- Advertisement -

વર્ક આઉટ ઇંજરીથી સ્વયંમને બચાવો

- Advertisement -

- Advertisement -

6,721

Get real time updates directly on you device, subscribe now.

ફિટનેશ :- અચાનક વધારે અને એકી સાથે વજન ઉપાડવું પણ ઇંજરી માટેનું મોટું કારણ છે.

વર્ક આઉટ ઇંજરીથી સ્વયંમને બચાવો

Young-woman-warming-up-in-gym

 આપણે  ઘણીવાર જોઈએ છીએ કે લોકો જીમમાં વધારે ઉત્સાહિત થઈને વર્કઆઉટ કરવા લાગે છે. અથવા સ્ટ્રેચિંગ કે કસરત કરતાં સમયે થયેલી ઇજાને નજર અંદાજ કરીને વર્કઆઉટ કરીએ રાખતા હોય છે. જો તમે પણ આવું કરી રહ્યા હોવ તો એલર્ટ થવાની જરૂરિયાત છે. સતત આવું  કરવાથી મસ્ક્યુલોસ્કેલેટલ ઇજાની આશંકા વધી જાય છે. નિષ્ણાંતો અનુસાર એવા ઘણા કેસો જોવા મળી રહ્યા છે. એવામાં જરૂરી છે કે વર્કઆઉટ હંમેશા ફિટનેસ ટ્રેનરની હાજરીમાં જ  કરવું જોઈએ. આ ઉપરાંત  શરીરના કોઈ પણ ભાગમાં દુ:ખાવો હોય તો તરત જ ટ્રેનર અથવા એક્સપર્ટને બતાવવું જોઈએ. તો ચાલો જાણીએ આવી અમુક તકલીફો વિશે.

cycling-equipment-healthy-fit-fitness

આવી તકલીફ હોય છે કોમન :- બગડેલી લાઈફસ્ટાઈલ અને કસરતનું અયોગ્ય રીત મસલ અથવા લીગ્મેન્ટ ઇંજરી, વારંવાર થતી સ્ટ્રેસ ઇંજરી, કાર્ટિલેજ રીયર્સ, તેંડનાઈટિસ જેવી ઈજાનું જોખમ વધે છે. આ ઉપરાંત જીમમાં મસલ પુલ અને ખેચાણ, શીન રીપ્લંટ, ની ઇંજરી, ખંભાની ઇજનેરી અને  કાંડુ મરડાઈ જવું વગેરેનો સમાવેશ થાય છે.

જુદા-જુદા અંગોથી જોડાયેલ ઇંજરીઓ : જીમમાં કસરત કરતા સમયે શરીરના ઘણા ભાગોમાં ઇજા લાગવી સામાન્ય વાત છે. એવામાં શરીરના કયા ભાગમાં, કયા પ્રકારની ઇજાઓ થતી હોય છે. તો આવો જાણીએ તેના વિશે.

Shoulder-Pain

ખંભા : લાંબા સમય સુધી કમ્પ્યુટર પર કાર્ય  કરતા સમયે ખંભામાં ખેચાણ આવતું હોય છે. તેથી નિષ્ણાંતો વધારે સમય સુધી એક જ પોશ્ચરમાં બેસવા માટે ના પાડતાં હોય છે. થોડી થોડીવારે ચેર પરથી ઊઠવાની સલાહ આપતા હોય છે. જો આ દરમિયાન માંસપેશીઓ પર વધારે દબાણ આપવામાં આવે તો નબળી માંસપેશીઓ અકળાઈ શકે છે. માંસપેશીઓના સમૂહને  રોટેટર કફ  કહેવામાં આવે છે, જેનાથી  મુવમેન્ટ નિયંત્રિત થાય છે.

સલાહ : લાંબા સમય સુધી એક જ પોશ્ચર (સ્થિતિ) માં ન બેસવું. ખંભાની એક બાજુએ જ વધારે દબાણ આપવું ન જોઈએ. તેમજ સીધા ટટ્ટાર બેસવું જોઈએ.

