ઋતુજન્ય રોગો સામે રક્ષણ મેળવવા તથા રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદ ઉપચાર પધ્ધતિ સર્વોત્તમ

Ayurveda is the best way to protect against seasonal diseases and enhance immunity.

1,168

ઋતુજન્ય રોગો સામે રક્ષણ મેળવવા તથા રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદ ઉપચાર પધ્ધતિ સર્વોત્તમ

આયુર્વેદિક ઉપાયો સૂચવતા રાજ્યના આયુષ નિયામકશ્રી

હાલની સ્થિતિ મુજબ મિશ્ર વાતાવરણને કારણે આપણા શરીરનાં દોષોનો કોપ થવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. ઋતુજન્ય રોગો સામે રક્ષણ મેળવવા તથા રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદ પધ્ધતિ સર્વોત્તમ છે તેમ જણાવીને રાજ્યના આયુષ નિયામકશ્રીએ આયુર્વેદિક ઉપાયો સૂચવ્યા છે.

Ayurvedic Suvarn Prashasan Aushadhi Thi Aadasr Thati Nathi Ayush Niyamak

આયુષ નિયામકશ્રીના જણાવ્યા મુજબ ભારત વર્ષમાં છ ઋતુઓ વર્તમાન છે. આ દરેક ઋતુ એટલે ભારતીય કેલેન્ડરનો બે-બે માસનો સમયગાળો. આ દરેક ઋતુમાં આપણે આપણી આરોગ્યની જાળવણી માટે ખાન-પાન અને રહેણી – કહેણી પરિવર્તન કરવું જરૂરી છે. ઋતુ અનુસાર વાતાવરણમાં થતાં પરિવર્તનોને કારણે આપણા શરીરમાં પણ ફેરફારો થાય છે. હાલ શિશિર ઋતુ પૂર્ણ થવા જઈ રહી છે અને વસંત ઋતુ શરૂ થઇ રહી છે. અત્યારનો સમય બે ઋતુનો સંધિકાળ છે. જેના પરિણામ સ્વરૂપ આપણને હાલના સમયમાં મોડી સાંજથી વહેલી સવાર સુધી ઠંડી અને દિવસનાં સમયમાં ગરમી અનુભવાતી હોય છે. આવા મિશ્ર વાતાવરણને કારણે આપણા શરીરનાં દોષો વિશેષ કરીને કફનો કોપ થવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. જેના પરિણામે આપણે વારંવાર એલર્જી, એલર્જીક બ્રોન્કાઇટીસ, અસ્થમા, અને ચેપી રોગો જેવાં કે ફ્લૂ , સ્વાઈન ફ્લૂ સહિતના શ્વસન માર્ગના રોગો ઉપરાંત દાદર, ખરજવું, ઓરી, અછબડાં જેવાં ચામડીના વિવિધ ઇન્ફેક્શનનો ભોગ બનવું પડે છે. (વિપુલ ચૌહાણ)

(This News has not been edited by the Life Care team, it is published directly from the agency feed.)

Legal Disclaimer

LifeCareNews.in provides the information “as is” without warranty of any kind. We do not accept any responsibility or liability for the accuracy, content, images, videos, licenses, completeness, legality, or reliability of the information contained in this article. If you have any complaints or copyright issues related to this article, kindly contact the provider above.

 

Also Read This

Comments