- Advertisement -

અમદાવાદ મહાનગરને મળશે વિશ્વકક્ષાની આરોગ્ય સુવિધા સાથેની અદ્યતન હોસ્પિટલ

- Advertisement -

- Advertisement -

164

Get real time updates directly on you device, subscribe now.

અમદાવાદ મહાનગરને મળશે વિશ્વકક્ષાની આરોગ્ય સુવિધા સાથેની અદ્યતન હોસ્પિટલ

V.S hospital 01

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરના બાંધકામની નિરીક્ષણ મૂલાકાતે મુખ્યમંત્રીશ્રી

V.S hospital 02

V.S hospital V.S hospital 13

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ મહાનગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ૫૮૨ કરોડની સહાયથી નિર્માણાધીન સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરની નિરીક્ષણ મૂલાકાત કરી હતી.

V.S hospital 03

-: વિજયભાઈ રૂપાણી :-

  • ૫૮૨ કરોડની રાજય સરકારની સહાય સાથે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા નિર્માણાધિન હોસ્પિટલ પૂર્ણતાના આરે
  • જાન્યુઆરી-૧૯માં પ્રધાનમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ થશે
  • ગરીબ-જરૂરતમંદ દર્દીઓ-પરિવારોને શ્રેષ્ઠતમ સારવાર સુવિધા આપવાની નેમ સાકાર થશે

V.S hospital 04

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના સહયોગથી નિર્માણ પામી રહેલું આ અદ્યતન આરોગ્યધામ રાજ્યભરના ગરીબ-જરૂરિયાતમંદ દર્દીઓ-પરિવારોને શ્રેષ્ઠતમ સારવાર સુવિધા સરળ અને રાહત દરે પૂરી પાડશે તેમ તેમણે ઉમેર્યું હતું.

V.S hospital 05

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, અમદાવાદ શહેરની સૌથી ઊંચી એટલે કે ૭૮ મીટર ઊંચી આ હોસ્પિટલની ઈમારત ૧૭ માળની છે. તેમાં તત્કાલ જરૂરિયાતના સમયે દર્દીને વહેલાસર પહોંચાડવા માટે ૧૮માં માળે હેલિપેડ પણ તૈયાર કરવામાં આવ્યું છે.

Related Posts
1 of 483

V.S hospital 06

તેમણે જણાવ્યું કે, આ અત્યાધુનિક અને વર્લ્ડ ક્લાસ સ્ટેટ ઓફ ધ આર્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર ધરાવતી હોસ્પિટલ પૂર્ણતાના આરે છે. આગામી જાન્યુઆરી-૨૦૧૯માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આ પ્રકલ્પનો લોકાર્પણ કરશે.

V.S hospital 07

મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલના ઓ.પી.ડી., ઓપરેશન થિયેટર, હેલિપેડ સહિતના વિવિધ વિભાગોની નિર્માણ હેઠળની સુવિધાઓ બારીકાઈથી નિહાળી હતી.

V.S hospital 08

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય નહેરાએ આ હોસ્પિટલની વિશેષતાઓની વિગતો આપતા જણાવ્યું કે, ૧૫૦૦ પથારીની અહિં ક્ષમતા છે.

V.S hospital 09

એટલું જ નહીં ૧૩૯ આઈ.સી.યુ. બેડ્સ, ૩૨ ઓપરેશન થિયેટર, બાળકો માટે નિયોનેટલ કેર વોર્ડ્સ અને ન્યૂમેટિક ટયૂબ દ્વારા એક માળથી બીજા માળ કે વોર્ડમાં દર્દીના બ્લડ સેમ્પલ, રિપોર્ટ અને દવાઓની હેરફેર સુવિધા ખાનગી હોસ્પિટલ સમકક્ષ વિકસાવવામાં આવી છે.

V.S hospital 10

તેમણે કહ્યું કે ૧.૪૯ લાખ ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ થઈ રહેલી આ હોસ્પિટલ સર્જરી, ગાયનેક, ઓર્થોપેડિક, ટી.બી. ઉપરાંત કાર્ડિયોલોજી, ન્યૂરોલોજી જેવી સુપર સ્પેશ્યાલિટીથી સજજ છે.

V.S hospital 11

મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત વેળાએ ધારાસભ્યો શ્રી રાકેશ શાહ, જગદિશ પંચાલ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ,  આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પી.કે.પરમાર વગેરે પણ સાથે રહ્યાં હતા. (પી.આર.ઓ.)

V.S hospital 12

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More