મધર્સ ડે અંગે સોની સબના કલાકારોના વિચાર

3

મધર્સ ડે અંગે સોની સબના કલાકારોના વિચાર

જીજાજી છત પર કોઈ હૈના શુભાશિષ ઝા ઉર્ફે જીજાજીઃ

“મારી માતા મજબૂત ઈચ્છાશક્તિ ધરાવે છે અને મને શિસ્ત અને જાત પર વિશ્વાસનું ભાન તેમના થકી જ મળ્યું છે. મધર્સ ડે પર દર વર્ષે હું સામાન્ય રીતે તેને ફૂલો, કેક અથવા કોઈ ભેટ મોકલું છું, જે તેના ચહેરા પર સ્મિત લાવે અને તે તેને માણે એવું હું વિચારું છું. તેણે હંમેશાં મને માર્ગદર્શન આપ્યું છે અને હંમેશાં પગ જમીન પર રાખવા અને જીવનમાં ગમે તેવા બદલાવ આવે તો પણ શાંતિ રાખવાની ઉત્તમ સલાહ તેની પાસેથી મને મળી છે અને હું મોટે ભાગે તેની પર પ્રદર્શિત કરું છું. મારો તેની સાથે સૌથી યાદગાર અવસર રવિવારની સવારોમાં તેની સાથે સ્ટેશનરીની દુકાને જતો તે છે. તે ટ્રિપ અદભુત હતી અને મોજમસ્તીભરી હતી, કારણ કે મારી માતા મારે માટે સ્ટેશનરી ચીજો, અમુક રમકડાં અને ગૂડીઝ ખરીદી કરતી હતી. તે ભાગ્યે જ કશું માગે છે, જેથી અમારા વાર્તાલાપ દરમિયાન હું તે પોતાને રસનું હોય તેવો ઉલ્લેખ કરી શકે તેની નોંધ લઉં છું. જો હું તેને માટે કોઈ ચોક્કસ ગેજેટ લઉં તો તેને સેટઅપ કરવાનું અને ઉપયોગ કઈ રીતે કરવાનો તે સમજાવવામાં મદદ કરું છું. તે ઝાઝી ટેક-સાવી નહીં હોવાથી મોટે ભાગે કશું શીખવા ખચકાટ મહેસૂસ કરે છે અને મને તે સારું લાગે છે. આ વર્ષે અમે નવી રીતે મધર્સ ડે ઉજવણી કરીશું અને હું તેને માટે સ્પેશિયલ મોન્ટેજ વિડિયો બનાવવા કામ કરી રહ્યો છું. “

તેરા યાર હૂં મૈની સાયંતાની ઘોષ ઉર્ફે દલજિત બગ્ગાઃ

“હું નાની હતી ત્યારે મારી માતા હંમેશાં આઝાદીનું ભાન મને કરાવતી હતી, જેને લઈને હું આજે બહુ જ સ્વતંત્ર અને આજના સમયની મજબૂત નારી બની શકી છું. હું બર્થડે સિવાય કોઈ પણ અવસર ફક્ત એક દિવસ માટે ઉજવણી કરવામાં માનતી નથી. હું માનું છું કે લોકોએ વર્ષભર તેમને માટે થોડું થોડું કરતા રહેવું જોઈએ અને કનેક્ટેડ રહેવું જોઈએ. મારી માતા હું ઊછરતી હતી તે દરમિયાન મારી પ્રથમ બેસ્ટ ફ્રેન્ડ રહી છે અને હજુ પણ મારી લુડો પાર્ટનર છે. તે બધી ભૂલો માફ કરે છે અને હંમેશાં ઊજળી બાજુ જુએ છે અને મારો અનુકંપા સ્વભાવ તેને લીધે જ છે. હું સામાન્ય રીતે તેને બુકે મોકલું છું અથવા મારા હાથે રસોઈ બનાવું છું, જેથી તેને વિશેષ લાગણી મહેસૂસ થાય. આ વર્ષે અમે મળવાનાં નથી, જેથી હું તેને કેક અને ફૂલો અને ભરપૂર પ્રેમ અને ઉત્તમ આરોગ્ય સાથે શુભેચ્છાઓ મોકલવા માગું છું. “

