આર્થિક ઉત્થાન ગામના વિકાસમાં સહભાગી ક્રિષ્ના સ્વશક્તિ મહિલા મંડળ

આર્થિક ઉત્થાનની સાથે ગામના વિકાસમાં સહભાગી બનતી ક્રિષ્ના સ્વશક્તિ મહિલા મંડળની બહેનો | રાજ્ય સરકારની લોન – સહાય થકી આર્થિક પ્રવૃત્તિની સાથે પશુપાલનના વ્યવસાયને અપનાવી આર્થિક સક્ષમતા તરફ મક્કમતાથી આગળ વધતી ગ્રામ્ય નારીઓ

3,937

આર્થિક ઉત્થાન ગામના વિકાસમાં સહભાગી ક્રિષ્ના સ્વશક્તિ મહિલા મંડળ

આર્થિક ઉત્થાનની સાથે ગામના વિકાસમાં સહભાગી બનતી ક્રિષ્ના સ્વશક્તિ મહિલા મંડળની બહેનો | રાજ્ય સરકારની લોન – સહાય થકી આર્થિક પ્રવૃત્તિની સાથે પશુપાલનના વ્યવસાયને અપનાવી આર્થિક સક્ષમતા તરફ મક્કમતાથી આગળ વધતી ગ્રામ્ય નારીઓ

‘વિકાસ’ ત્રણ અક્ષરનો આ શબ્દ છેલ્લા બે દશકમાં પ્રત્યેક ગુજરાતીનો જાણે જીવનમંત્ર બની ગયો છે. માનવ વિકાસ સુચકાંકના તમામ ક્ષેત્રે ગુજરાતને એક આદર્શ રાજ્ય બનાવવા પ્રત્યેક ગુજરાતીના સાથ સાથે સૌનો વિકાસ થાય તે ધ્યેયમંત્ર સાથે રાજ્ય સરકાર કાર્યરત છે.

રાજયમાં વસતા પ્રત્યેક નાગરિકનો સર્વાંગીણ વિકાસ થાય અને ભાઈઓની સાથે બહેનો પણ વિકાસના પથ ઉપર ઝડપભેર આગળ આવે અને એમનું આર્થિક રીતે સશક્તિકરણ થાય એ હેતુથી રાજ્ય સરકારે ગ્રામીણ ગરીબ કુટુંબોના મહિલા સ્વસહાય જુથો સખી મંડળ સ્વરુપે રચીને તેમને સંગઠિત અને પ્રશિક્ષિત કરી, સક્ષમ બનાવી, આર્થિક બચત પ્રવૃત્તિમાં પ્રેરિત કરવા મિશન મંગલમ યોજના (એન.આર.એલ.એમ) અમલી બનાવી છે. જેના પરિણામે અભણ, ઓછુ ભણેલી, અને ગરીબ બહેનો પણ મિશન મંગલમ અંતર્ગત સખી મંડળના માધ્યમથી આર્થિક વિકાસમાં સક્રિય ભાગીદાર બની રહી છે. જેનું ઉત્તમ ઉદાહરણ છે, મોરબી જિલ્લાનું હરબટીયાળી ગામ.

ટંકારા તાલુકામાં આવેલા હરબટીયાળી ગામ ખાતે મિશન મંગલમ યોજના અંતર્ગત આજથી અંદાજે દોઢ દાયકા પૂર્વે ૨૦ મહિલાઓએ ભેગા મળી ક્રિષ્ના સ્વશક્તિ મહિલા મંડળનો શુભારંભ કર્યો. મંડળના પ્રારંભે બહેનોએ ૧૦ રૂપિયાથી શરૂ કરેલ બચત આજે ૧૦૦ રૂપિયા સુધી પહોંચી છે. મંડળના પ્રમુખ લાભુબેન સંઘાણી કહે છે કે, અમારે ખોળ, રાજદાણા, મકાઇ અને ઘઉંના ભુસાનો વેપાર કરવો હતો, પણ અમારી પાસે એટલા પૈસા નહોતા એટલે અમે નાબાર્ડ પાસેથી રૂપિયા ૮૦૦૦ ની લોન મેળવી તેમાથી વેપાર ચાલુ કર્યો. અમે આ વેપારમાં જોઇતી વસ્તુની ખરીદી કરવા માટે જાતે જતા હતા. પરંતુ ખોળના ભાવમા વધઘટ થવાથી ત્રણેક વર્ષ બાદ અમે ખોળનો વેપાર બંધ કર્યો. અને ગ્રામ સંગઠનની જે બહેનોને વ્યવસાય માટે ધીરાણની જરુરીયાત હોય તેવા બહેનોને ધિરાણ આપવાનુ ચાલુ કર્યુ. હાલમાં તેમાથી સિજનેબલ વ્યવસાય તરીકે ખાદ્ય તેલ અને ચા, ખાંડની જથ્થાબંધ ખરીદી કરી ગ્રામ સંગઠનની બહેનો દ્વારા વેપાર ચાલુ કર્યો.

