શુભાશીષ ઝા સાથેના બંધન વિશે હિબા નવાબ કહે છે અમે હંમેશા એક બીજાને ટેકો આપીએ છીએ

10

સોની સબ પર ના જીજાજી છત પર કોઈ છેના શુભાશીષ ઝા સાથેના બંધન વિશે હિબા નવાબ કહે છે “અમે હંમેશા એક બીજાને ટેકો આપીએ છીએ” 

હિબા નવાબ અને શુભાશિષ જ્હા ઓફ-સ્ક્રીન પર જે પ્રકારે સુંદર મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવતા હોવાના કારણે દર્શકોના દિલમાં ખાસ સ્થાનનું સર્જન કરવામાં અને મહત્તમ હિસ્સો પ્રાપ્ત કરવામાં કોઇ કચાશ રાખી નથી. આ બન્ને વિખ્યાત અભિનેતાઓ જે હાલમાં સોની સબની ‘જીજાજી છત પર હૈ’માં સીપી (હિબા નવાબ) અને જીજાજી (શૂભાશિષ જ્હા)નું પાત્ર ભજવી રહ્યા છે તેઓ ઝડપથી ઘરઘરમાં જાણીતા બની ગયા છે અને તે બાબતે સમગ્ર રમૂજમા એક સુંદર ઉમેરણ બની ગયુ છે તેમજ શો જેની બાંયધરી આપે છે તેવું રહસ્યનું તત્ત્વ બની ગયું છે. 

આ શો પુશ્તૈની હવેલીના રહસ્યોની શોધ કરવાના થોડા ટ્વીસ્ટ સાથે તેની વર્ષો જૂના પારીવારિક સંગીન પાત્રો સાથે દર્શકોને મનોરંજન પીરસી રહ્યા છે ત્યારે આ બન્ને જીજાજી છત પર હૈના સેટ પર કેવી રીતે સારા મિત્રો બની ગયા છે તે હકીકત રજૂ કરે છે. 

હિબા સાથા શૂટીંગ દરમિયાન પરસ્પર સંબંધો અને અનુભવ વિશે વાત કરતા શુભીશિષે જણાવ્યું હતુ કે, “હિબા સાથે શુટીંગનો અનુભવ સુંદર રહ્યો છે અને તેની સાથે શૂટ કરવું તે એક પ્રકારનો આનંદ છે. તેણી અમૂલ્ય સહ-અભિનેત્રી છે અને સખત મહેનતુ છે. તેણી જે પર્ફોર્મન્સમા જે પ્રકારની હળવાશ અને સ્વયંસ્ફુરિતતા લાવે છે તેની હું પ્રશંસા કરુ છું. હિબા અને હું એક સાથે કામ કરવાના સમીકરણો શેર કરીએ છીએ. પ્રત્યેક દિવસના શૂટ સાથે આરામ અને સમજણ વિકસતી જાય છે.”

તેમની સાથે સંમત થથા હિબાએ જણાવ્યું હતુ કે, “તેમની સાથે શુટીંગ કરવાનો અત્યાર સુધીનો અનુભવ શ્રેષ્ઠ રહ્યો છે જે હંમેશા કોઇ પણ સીન માટે તૈયાર રહે છે અને આખરે તે અમને અમારી સીનને ત્યંત સરળતાથી અને હળવાશથી પરફોર્મ કરવામાં મદદ કરે છે. હું માનુ છું કે કોઇ પણ પરસ્પર સંબંધો વિકસવામાં વર્ષો વીતી જાય છે કેમ કે અમે શો પહેલા એકબીજાને ઓળખતા પણ ન હતા, પરંતુ હવે ધીમે ધીમે, અમે એક બંધનની રચના કરી છે અને જેમ એક દિવસ પસાર થતો જાય છે ત્યારે તે વધુ સારા બનતા જાય છે અને શોની સમગ્ર યાત્રાને ખાસ બનાવી રહ્યા છે.”

