50 લાખથી વધુ નાગરિકોને આયુષ્માન ભારત અંતર્ગત લાભ મળ્યો

આયુષ્માન ભારત અંતર્ગત 50 લાખથી વધુ નાગરિકોને લાભ મળ્યો

6,310

પ્રધાનમંત્રીનું કાર્યાલય

આયુષ્માન ભારત અંતર્ગત 50 લાખથી વધુ નાગરિકોને લાભ મળ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં પ્રયાસોની પ્રશંસા કરી હતી, કારણ કે ભારતમાં આયુષ્માન ભારત યોજના હેઠળ 50 લાખથી વધારે લોકોને લાભ થયો છે, ઉપરાંત આ દિશામાં ભારતે એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે.

Image By : amarujala.com

તેમણે કહ્યું હતું કે, “સ્વસ્થ ભારતનું નિર્માણ કરવાની સફરમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન! એક વર્ષની અંદર 50 લાખથી વધારે નાગરિકોને આયુષ્માન ભારતને કારણે નિઃશુલ્ક સારવારનો લાભ મળ્યો છે એનાં પર દરેક ભારતીયને ગર્વ થશે. સારવાર ઉપરાંત આ યોજનાથી કેટલાંક ભારતીયો સક્ષમ બની રહ્યાં છે.”

વર્ષ 2018માં બરાબર એક વર્ષ અગાઉ શરૂ થયેલી આયુષ્માન ભારત દુનિયાની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે, જેનો ઉદ્દેશ દેશમાં 10.74 કરોડથી વધારે ગરીબોને સરળતાપૂર્વક તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે.

Image By : twitter.com

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય (પીએમ-જેએવાય) યોજના અંતર્ગત 16,085 હોસ્પિટલોને પેનલમાં સામેલ કરવામાં આવી છે અને 10 કરોડ ઇ-કાર્ડ ઇશ્યૂ થયા છે. આયુષ્માન ભારત અંતર્ગત સમગ્ર દેશમાં આશરે 17,150 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કાર્યરત થયા છે. (DK/J. Khunt/DS/RP)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

READ IN GUJARATI READ IN HIndi READ IN English

(This News has not been edited by the Life Care team, it is published directly from the agency feed.)

Legal Disclaimer

LifeCareNews.in provides the information “as is” without warranty of any kind. We do not accept any responsibility or liability for the accuracy, content, images, videos, licenses, completeness, legality, or reliability of the information contained in this article. If you have any complaints or copyright issues related to this article, kindly contact the provider above.

 

Also Read This

Comments