ક્રિષ્ના સ્વશક્તિ મહિલા મંડળના મંત્રી શાંતાબેન ભાગીયાએ જણાવ્યું હતુ કે, મંડળમાં જોડાયા પહેલા અમારી બહેનોની પરિસ્થિતિ ઘણી નબળી હતી, પરંતુ આ મંડળમાં જોડાયા પછી અમારી પરિસ્થિતિ ઘણી સુધરી છે. પહેલા અમારા મંડળના જે બહેનોના છોકરાઓ મજુરી કરતા હતા તેમણે આજે બુટ ચપ્પલની દુકાન ચાલુ કરી છે, જ્યારે અમારા મંડળના બીજા બહેનના છોકરાએ મોબાઇલની દુકાન ખોલી છે.

આ મંડળનો અમે જયારે પ્રારંભ કર્યો કર્યો ત્યારે અમને ૮૦૦૦ રૂપિયાની કેશ ક્રેડીટ લોન મળી હતી. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ અમારી કામગીરી અને મહેનતને જોઈ અમને પાંચ લાખ રૂપિયાની લોન મળી અને આ લોન અમારા મંડળ દ્વારા નવ વખત રીન્યુ થયેલ છે. અમારા ગામમાં સ્નાનઘાટની જરૂરીયાત હોવાથી અમારા મંડળ દ્વારા આ લોનની સહાયથી લોકભાગીદારીથી સ્નાનઘાટ બનાવ્યા છે.

ક્રિષ્ના સ્વશક્તિ મહિલા મંડળ જે હરબટીયાળી ગ્રામ સખી સંઘમાં જોડાયુ છે તે ગ્રામ સખી સંઘને સરકારે રૂપિયા ૪.૫૦ લાખ લોન પેટે આપતા આ ગ્રામ સખી સંઘમાં જોડાયેલા તમામ સખી મંડળોને રૂપિયા ૫૦,૦૦૦/- ની લોન તેમજ મિશન મંગલમ યોજના અંતર્ગત રૂપિયા ૨૫૦૦  સ્ટાર્ટપ ફંડ મળેલ છે. ગરીબ કલ્યાણ મેળામાં પણ હરબટીયાળી ગ્રામ સખી સંઘને રૂ ની દિવેટના મશીનની ફાળવણી કરવામાં આવી છે. જેની કામગીરી ઉપરાંત પશુપાલનની કામગીરી પણ આ મંડળ દ્વારા ચાલુ કરવામા આવી રહી છે.

મંડળના પ્રમુખ લાભુબેન સંઘાણીના જણાવ્યા પ્રમાણે મંડળમાં જોડાવાથી અમારી બહેનોને ઘણા બધા લાભ થયા છે. મંડળની લોન દ્વારા મંડળની બહેનો ઇમીટેશન, બ્યુટીપાર્લર અને સિવણ જેવી આર્થિક પ્રવૃત્તિમા જોડાયા છે. ચોપડા લખવા, હિસાબ કરવો વગેરે અમે જાતે કરતા થઇ ગયા છીએ. આમ, અમે લાખ રૂપીયાનો હિસાબ જાતે કરીએ છીએ અને અમારી નબળી આર્થિક પરિસ્થિતિ હતી તે પણ આ મંડળમાં જોડાવાથી સુધરી ગઇ છે.

આપણા માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે, ગુજરાતની બહેનોને કૌશલ્ય-હુન્નર વર્ધનની તાલીમ પુરી પાડી તેમના માટે આર્થિક પ્રવૃત્તિ માટે આંતરમાળખાકીય સુવિધા ઉપલબ્ધ બનાવાની સાથે સખી મંડળના માધ્યમથી મહિલાઓ પુરક આવક અને બચત પ્રવૃત્તિઓ સાથે સંકળાય તે માટે તેમને રીવોલ્વીંગ ફંડ, બેંક ધિરાણ, માઇક્રો કેશ-ક્રેડીટની સુવિધા લેવા પ્રોત્સાહિત કરવાના ઉમદા ઉદ્દેશથી રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય પરિવારોની જરૂરીયાતમંદ બહેનોને આર્થિક રીતે પગભર કરવાનુ આરંભાયેલુ આ યજ્ઞકાર્ય આવનારા સમયમાં સખી મંડળની બહેનોના આર્થિક ઉત્થાન માટે મહત્વપૂર્ણ બની રહેશે. (હેતલદવે)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

(This News has not been edited by the Life Care team, it is published directly from the agency feed.)

Legal Disclaimer

LifeCareNews.in provides the information “as is” without warranty of any kind. We do not accept any responsibility or liability for the accuracy, content, images, videos, licenses, completeness, legality, or reliability of the information contained in this article. If you have any complaints or copyright issues related to this article, kindly contact the provider above.

 

Also Read This

Comments