- Advertisement -

વિશ્વ વિરાસત રાણીની વાવની મુલાકાત લેતા નવ જેટલા દેશોના રાજદૂતો

યુનેસ્કો સાથે છેલ્લા ત્રીસ વર્ષથી જોડાયેલા અને ઈન્ડોનેશિયન રાજદૂત શ્રી ફિલીપસ સારવોમે જણાવ્યું હતું કે, હજારો વર્ષ પહેલા રાજાની યાદમાં બનાવવામાં આવેલી રાણીની વાવ તે સમયના ગુજરાતના લોકોની કારીગરીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

વિશ્વ વિરાસત રાણીની વાવની મુલાકાત લેતા નવ જેટલા દેશોના રાજદૂતો, ગુજરાતના પ્રવાસન વિભાગ દ્વારા આયોજીત પતંગ મહોત્સવમાં પધારેલા વિવિધ દેશોના રાજદૂતો પૈકી નવ જેટલા રાજદૂતોએ પાટણ ખાતે આવેલી રાણીની વાવની મુલાકાત લીધી હતી. વિશ્વ વારસાની અદ્ભુત કલાકૃતિ જોઈ મહાનુભાવો અભિભૂત થયા હતા. યુનેસ્કો સાથે છેલ્લા ત્રીસ વર્ષથી જોડાયેલા અને ઈન્ડોનેશિયન રાજદૂત શ્રી ફિલીપસ સારવોમે જણાવ્યું હતું કે, હજારો વર્ષ પહેલા રાજાની યાદમાં બનાવવામાં આવેલી રાણીની વાવ તે સમયના ગુજરાતના લોકોની કારીગરીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

નવ જેટલા દેશોના રાજદૂતો પાટણ ખાતે વિશ્વ વિરાસત રાણીની વાવની મુલાકાત 01

- Advertisement -

- Advertisement -

94

Get real time updates directly on you device, subscribe now.

વિશ્વ વિરાસત રાણીની વાવની મુલાકાત લેતા નવ જેટલા દેશોના રાજદૂતો

નવ જેટલા દેશોના રાજદૂતો પાટણ ખાતે વિશ્વ વિરાસત રાણીની વાવની મુલાકાત 03
નવ જેટલા દેશોના રાજદૂતો પાટણ ખાતે વિશ્વ વિરાસત રાણીની વાવની મુલાકાત 03

એન્જીન્યરીંગ અને ધર્મના સમન્વય સમી રાણીની વાવ થકી વિશ્વ જોઈ રહ્યું છે કે ગુજરાતના લોકો કેટલા પ્રતિભાશાળી છે – ઈન્ડોનેશીયન રાજદૂત શ્રી ફિલીપસ સારવોમ

નવ જેટલા દેશોના રાજદૂતો પાટણ ખાતે વિશ્વ વિરાસત રાણીની વાવની મુલાકાત લઈ પ્રભાવિત થયા

નવ જેટલા દેશોના રાજદૂતો પાટણ ખાતે વિશ્વ વિરાસત રાણીની વાવની મુલાકાત 02
નવ જેટલા દેશોના રાજદૂતો પાટણ ખાતે વિશ્વ વિરાસત રાણીની વાવની મુલાકાત 02
Related Posts
1 of 443

ગુજરાતના પ્રવાસન વિભાગ દ્વારા આયોજીત પતંગ મહોત્સવમાં પધારેલા વિવિધ દેશોના રાજદૂતો પૈકી નવ જેટલા રાજદૂતોએ પાટણ ખાતે આવેલી રાણીની વાવની મુલાકાત લીધી હતી. વિશ્વ વારસાની અદ્ભુત કલાકૃતિ જોઈ મહાનુભાવો અભિભૂત થયા હતા.

યુનેસ્કો સાથે છેલ્લા ત્રીસ વર્ષથી જોડાયેલા અને ઈન્ડોનેશિયન રાજદૂત શ્રી ફિલીપસ સારવોમે જણાવ્યું હતું કે, હજારો વર્ષ પહેલા રાજાની યાદમાં બનાવવામાં આવેલી રાણીની વાવ તે સમયના ગુજરાતના લોકોની કારીગરીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. સાથે સાથે તે સમયના લોકોએ ઈજનેરી કળાનો જે રીતે ધર્મ સાથે સમન્વય કર્યો તે ખરેખર અદભુત છે. રાણીની વાવ થકી વિશ્વ જોઈ રહ્યું છે કે ગુજરાતના લોકો કેટલા પ્રતિભાશાળી છે. મારા અન્ય સાથી એમ્બેસેડર્સ સાથે આ વિશ્વ વારસાને હું જોઈ શક્યો તે મારા માટે સૌભાગ્યની વાત છે.

નવ જેટલા દેશોના રાજદૂતો પાટણ ખાતે વિશ્વ વિરાસત રાણીની વાવની મુલાકાત 01
નવ જેટલા દેશોના રાજદૂતો પાટણ ખાતે વિશ્વ વિરાસત રાણીની વાવની મુલાકાત 01

પાટણ ખાતે આવેલી અને શિલ્પકળાના બેનમુન સ્થાપત્ય સમી રાણકી વાવને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર ઘોષિત કરવામાં આવી છે. દેશ-વિદેશના સહેલાણીઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત રાણીની વાવની મુલાકાત લે છે ત્યારે અમદાવાદ ખાતે પ્રવાસન વિભાગ દ્વારા આયોજીત આતંરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૦માં પધારેલા વિવિધ દેશોના રાજદૂતો પૈકી ૦૯ દેશોના રાજદૂતોએ ભારતીય કળા અને સંસ્કૃતિના અમૂલ્ય વારસાની મુલાકાત લીધી હતી. ઈન્ડોનેશિયા, બુકરીના ફાસો, દરૂસલેમ, બ્રુનેઈ, મ્યાનમાર, ઝામ્બીઆ, લાઓસ, મલેશિયા અને કમ્બોડીયા દેશના રાજદૂતો રાણીની વાવમાં કંડારેલા શિલ્પો જોઈ અભિભૂત થયા હતા. પ્રવાસન વિભાગ દ્વારા ગાઈડની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમણે મહાનુભાવોને રાણીની વાવના ઈતિહાસ, નિર્માણ અને સ્થાપત્ય શૈલી સહિતની બાબતોથી અવગત કર્યા હતા. (માહિતી બ્યુરો, પાટણ)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More