ક્યાંક તમારી વોટર બોટલ તો તમને બીમાર નથી બનાવી રહી ને?

3,513

Get real time updates directly on you device, subscribe now.

ક્યાંક તમારી વોટર બોટલ તો તમને બીમાર નથી બનાવી રહી ને?

એટલા માટે જ ધ્યાન રાખવું જોઈએ કે બોટલ ક્યા મટીરીયલથી બનેલી છે, પરંતુ તેને સાફ રાખવું અને દરરોજ તેને સેનેટાઈઝ કરવું પણ જરૂરી છે.

Also You like to read
1 of 30
Related Posts
1 of 361

વોટર બોટલનો પ્રયોગ આપણે બધા જ કરીએ છીએ. ઓફિસ હોય સ્કૂલ હોય કે ઘર હોય બોટલ ને આપણે અનેકવાર ઉપયોગમાં લેવા માટે કરીએ જ છીએ. પરંતુ શું તમે જાણો છો કે તમારી વોટર બોટલ તમને બીમાર બનાવવા માટે જવાબદાર બની શકે છે. જોકે એનો મતલબ એ પણ નથી કે જો તમે પ્લાસ્ટિકની બોટલ ઉપયોગ કરતા નથી તો તમે બીમાર નહીં પડો. સ્ટેનલેસ સ્ટીલ હોય કે પછી કાચની બોટલ બીમારી તો તમારા સુધી પહોંચી જ શકે છે.

water 03

એટલા માટે જરૂરી છે કે બોટલમાં હંમેશા ભેજ રહેલો હોય છે જે બેક્ટેરિયા ઉત્પન્ન થવા માટે એકદમ પરફેક્ટ જગ્યા છે. આ પ્રકારના બેક્ટેરિયાના કારણે તમને ઉલટી, જાડા(ડાયરિયા) પણ થઈ શકે છે. તમારી બોટલના ઢાંકણા અને જો તેમાં સ્ટ્રો લાગેલી હોય તો તેને દરરોજ સાફ કરવી ખૂબ જ જરૂરી છે. શક્ય હોય તો દરરોજ તમારી બોટલને કે બોટલ બ્રશ કે પછી સાદા બ્રશથી સાફ કરવી જોઈએ.
કેમકે તેમાં ઈ-કોલાઇ જેવા ખતરનાક બેક્ટેરિયા ઉત્પન્ન થઈ શકે છે. તેના કારણે તમને ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ અને ફૂડ પોઇઝનિંગ જેવી બિમારીઓ થઈ શકે છે. આ બધાથી બચવા માટે તમારે બોટલને ગરમ પાણીથી તેમજ બેક્ટેરિયા નાશ કરે તેવા સાબુ કેલિક્વિડથી સાફ કરવું જરૂરી છે.

લીક્વીડ ની જેમ જ જો તમે ઈચ્છો તો સાબુને પહેલા પાણીમાં ઓગાડી લો જ્યારે સાબુ પાણીમાં સંપૂર્ણ મિક્સ થઈ જાય અને લિક્વિડ જેવું જ બની જાય ત્યારે બ્રશથી ઘસી ઘસીને બોટલને સાફ કરો ત્યારબાદ તેને ગરમ પાણીથી અને સાદા અને ચોખ્ખા પાણીથી સારી રીતે ધોઈ લો, ગંદી બોટલના કારણે ટોન્સિલની પણ સમસ્યા અવારનવાર થઈ શકે છે. બોટલને ધોયા બાદ સ્વચ્છ નેપકીન કે પછી સ્વચ્છ કાપડથી જરૂર પૂછો કારણકે બેક્ટેરિયા ફરીથી ન જઈ શકે. તમે ઈચ્છો તો બોટલ ને સાફ કરવા માટે જૂની પદ્ધતિ મુજબ વિનેગાર નો પણ પ્રયોગ કરી શકો છો તેનાથી પણ બધા જ પ્રકારના વાઇરસ અને બેક્ટેરિયા દૂર થઈ જાય છે.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More