- Advertisement -

વ્યારા ખાતે ઓર્ગેનિક ખેત ઉત્પાદનોનું વેચાણ શરૂ

વ્યારા ખાતે ઓર્ગેનિક ખેત ઉત્પાદનોનું વેચાણ શરૂ કરાયું : દર સોમવાર અને ગુરુવારે સેવા સદન પાસે વેચાણ કરાશે

તાપી જિલ્લાના ખેડૂતો દ્વારા ઉત્પાદિત ઓર્ગેનિક ઉત્પાદનો સીધા તેમના ખેતરેથી, ગ્રાહકોના રસોડા સુધી પહોચાડવાના ભાગરૂપે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા, દર સોમવારે અને ગુરુવારે વ્યારા સહિત આસપાસના પ્રજાજનોને શુદ્ધ અને સાત્વિક ખેત ઉત્પાદન મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Vyara Khate Orgenik Khet Utpadano Nu Vechan Sharu 02

- Advertisement -

- Advertisement -

97

Get real time updates directly on you device, subscribe now.

વ્યારા ખાતે ઓર્ગેનિક ખેત ઉત્પાદનોનું વેચાણ શરૂ કરાયું : દર સોમવાર અને ગુરુવારે સેવા સદન પાસે વેચાણ કરાશે

  • જિલ્લા કલેક્ટર સહિત જિલ્લા વિકાસ અધિકારીએ વેચાણ સ્ટોલની મુલાકાત લઈ
  • ખેડૂતોના ખેતરેથી સીધો ગ્રાહકોને ઓર્ગેનિક પ્રોડકટ પહોચાડવાના પ્રયાસને બિરદાવ્યો
Vyara Khate Orgenik Khet Utpadano Nu Vechan Sharu 01
Vyara Khate Orgenik Khet Utpadano Nu Vechan Sharu 01

તાપી જિલ્લાના ખેડૂતો દ્વારા ઉત્પાદિત ઓર્ગેનિક ઉત્પાદનો સીધા તેમના ખેતરેથી, ગ્રાહકોના રસોડા સુધી પહોચાડવાના ભાગરૂપે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા, દર સોમવારે અને ગુરુવારે વ્યારા સહિત આસપાસના પ્રજાજનોને શુદ્ધ અને સાત્વિક ખેત ઉત્પાદન મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Vyara Khate Orgenik Khet Utpadano Nu Vechan Sharu 02
Vyara Khate Orgenik Khet Utpadano Nu Vechan Sharu 02
Related Posts
1 of 484

સોમવારથી શરૂ કરાયેલા આ આયામની મુલાકાતે જિલ્લા કલેક્ટર શ્રી આર.જે.હાલાણી સહિત જિલ્લા વિકાસ અધિકારી નેહા સિંઘે વેચાણ કેન્દ્રોની જાત મુલાકાત લઈ, ખેડૂતોને સીધી બજાર વ્યવસ્થા મળવા સાથે, ગ્રાહકોને શુદ્ધ અને સાત્વિક ખેત ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવાના આ પ્રયાસને બિરદાવ્યો હતો.

Vyara Khate Orgenik Khet Utpadano Nu Vechan Sharu 03
Vyara Khate Orgenik Khet Utpadano Nu Vechan Sharu 03

જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી સતિષભાઇ ગામિતના જણાવ્યા અનુસાર દર સપ્તાહે સોમ અને ગુરુવારે સવારથી સાંજ સુધી, જિલ્લા સેવા સદન, પાનવાડીના મુખ્ય પ્રવેશ દ્વારા પાસે, ઓર્ગેનિક ખેત ઉત્પાદન કરતાં ખેડૂતો દ્વારા વિવિધ ખેત પેદાશોનું વેચાણ કરાશે. અહી મુખ્યત્વે એપલ બોર, બ્રોકલી, મશરૂમ, ફ્લાવર, કોબી,સરગવો, ભીંડા, ચોળી-ચોળા, ટીંડોળા, કારેલા,ગલકા, મરચાં જેવા શાકભાજી સાથે લાલ અને કાળા ચોખા, કેસર કેરીનો પાવડર, આયુર્વેદિક માલિશ તેલ જેવા ઉત્પાદનોનું વેચાણ શરૂ કરાયું છે. આ તમામ ઉત્પાદનો રસાયણિક ખાતરના ઉપયોગ વિના તૈયાર કરાયા છે, તેમ જણાવી આ બજારનો વધુમાં વધુ લોકોને લાભ લેવા પણ તેમણે અનુરોધ કર્યો છે.

Vyara Khate Orgenik Khet Utpadano Nu Vechan Sharu 04
Vyara Khate Orgenik Khet Utpadano Nu Vechan Sharu 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More