આવી વસ્તુઓનું સેવન કરવાથી વધશે આત્મવિશ્વાસ

9,646

આવી વસ્તુઓનું સેવન કરવાથી વધશે આત્મવિશ્વાસ

શું તમે જાણો છો કે એવા ખાદ્ય પદાર્થો પણ હોય છે, જેને ખાવાથી આત્મવિશ્વાસમાં વધારો અનુભવાય છે. જીવવિજ્ઞાન મુજબ જોઈએ તો જે ખાદ્ય પદાર્થોમાં એમીનો અમ્લ ટ્રિપ્ટોફેન હોય અને તે આરોગવામાં આવે તો તે તમારા પર આવી જ અસર કરે છોડે છે. આ રસાયણ મગજમાં “ફીલગુડ હોર્મોન્સ” સિરોટોનીન ના સ્તરને વધારી દે છે. આથી જ જો તમે તમારી અંદર આત્મવિશ્વાસ લાવવા ઈચ્છો છો તો આવા પદાર્થોને તમારા ડાયેટમાં સ્થાન આપો.

[ihc-hide-content ihc_mb_type=”show” ihc_mb_who=”3,2″ ihc_mb_template=”1″ ]

ડાર્ક ચોકલેટ : ચોકલેટ ખાવાનું એક કારણ તમારી પાસે એ પણ છે કે તેને ખાવાથી તમે ખુશ રહો છો અને તમારો આત્મવિશ્વાસ પણ વધી જાય છે. ડાર્ક ચોકલેટમાં એન્ડોફિરન નામનું તત્વ હોય છે, જે શરીરમાં ખુશીનો સંચાર કરે છે. આ ઉપરાંત તેમાં ફીનાઈલ થાયલામીન નામક નું તત્વ પણ હોય છે, જે સેરોટોનિનનું ઉત્પાદન કરે છે. આથી જ ડાર્ક ચોકલેટ ખાવાથી તણાવ અને ચિંતાનું સ્તર ઓછું થઈ જાય છે. અને તેનાથી તમારા અંદરના આત્મવિશ્વાસમાં વધારો થાય છે.

ચીઝ : તમને ચીઝ પસંદ છે, પરંતુ તમે સ્થૂળ થવાની બીકે તેનું સેવન કરતા નથી. પરંતુ હવે તમારે ઉદાસ થવાની જરૂર નથી. ચીજ પણ તમને ખુશ અને આત્મવિશ્વાસથી ભરપૂર હોય તેવો અહેસાસ કરાવવામાં મદદ કરે છે. જોકે તેનાથી કેલેરીમાં વધારો થાય છે અને બની શકે કે તેને પાચન કરવામાં થોડી પરેશાની પણ થઈ શકે તેવું અનુભવાય, પરંતુ તેમાં ઝિંક હોય છે જે તણાવ અને અવસાદને ઘટાડવામાં મદદરૂપ થાય છે. આથી જ ચીઝ ખાઓ પરંતુ એ વાતનુ ધ્યાન રાખો કે તેનો વધારે પડતો ઉપયોગ ન કરો.

ડ્રાયફ્રુટ્સ અને કઠોળ : ડ્રાયફૂટ્સ અને કઠોળમાં વિપુલ પ્રમાણમાં સિરોટોનીન હોય છે. તેથી તેનો નિયમિત રીતે ઉપયોગ કરવાથી તમે નિરંતર ખુશ રહી શકો છો. જો તમે ખુશ રહેશો તો તમારો આત્મવિશ્વાસ પણ એટલો જ વધશે. બદામ, અખરોટ, અળસી, મગફળી, ચીલગોઝા, કાજુ, કદૂ અને સૂર્યમુખીના બી તમારો આત્મવિશ્વાસ વધારવા માટેના ઉત્તમ સ્ત્રોત છે. સાથો સાથ તમે તળેલા અને મીઠા વાળા ડ્રાયફ્રુટ્સ ન ખાઓ. રોસ્ટેડ ડ્રાયફ્રુટ્સ કેલોરી વધારશે. તેથી જ ડ્રાયફ્રુટ્સ અને બીજને કાચા જ ઉપયોગમાં લેવાનો પ્રયત્ન કરો.

ફળ : એવા ફળ જેમાં સિરોટોનીન વધારે હોય છે, તે ખાવાથી આત્મવિશ્વાસ વધે છે. તમે કીવી, કેળા, કેરી, મોસંબી અને અનાનસનું સેવન કરો. તે સિરોટોનીન ઉત્પાદનને વધારે છે. જ્યારે તમે સ્ટ્રેસફૂલ હોવ ત્યારે મનની નબળાઇઓમાંથી બહાર આવી શકતા નથી. તે માટે કેળા ખાઓ. કેળામાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને વિટામિન-બી હોય છે. જે મગજની કાર્યપ્રણાલીને યોગ્ય રાખે છે. મગજ સ્વસ્થ રહેશે તો તમારો આત્મવિશ્વાસ વધશે.

લીલા શાકભાજી : તમારા ભોજનમાં લીલા શાકભાજીનું સેવન જરૂરથી કરો, તમે તમારી અંદર પહેલા કરતા વધારે આત્મવિશ્વાસ અનુભવશો. લીલા શાકભાજી ખાસ કરીને પાલક ખૂબ જ ફાયદાકારક છે. કારણકે બધા જ લીલા શાકભાજીમાં સિરોટોનીન, ફોલિક એસિડ અને આયર્નનું ઉત્તમ સ્ત્રોત હોય છે. આ ત્રણેયના સંયોજનથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા ખૂબ જ મજબૂત બને છે. તમે કોબીજ, ચોળી, ફ્લાવર જેવા શાકભાજી પણ ખાઓ, તે પણ મગજને તંદુરસ્ત બનાવી રાખે છે.

હર્બ્સ : જેમકે, કપુરના પાન, લસણ, લેવેન્ડર વગેરેનો ઉપયોગ કરવાથી મગજ અને હૃદયની શાંતિ મળતી હોય છે. લસણ સૌથી વધારે સ્વાસ્થ્ય વર્ધક ખાદ્ય પદાર્થોમાંથી એક છે. લસણનો નિયમિત ઉપયોગ કરવાથી તમે તમારું વજન ઓછું કરી શકો છો, હાર્ટને લગતી બીમારીઓને દૂર રાખી શકો છો અને બ્લડપ્રેશરને નિયમિત કરી શકો છો. તેની મગજના કાર્યો પર સકારાત્મક અસર પડે છે, જેના લીધે આત્મવિશ્વાસ વધે છે. આ જ રીતે લેવેન્ડર પણ અવસાદ દૂર કરી શકે છે, અને મગજ ઉપર તેની સારી અસર થાય છે.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

[/ihc-hide-content]

(This News has not been edited by the Life Care team, it is published directly from the agency feed.)

Legal Disclaimer

LifeCareNews.in provides the information “as is” without warranty of any kind. We do not accept any responsibility or liability for the accuracy, content, images, videos, licenses, completeness, legality, or reliability of the information contained in this article. If you have any complaints or copyright issues related to this article, kindly contact the provider above.

 

Also Read This

Comments