- Advertisement -

૯મા એગ્રી એશિયા ટેક પ્રદર્શનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

૯મા એગ્રી એશિયા ટેક પ્રદર્શનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી : કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતો ધરતીપુત્રોને ખેતી પ્રત્યેનો માઇન્ડ સેટ બદલી ડ્રિપ ઇરીગેશન પધ્ધતિથી ‘પર ડ્રોપ મોર ડ્રોપ’થી ખેતી સમૃદ્ધિ માટે પ્રેરક આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર ડ્રીપ ઇરીગેશન – ટપક સિંચાઇ માટે ૭૦ ટકા જેટલી સબસિડી આપે છે ત્યારે ઓછા પાણીએ વિપૂલ પાક ઉત્પાદન મેળવવા ખેડૂતો સાથે મળીને સહકારી ખેતી ટપક સિંચાઇનો વિનિયોગ કરે તે સમયની માંગ છે.

9ma Agri Asia Tech Exposition No Prarambh Karavata Mukhyamantri 15

- Advertisement -

- Advertisement -

493

Get real time updates directly on you device, subscribe now.

ગાંધીનગર

૯મા એગ્રી એશિયા ટેક પ્રદર્શનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતો ધરતીપુત્રોને ખેતી પ્રત્યેનો માઇન્ડ સેટ બદલી ડ્રિપ ઇરીગેશન પધ્ધતિથી ‘પર ડ્રોપ મોર ડ્રોપ’થી ખેતી સમૃદ્ધિ માટે પ્રેરક આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર ડ્રીપ ઇરીગેશન – ટપક સિંચાઇ માટે ૭૦ ટકા જેટલી સબસિડી આપે છે ત્યારે ઓછા પાણીએ વિપૂલ પાક ઉત્પાદન મેળવવા ખેડૂતો સાથે મળીને સહકારી ખેતી ટપક સિંચાઇનો વિનિયોગ કરે તે સમયની માંગ છે.

  • ૯મા એગ્રી એશિયા ટેક પ્રદર્શનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી : કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ
  • ધરતીપુત્રો માઇન્ડ સેટ બદલી ડ્રીપ ઇરીગેશન પદ્ધતિથી ખેતી દ્વારા પર ડ્રોપ – મોર ક્રોપ સાકાર કરે :- મુખ્યમંત્રીશ્રીનું આહવાન
9ma Agri Asia Tech Exposition No Prarambh Karavata Mukhyamantri 33
9ma Agri Asia Tech Exposition No Prarambh Karavata Mukhyamantri 33

મુખ્યમંત્રીશ્રી : –

  • વિશ્વના બજારની માંગ અનુરૂપ એકસપોર્ટ ઓરિએન્ટેડ ફળફળાદિ-શાકભાજીના ઉત્પાદનથી રાજ્યનો ખેડૂત ડોલર રળતો થઇ શકે.
  • જૈવિક ખેતી – ઓર્ગેનિક ફાર્મીંગ – ઝિરો બજેટ ખેતીના સમન્વયથી જીવથી શિવ – વ્યકિતથી સમષ્ટિના ધ્યેયને કેન્દ્રમાં રાખીને ઉત્પાદન વધારીએ.
  • નર્મદાના પાણી ખેતરે પહોચતાં રાજ્યનો ખેડૂત ત્રણ-ત્રણ પાક લઇ સમૃદ્ધિની દિશામાં આગળ વધ્યો છે.
9ma Agri Asia Tech Exposition No Prarambh Karavata Mukhyamantri 34
9ma Agri Asia Tech Exposition No Prarambh Karavata Mukhyamantri 34

કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રી : –

Related Posts
1 of 481
  • ખેતી પ્રધાન – ગ્રામ્ય સંસ્કૃતિ ધરાવતા ભારતમાં આઝાદી પછી લાંબા સમય સુધી ખેતી – ગ્રામ વિકાસ પ્રાધાન્યથી વંચિત રહ્યા.
  • જય જવાન – જય કિસાન – જય વિજ્ઞાન સાથે પ્રધાનમંત્રીશ્રીએ જય અનુસંધાન સૂત્રથી ખેતી – ખેડૂત – ગામડાનું કૃષિ ક્ષેત્રે અનુસંધાન વધાર્યુ.
  • ખેતી સાથે પશુપાલન – મધમાખી ઉછેર – બાગાયતી ખેતી દ્વારા ર૦રર સુધીમાં કિસાનોની આવક બમણી કરવાનો પ્રધાનમંત્રીશ્રીનો સંકલ્પ પાર પાડી શકાય.
9ma Agri Asia Tech Exposition No Prarambh Karavata Mukhyamantri 32
9ma Agri Asia Tech Exposition No Prarambh Karavata Mukhyamantri 32

મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રીય કૃષિ કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતે ૯મા એગ્રી એશિયા એકઝીબિશનનો પ્રારંભ કરાવ્યો હતો. કૃષિ રાજ્યમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર, પશુપાલન રાજ્યમંત્રી શ્રી બચુભાઇ ખાબડ, સહકાર રાજ્યમંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ વગેરે આ અવસરે જોડાયા હતા. શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, આ પ્રદર્શનીના માધ્યમથી કૃષિ અને સંલગ્ન સેવાઓની એક આખી વેલ્યુચેઇન ઊભી થઇ છે.

9ma Agri Asia Tech Exposition No Prarambh Karavata Mukhyamantri 31
9ma Agri Asia Tech Exposition No Prarambh Karavata Mukhyamantri 31

તેમણે ગુજરાતે અનેક કૃષિ ઉત્પાદનમાં દેશમાં અગ્રેસરતા દાખવી છે તેનો ઉલ્લેખ કરતાં કિસાન શકિતને એકસપોર્ટ ઓરિએન્ટેડ વિશ્વના બજારોની જરૂરિયાતોને અનુરૂપ ફળફળાદિ-શાકભાજી જેવા પાક ઉત્પાદન માટે પ્રેરણા આપી હતી. તેમણે આ અંગેના ઉદાહરણો આપતાં જણાવ્યું કે, બનાસકાંઠામાં દાડમ, કચ્છમાં ખારેક અને આદિજાતિ વિસ્તારોમાં કાજુના ઉત્પાદનથી આ વિસ્તારના કિસાનો સમૃદ્ધ થયા છે.

9ma Agri Asia Tech Exposition No Prarambh Karavata Mukhyamantri 23
9ma Agri Asia Tech Exposition No Prarambh Karavata Mukhyamantri 23

મુખ્યમંત્રીશ્રીએ આવા એકસપોર્ટ ઓરિએન્ટેડ ઉત્પાદનોથી ખેડૂતને રૂપિયાને બદલે ડોલર કમાતો કરવાની અને વિકાસની હરણફાળની દિશામાં તેને લઇ જવાની મનસા વ્યકત કરી હતી. શ્રી વિજયભાઇ રૂપાણીએ કૃષિ સંસ્કૃતિને ઋષિ સંસ્કૃતિ ગણાવતાં જીવ થી શિવ અને વ્યકિત થી સમષ્ટિના વિચારને કેન્દ્રમાં રાખીને જૈવિક ખેતી, ઝીરો બજેટ ફાર્મીંગ, ઓર્ગેનિક ખેતીના સમન્વય દ્વારા પાક ઉત્પાદન વધારવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

9ma Agri Asia Tech Exposition No Prarambh Karavata Mukhyamantri 22
9ma Agri Asia Tech Exposition No Prarambh Karavata Mukhyamantri 22

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ખેડૂતોના બાવડામાં બળ પુરવાની નેમ અને ર૦રર સુધીમાં કિસાનોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂત-ગામડાંને ધ્યાને રાખીને કર્તવ્યરત છે. મુખ્યમંત્રીશ્રીએ ધરતીપુત્રોને સમયસર સારૂ બિયારણ, પાણી, વિજળી અને સારા ખેત ઓઝારોથી સજ્જ કરી હરિતક્રાંતિ માટે પ્રેરિત કરવાના પગલાંઓની પણ છણાવટ કરી હતી.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More