વિંઝુવાડાનું પણ લોકાર્પણ માનનીય નાયબ મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય શ્રી નીતિનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર આંતરિયાળ તાલુકામાં પણ સરકારની તમામ યોજનાઓનો લાભ આપવા પ્રય્તનશીલ છે, ત્યારે માંડલ તાલુકાને પણ વિકાસના લાભો મળી રહ્યા છે.

Mandal Taluka Ayurved Hospital 01
Mandal Taluka Ayurved Hospital 01
Related Posts
1 of 358
  • વિંઝુવાડા ખાતે સરકારી આયુર્વેદ હોસ્પિટલનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રીશ્રી
  • છેવાડાના લોકો સુધી આરોગ્ય સુવિધા પહોચાડવાની સરકારની નેમ ‌- નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ
  • “આયુર્વેદ નિદાન ચિકિત્સા મેગા કેમ્પ” માં ૬૦૦ થી વધારે દર્દીઓએ લાભ લીધો.
Mandal Taluka Ayurved Hospital 02
Mandal Taluka Ayurved Hospital 02
Also You like to read
1 of 171

માંડલ તાલુકા અને આજુબાજુના વિસ્તાર માટે રાજ્ય સરકાર તરફથી માળખાગત સુવીધાઓ પૂરી પાડવામાં આવી છે. આ સાથે દરેક તાલુકાને પ્રગતિશીલ બનાવીને ખેડૂતો, યુવાનો અને સમાજ-જાગૃતિના લાભો લોકોને મળે તે પ્રયાસ પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, માંડલ તાલુકો હવે ઔદ્યોગિક બની ગયો છે. અહીં મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રિયલ કંપનીઓ આવી ગઇ છે. જેના કારણે મોટા પ્રમાણમાં રોજગારીની તકો ઊભી થઇ છે.

Mandal Taluka Ayurved Hospital 03
Mandal Taluka Ayurved Hospital 03

આ સાથે-સાથે રાજ્ય સરકાર દ્વારા પણ રોજગારીની તકો પૂરી પાડવામાં રહી છે. રાજ્ય સરકાર તમામ તાલુકાઓની માંગણી, લાગણી અને જરૂરિયાતોને પૂરી કરવાનું કામ કરી રહી છે. ખેડૂતોને લઇને માંડલ તાલુકામાં અનેક વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે. આ સરકાર ખેડૂતોની જાળવણી અને મદદ કરનારી સરકાર છે. આ સાથે આરોગ્યની યોજનાઓનો લાભ પણ માંડલ તાલુકાના લાભાર્થીઓને મળી રહ્યો છે.

Mandal Taluka Ayurved Hospital 04
Mandal Taluka Ayurved Hospital 04

આ પ્રસંગે યોજાયેલ “આયુર્વેદ નિદાન ચિકિત્સા મેગા કેમ્પ” માં ૬૦૦ થી વધારે દર્દીઓએ લાભ લીધો હતો. વિંઝુવાડાના ગ્રામ્ય પ્રજાજનોને હોસ્પિટલમાં વિનામૂલ્યે મળતી સારવારનો લાભ લેવા હોસ્પિટલના ઇન્ચાર્જ વૈધપંચકર્મ વૈદ્ય નીલેશ વૈદ્યે અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં સંસદ સભ્ય ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્યશ્રી વિરમગામ લાખાભાઈ ભરવાડ, માજી ધારાસભ્યશ્રી ડૉ. તેજશ્રીબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મહેશ બાબુ, નિયામકશ્રી આયુષ વૈદ્ય ભાવનાબેન પટેલ તથા મદદનીશ નિયામકશ્રી વૈદ્ય હેમંત જોષી ઉપસ્થિત રહ્યા હતા.

Mandal Taluka Ayurved Hospital 05
Mandal Taluka Ayurved Hospital 05

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More