- Advertisement -

યુરોપિયન મોંગોલિયન સહિતના યાયાવર પક્ષીઓ ભારતના મહેમાન

ભારત એ સેન્ટ્રલ એશિયન ફ્લાય વે નો ભાગ છે એટલે યુરોપિયન, મોંગોલિયન સહિતના યાયાવર પક્ષીઓ ભારતના મહેમાન બને છે

વડોદરા વન ખાતાના વન્ય જીવ વિભાગ દ્વારા દર વર્ષે પક્ષી ગણતરી કરવામાં આવે છે. સચોટ રીતે કામગીરી પૂર્ણ થાય તે રીતે નાયબ વન સંરક્ષક ડો.ધવલ ગઢવી અને મદદનીશ વનસંરક્ષક વિનોદ ડામોરના માર્ગદર્શન હેઠળ જરૂરી પૂર્વ તૈયારીઓ પૂર્ણ થયેલ. જુદી-જુદી ૧૧ ટીમો અને અંદાજે ૩૩ થી વધુ સભ્યોએ વઢવાણા વેટલેન્ડ ખાતે પરોઢે પક્ષીગણતરીનો પ્રારંભ કર્યો હતો. આ ટીમ અને તેના સભ્યોને કરવાની કામગીરી અંગે બીએનએચએસના સાયન્ટિસ્ટશ્રી દિશાંત પારાશર્યે માહિતી સાથે માર્ગદર્શન આપ્યું હતુ.

Yuropiyan Mongoliyan Sahita Na Yayavara Pakshio Bharata Na Maheman 02

- Advertisement -

- Advertisement -

119

Get real time updates directly on you device, subscribe now.

યુરોપિયન મોંગોલિયન સહિતના યાયાવર પક્ષીઓ ભારતના મહેમાન

  • ભારત એ સેન્ટ્રલ એશિયન ફ્લાય વે નો ભાગ છે એટલે યુરોપિયન, મોંગોલિયન સહિતના યાયાવર પક્ષીઓ ભારતના મહેમાન બને છે
  • પક્ષીઓનો વસવાટ હોય તેવા સ્થળો પર મોબાઇલ કે અન્ય કોઇ રીતે ધ્વનિ કરી તેમને ખલેલ ન પહોંચે તેની કાળજી લેવી જરૂરી નાયબ વન સંરક્ષક ડો.ધવલ ગઢવી
  • વઢવાણા વેટલેન્ડ રામશર એરિયા માટે ક્વોલીફાય થઇ શકે તેવી તમામ બાબતો હોય પાત્રતા છે
  • બીએનએચએસના ગાંધીનગર સ્થિત સાયન્ટિસ્ટશ્રી દિશાંત પારાશર્ય

વડોદરા વન ખાતાના વન્ય જીવ વિભાગ દ્વારા દર વર્ષે પક્ષી ગણતરી કરવામાં આવે છે. સચોટ રીતે કામગીરી પૂર્ણ થાય તે રીતે નાયબ વન સંરક્ષક ડો.ધવલ ગઢવી અને મદદનીશ વનસંરક્ષક વિનોદ ડામોરના માર્ગદર્શન હેઠળ જરૂરી પૂર્વ તૈયારીઓ પૂર્ણ થયેલ. જુદી-જુદી ૧૧ ટીમો અને અંદાજે ૩૩ થી વધુ સભ્યોએ વઢવાણા વેટલેન્ડ ખાતે પરોઢે પક્ષીગણતરીનો પ્રારંભ કર્યો હતો. આ ટીમ અને તેના સભ્યોને કરવાની કામગીરી અંગે બીએનએચએસના સાયન્ટિસ્ટશ્રી દિશાંત પારાશર્યે માહિતી સાથે માર્ગદર્શન આપ્યું હતુ.

Yuropiyan Mongoliyan Sahita Na Yayavara Pakshio Bharata Na Maheman 04
Yuropiyan Mongoliyan Sahita Na Yayavara Pakshio Bharata Na Maheman 04

નાયબ વન સંરક્ષકશ્રી ડૉ.ધવલ ગઢવીએ જણાવ્યું કે, વન્ય જીવ વિભાગ દ્વારા વઢવાણા વેટલેન્ડ ખાતે પક્ષીઓની ગણતરીની કામગીરી કરવામાં આવી છે. માર્ચ સુધી વિદેશી પક્ષીઓ વઢવાણા વેટલેન્ડને પોતાનું ઘર બની વસવાટ કરે છે. સ્થાનિક લોકો પણ પૂરતો સહકાર પૂરો પાડી આ સમયગાળા દરમિયાન માછીમારી કરતા નથી આમ તેઓ પણ આ બાબતે જાગૃત્ત છે.

