ધરમપુરના તિસ્‍કરી તલાટ ખાતે પુસ્‍તકાલયનો શુભારંભ

ધરમપુરના તિસ્‍કરી તલાટ ખાતે પુસ્‍તકાલયનો શુભારંભ

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના તિસ્‍કરી તલાટ ગામના હેટી ફળિયા ખાતે શિવશક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટના ઉપક્રમે ગ્રામજનોની ઉપસ્‍થિતિના સથવારે પુસ્‍તકાલયનો શુભારંભ કરાયો હતો. તિસ્‍કરી તલાટ ગામના કેટલાક પ્રાથમિક શિક્ષકો અને સામાજિક કાર્યકર્તાઓના સહયોગથી બનાવાયેલા આ પુસ્‍તકાલયના લોકાર્પણ કાર્યક્રમમાં પુસ્‍તકાલય માટે પોતાનું મકાન દાનમાં આપનારા દાતા ગમનભાઇ પાડવીએ ગામના યુવાનો વધુમાં વધુ વાંચન કરી પોતાના શૈક્ષણિક જીવનને આર્ક આપે તેવી હાકલ કરી હતી. સાહિત્‍યપ્રભાતના માર્ગદર્શક અને ધરમપુર પાલિકા પુસ્‍તકાલયના ગ્રંથપાલે રાજ્‍ય સરકાર દ્વારા પુસ્‍તકાલયને મળતી ગ્રાન્‍ટ મળે તે માટે તમામ પ્રકારની મદદ કરવા ખાતરી આપી હતી.

Dharamapura Na Tis‍kari Talat Khate Pus‍takalay No Subharambha 01
246

Get real time updates directly on you device, subscribe now.

ધરમપુરના તિસ્‍કરી તલાટ ખાતે પુસ્‍તકાલયનો શુભારંભ

Related Posts
1 of 298

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના તિસ્‍કરી તલાટ ગામના હેટી ફળિયા ખાતે શિવશક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટના ઉપક્રમે ગ્રામજનોની ઉપસ્‍થિતિના સથવારે પુસ્‍તકાલયનો શુભારંભ કરાયો હતો. તિસ્‍કરી તલાટ ગામના કેટલાક પ્રાથમિક શિક્ષકો અને સામાજિક કાર્યકર્તાઓના સહયોગથી બનાવાયેલા આ પુસ્‍તકાલયના લોકાર્પણ કાર્યક્રમમાં પુસ્‍તકાલય માટે પોતાનું મકાન દાનમાં આપનારા દાતા ગમનભાઇ પાડવીએ ગામના યુવાનો વધુમાં વધુ વાંચન કરી પોતાના શૈક્ષણિક જીવનને આર્ક આપે તેવી હાકલ કરી હતી. સાહિત્‍યપ્રભાતના માર્ગદર્શક અને ધરમપુર પાલિકા પુસ્‍તકાલયના ગ્રંથપાલે રાજ્‍ય સરકાર દ્વારા પુસ્‍તકાલયને મળતી ગ્રાન્‍ટ મળે તે માટે તમામ પ્રકારની મદદ કરવા ખાતરી આપી હતી.

Also You like to read
1 of 112
Dharamapura Na Tis‍kari Talat Khate Pus‍takalay No Subharambha 01
Dharamapura Na Tis‍kari Talat Khate Pus‍takalay No Subharambha 01

ધરમપુરના સામાજિક કાર્યકર્તા પ્રતિકભાઇ કોટકે ઉપસ્‍થિત વાચકોને પોતાનો દૈનિક જીવનનો એક ટકા એટલે કે, માત્ર ૧૫ મીનીટ પુસ્‍તકાલયને આપવા હાકલ કરી હતી. પુસ્‍તક વિનાનું ઘર સ્‍મશાન જેવું હોય છે, એમ જણાવી દરરોજ પુસ્‍તકોનું નિયમિત વાંચન કરી પોતાની જાતને અપડેટ રાખવા અનુરોધ કર્યો હતો. ઋષિત મસરાણીએ જણાવ્‍યું હતું કે, આજના સ્‍પર્ધાત્‍મક સમયમાં શૈક્ષણિક કેડી કંડારતી વખતે પુસ્‍તકાલય હંમેશા વિદ્યાર્થીઓ માટે સંજીવની સાબિત થશે. પ્રાથમિક શાળાના શિક્ષક અંબુલાલ પટેલે સ્‍વામી વિવેકાનંદના જીવનકવનના ઉદાહરણ ટાંકતા જણાવ્‍યું કે, વાંચન તમને વિચારતા કરે છે. વિચાર તમને નવું કામ કરવાની પ્રેરણા આપે છે. નવુ઼-નવું કરતી વખતે જે અનુભવાય છે, તે ફરી પાછા તમને નવું કામ કરવાની પ્રેરણા આપે છે. વાંચન માણસને સફળતા અપાવવાની સાથે એક ઉમદા માનવી બનાવે છે. ગામના યુવાનોએ ગામમાં બનેલા પુસ્‍તકાલયને બિરદાવી વધુમાં વધુ ગ્રામજનો તેની ઉપયોગ કરવાની સાથે તેની યોગ્‍ય કાળજી રાખશે તેવી ખાતરી આપી હતી.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More