પગની ઘૂંટી : આ સમસ્યા ખેલાડીઓ જેમકે એથ્લેટ્સમાં વધારે જોવા મળતી હોય છે. લિંગામેન્ટમાં  ટીસ્યુની જ  પટ્ટીઓ હોય છે, જે હાડકાઓને જોડીને રાખે છે. પગની ઘૂંટી પર વધુ દબાણ અને મરોડ લીગમેંટને ઈજા કરી શકે છે. જે લોકો ઉબડ-ખાબડ જગ્યાઓ પર ચાલતા હો અથવા દોડતા હો, તેમને આનો જોખમ વધુ રહે છે.

Related Posts
1 of 448

સલાહ : સમતોલ જગ્યા ઉપર જ દોડવું જોઈએ. ચપ્પલ કે સૂઝ એવા પહેરવા જોઈએ જે પગમાં ફીટ આવતા હોય.

૨૦% લોકો સર્વે અનુસાર વધારે કસરત કરીને પરેશાન થતાં હોય છે.

Pain-2

લોઅર બેક : લોઅર બેક પર સૌથી વધુ અસર વેઇટલિફ્ટિંગથી પડતી હોય છે. જો વધારે વજન ઉપાડવાની ટેવ હોય તો લોઅર બેકની માંસપેશીઓમાં ઇંજરી અને ઈંફ્લેમેશન થઈ શકે છે. ઘણા કેસોમાં ભારે વજન ઉપાડવાથી સ્લીપ ડિસ્ક થવાનું પણ જોખમ રહે છે.

સલાહ : ધીરેધીરે વજન વધારવું અચાનકથી વધારે વજન ન ઉપાડવો તેમજ તેની સાથે ટ્રેનરની સલાહ ને અનુસરવું.

Pain-3

ગોઠણ : લાંબા સમય સુધી ગોઠણ  મચકોડાઈ જાય એ કોમન પ્રોબ્લેમ છે, જે વર્કઆઉટ  ઇંજરી નો ભાગ છે. આ સમસ્યા સાંધાઓના વધુ પડતા ઉપયોગના કારણે થતી હોય છે. જેમ કે  ટ્રેડમિલનો ઉપયોગ કરતા સમયે ગોઠણ ઉપર વધારે જોર પડતો હોય છે. જ્યારે જમીન પર દોડવાથી ગોઠણને વધારે સરળતા રહે છે, કેમકે તેમાં મશીન મુજબ ચાલવું પડતું નથી. ગોઠણના સાંધા ઉપર કાર્ટીલેજ અને  લિંગામેન્ટ વધારે પડતા દબાણને કારણે વારંવાર ઇંજરીનો શિકાર થતાં હોય છે. કાર્ટીલેજનું નુકશાન વધારે ખતરનાક હોય છે, કારણકે તેની સારવાર શક્ય થતી નથી.

સલાહ : વૉક કરવાની ટેવ પાડવી, બોડીને જીમમાં એક્સરસાઈઝ કરવા માટે  વોર્મ કરે છે. ટ્રેડમિલનો કેટલો ઉપયોગ કરવો તે એક્સપર્ટની સલાહ મુજબ કરવું.

Couple at gym

ધ્યાન રાખો : કોઈપણ ભારે-ભરખમ એક્સરસાઇઝ કરતા પહેલા વોર્મ અપ કરો. તેનાથી શરીરમાં ફલેકસીબીલીટી (લવચીકપણું) આવવાની સાથે એક્સરસાઇઝ કે કસરત કરવા માટે તે તૈયાર થઈ જાય છે.

gym-woman-muscles-health-exercise

હંમેશા એક જ પ્રકારની કસરત કરવી જોઈએ નહીં. હાથ, પગ,  બાઈસેપ્સ, હીપ્સ પર સમાનરૂપથી ધ્યાન આપવું જોઈએ.
એક્સરસાઇઝ પછી રીલેક્સ જરૂર કરવું જોઈએ,

ટ્રેનરની સલાહ અવશ્ય માનવી જોઈએ,  કારણકે તે તમારા બોડી ટાઇપ અનુસાર વર્કઆઉટ  જણાવતા હોય છે.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More