વઢવાણા વેટલેન્ડ ખાતેની આ પક્ષી ગણતરીમાં વિશેષ વાત એ છે કે, ખૂબ ખ્યાતનામ પક્ષીવિદ્દ સલીમ અલી સાથે જેનું નામ સંકળાયેલું છે એવી બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના તેને માટેના ખાસ પ્રોટોકોલને અને મેથડોલોજીને અનુસરીને અને તેમના સહયોગથી આ ગણતરી કરવામાં આવી છે. વડોદરા શહેર અને જિલ્લાની પક્ષી કલ્યાણ માટે કાર્યરત સંસ્થાઓ અને તેના સભ્યોએ પણ પક્ષી ગણતરીમાં જોડાઇ તેમનો સહયોગ આપ્યો છે.

Related Posts
1 of 442
Yuropiyan Mongoliyan Sahita Na Yayavara Pakshio Bharata Na Maheman 01
Yuropiyan Mongoliyan Sahita Na Yayavara Pakshio Bharata Na Maheman 01

વઢવાણા વેટલેન્ડને રામશર સાઇટ જાહેર કરવા માટે હાલ વન વિભાગ અને વન્ય જીવ વિભાગ સતત પ્રયત્નશીલ છે. પ્રવાસીઓને પક્ષીજગતની વિશાળ સૃષ્ટિ વિશે ખ્યાલ આવે અને કેટલાય પક્ષીઓનો પરિચય થાય તે માટે પણ વન વિભાગે કવાયત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વઢવાણા વેટલેન્ડ ભારતના મહત્વના વેટલેન્ડમાં સમાવિષ્ટ છે જ પરંતુ હવે આ જગ્યા રામસર સાઈટ જાહેર થાય એવા વન વિભાગ અને વન્ય જીવ વિભાગના પ્રયત્નો છે. રામસર સાઇટ જાહેર થાય એ આશય સાથે જ આ વર્ષની પક્ષી ગણતરી બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના સહયોગથી અને એના ઠરાવેલા માપદંડો પ્રમાણે કરવામાં આવી છે.

શ્રી ગઢવીએ વધુમાં કહ્યું કે, રામસર સાઈટમાં સમાવેશ થયેલ પર્યાવરણીય સ્થળો અને તેના પરિસરના વિકાસ અને જાળવણી માટે વૈશ્વિક સંસ્થાઓ ભંડોળ અને ટેકનિકલ માર્ગદર્શન પૂરાં પાડે છે અને આવા સ્થળને વૈશ્વિક માન્યતા અને ખ્યાતિ મળતા પર્યાવરણીય પ્રવાસનને વેગ મળે છે. વઢવાણા વેટલેન્ડ જેવા સ્થળો પર મુલાકાત લેતા પ્રવાસીઓને અપીલ કરતા ડૉ.ધવલ ગઢવીએ કહ્યું કે, પક્ષીઓના રક્ષણ માટે પક્ષીઓનો વસવાટ હોય તેવા સ્થળો પર મોબાઇલ કે અન્ય કોઇ રીતે ધ્વનિ કરી તેમને ખલેલ ન પહોંચે તેની કાળજી લેવી જોઇએ.

Yuropiyan Mongoliyan Sahita Na Yayavara Pakshio Bharata Na Maheman 02
Yuropiyan Mongoliyan Sahita Na Yayavara Pakshio Bharata Na Maheman 02

બીએનએચએસના ગાંધીનગર સ્થિત સાયન્ટિસ્ટશ્રી દિશાંત પારાશર્યે જણાવ્યું કે, દેશ-વિદેશમાં વેટલેન્ડની મુલાકાત લેવાનું બન્યું છે. ભારત એ સેન્ટ્રલ એશિયન ફ્લાય વે નો ભાગ છે એટલે યુરોપિયન, મોંગોલિયન સહિતના યાયાવર પક્ષીઓ ભારતના મહેમાન બને છે. વઢવાણા વેટલેન્ડ રામશર એરિયા માટે ક્વોલીફાય થઇ શકે તેવી તમામ બાબતો છે. વઢવાણા વેટલેન્ડને રામશર બિરૂદ મળે તે માટે કવાયત હાથ ધરવામાં આવી છે. રામશર સાઇટ જાહેર કરવા પક્ષી ગણતરી સહિતના ડેટા જરૂરી છે, કેટલા અને કઇ પ્રકારના, ગુણવત્તાસભર ડેટા ઉપલબ્ધ હોય તે જરૂરી છે. વઢવાણા વેટલેન્ડ રામશર સાઇટ જાહેર થાય તો તેની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવે, જરૂરી માર્ગદર્શન મળી રહે છે. રામશર સાઇટ જાહેર થાય તે ભારત રત્ન જેવું બિરૂદ મળ્યા જેવી બાબત છે. બીએનએચએસ વડોદરા સ્થિત સાયન્ટિસ્ટશ્રી ડૉ. ભાવિક પટેલ અને વાઇલ્ડલાઇફ બાયોલોજીસ્ટ ગાંધીનગરના જાનકી તેલી તથા તેનો પુત્ર તક્ષ પારાશર્ય પણ પક્ષી ગણતરી કામગીરીમાં જોડાયા હતા. (દિવ્યા)

Yuropiyan Mongoliyan Sahita Na Yayavara Pakshio Bharata Na Maheman 03
Yuropiyan Mongoliyan Sahita Na Yayavara Pakshio Bharata Na Maheman 03

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More