દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટી.બી.રોગ અંગે ફિમેલ હેલ્થ વર્કરની ટ્રેનીગ યોજાઇ.
દેવભૂમિ દ્વારકા તા.૨૨ જુલાઇ, ૨૦૨૫ સુધીમાં ટીબી નાબુદ કરવાનો હોય ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા ક્ષય કેન્દ્વ, ખંભાળીયાના કર્મચારી ડોટસ પ્લસ સુપરવાઈઝર વિશાલભાઇ લખતરીયા દ્વારા ફિમેલ હેલ્થ વર્કર બહેનોને ટીબી રોગ અંગેની ટ્રેનિગ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા પંચાયત, સભાખંડમાં આપવામાં આવી હતી. જેમાં ટીબીના કેશો વહેલી તકે શોધવા, ટીબીનો ચેપ ફલાતો કઇ રીતે ઘટાડવો, સરકારશ્રી તરફથી ટીબીના દર્દીને અપાતી નિકશય પોષન સહાય યોજના તેમજ ટીબી નિદાન માટેના અતિ આધુનિક ટેકનોલોજીવાળું સીબીનાટ મશીન અંગે માહિતી આપેલ હતી.
મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.