પોતાની પ્રથમ છાપ વિશે વાત કરતા શુભાશિષે જણાવ્યુ હતુ કે, “અમે અજમાયશી શૂટ દરમિયાન એક બીજાને મળ્યા હતા અને તેણી અત્યંત સ્વીકાર્ય અને ખુશનુમા હોવાનું જણાયુ હતું. તેણી અત્યંત જીવંત છે અને સેટ્સ પર સકારાત્મક ભાવ લાવે છે અને મને હંમેશા તેની સાથે શૂટીંગમાં આનંદ આવ્યો છે. જીજાજી અને સીપી અત્યંત રમૂજી, ટીખળયુક્ત પાત્રો છે અને સતત રમૂજ મળતી રહે છે, જ્યારે વાસ્તવિત જીવનમાં અમે એકબીજા તરફે અત્યંત નમ્ર અને વિનયશીલ છીએ. “

હિબાએ ઉમેર્યુ હતુ કે, “હું જ્યારે સૌપ્રથમ વખત તેમને મળી ત્યારે મે તેમનામાં એક અપવાદરૂપ મહેનતુ વ્યક્તિને જોઇ હતી. અમારા સીનનું શૂટ કરવાનું સરળ એટલા માટે છે કે તેઓ સતત મદદગાર રહ્યા છે અને તેથી અમે એકબીજા સાથે આરામ અને સમજણનું મહત્તમ સ્તર શેર કરીએ છીએ. અમે ઓફ સ્ક્રીન જે બંધન ધરાવીએ છીએ તે સ્ક્રીન પર સીપી અને જીજાજી તરીકેનું પાત્ર ભજવીએ છીએ તેના કરતા તદ્દન અલગ છે.”

શો પરના લોકપ્રિય સીન વિશે શુભશિષે જણાવ્યુ હતું કે, “હિબા સાથેનો અત્યાર સુધીનો મારો લોકપ્રિય સીન એ રહ્યો છે જ્યારે જીજાજીને સીપીનું રક્ષણ કરતા ઇજા થાય છે અને બાદમાં તેણી તેમને પ્રાથમિક સારવાર દ્વારા મદદ કરે છે. તે એક પ્રેમાળ સીન હતો અને સૌપ્રથમ વખત અમે જોયું હતુ કે સીપી અને જીજાજી એક બીજા પ્રત્યે કૂણી લાગણી વિકસાવી રહ્યા છે. “

તેના પ્રત્યુત્તરમાં હિબાએ જણાવ્યું હતુ કે, “તે મારો પણ લોકપ્રિય સીન રહ્યો હતો. પ્રેક્ષકોએ સીપીને અગાઉ ક્યારેય ન જોઇ હોય તેવી ભૂમિકામાં જોઇ હતી જેમાં તેણી જીજાજીની સંભાળ લે છે; તે બન્ને વચ્ચે મજબૂત બંધન સ્થાપિત કરવાનું પ્રથમ પગલું છે. આગળની સફર આવી ક્ષણો સાથે વધુ આકર્ષક અને રોમાંચિત હશે જે આવી સુંદર દ્રશ્યો માટે માર્ગ મોકળો કરશે”

હિબા નવાબને સીપી તરીકે અને શુભાશીષ ઝાને જીજાજી તરીકે ફક્ત સોની સબ પર દર સોમવારથી શુક્રવાર સુધી રજૂ થતા જીજાજી છત પર હૈમાં જોતા રહો.

(આ સમાચાર લાઇફ કેર ટીમે સંપાદિત કર્યા નથી, તે સીધી એજન્સી ફીડથી પ્રકાશિત થાય છે.)

મિત્રો જો તમને આ પોસ્ટ ગમતી હોય, તો કૃપા કરીને નીચે આપેલ લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા પરિવાર, મિત્રો તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લેતા રહો

Comments