મેડમ સરની યુક્તિ કપૂર ઉર્ફે કરિશ્મા સિંહઃ

“હું માનું છું કે દરેક બાળક, ખાસ કરીને છોકરીઓ તેમની માતાની વધુ નિકટ હોય છે. મારી માતા વ્યવસાયે બ્યુટિશિયન છે અને મેં તેની પાસેથી ઘણું બધું શીખ્યું છે. મારી માતા પાસેથી મને મળેલી સૌથી ઉત્તમ સલાહ એ છે કે આપણે આ દુનિયામાં થોડા સમય માટે રહેવાનાં છીએ અને તેથી તે આનંદથી વિતાવવાનો છે કે ગમગીનીમાં તે આપણે પોતે નક્કી કરવું જોઈએ. તે હંમેશાં દરેકને તુરંત માફ કરે છે અને તેના આ ગુણ મારી અંદર આવ્યા છે. બાળપણથી મેં તેને ચહેરા પર સ્મિત સાથે કામ કરતી અને પરિવારને પણ સાગમટે સંભાળતી જોઈ છે. આથી મેં તેની પાસેથી એ શીખ્યું છે કે આપણે જીવનનો નીડરતાથી અને મજબૂત રીતે સામનો કરવો જોઈએ અને સ્થિતિ ગમે તેવી હોય તો પણ ચહેરા પર સ્મિત રાખવું જોઈએ. તે મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને હંમેશાં દરેક અવસરને જીવવાની અને તમારા મનને પ્રસન્ન કરે તે કરવાની સલાહ આપે છે. મારી બાળપણની એક મનગમતી યાદ વિશે કહું તો હું છોકરી જેવો પોશાક ધારણ કરવા માગતી હતી છતાં એક દિવસ તેણે મને છોકરાનાં કપડાં પહેરાવ્યાં, મારા વાળ ટૂંકા કર્યા. સામાન્ય રીતે હું તેને માટે ચટાકેદાર ભોજન બનાવું છું અને તેને સોનાના ઝવેરાત બહુ ગમે છે, જેથી હું તેને કેક અને ફૂલો સાથે ઝવેરાતની ભેટ આપતી રહું છું. તેને ઘર શણગારવાનું ગમે છે, જેથી ઈન્ટીરિયર માટે પણ મેં તેનું સપનું સાકાર થાય તેવું કાંઈક વિચાર્યું છે. “

કાટેલાલ એન્ડ સન્સની મેઘા ચક્રવર્તી ઉર્ફે ગરિમાઃ

“તે સંસ્થામાં મને વિશ્વાસ કરવામાં મદદરૂપ થવા માટે પરિવારનું મૂલ્ય અને મહત્ત્વ મને સમજાવીને મારી માતાએ મને બધું જ શીખ્યું છે. હું ભારપૂર્વક માનું છું કે આપણે દરરોજ મધર્સ ડે ઊજવવો જોઈએ અને તેને રોજ વિશેષ મહેસૂસ કરાવવું જોઈએ. મારી માતા હંમેશાં જ્યેષ્ઠોનો આદર કરવાની અને કામમાં ઈમાનદારી રાખવાની મને સલાહ આપે છે. તેણે આસપાસમાં ખાસ કરીને જનાવરો પર અન્યાય થતો હોય તો તેની પડખે રહેવાની કેળવણી મને આપી છે. તેણે અનેક ત્યાગ કર્યા છે અને તેને માટે આભાર માનવાનું પણ ઓછું પડે છે. તેની જોડે મારો સૌથી યાદગાર અવસર શિયાળાના દિવસો છે, જ્યારે તે મને સવારે ઊઠતાં જ ગરમ સ્લિપર પહેરવા આપતી, જેથી ઠંડી જમીન પર પગ નહીં મૂકવા પડે. મેં હાલમાં જ  તેનું કિચન અને ઘર નવીનીકરણ કર્યું અને તે ખુશ છે. મારી માતા કોલકતામાં નાની એનજીઓ ચલાવે છે અને રખડતાં પ્રાણીઓની સક્રિય રીતે દેખભાળ કરે છે. ”  

(આ સમાચાર લાઇફ કેર ટીમે સંપાદિત કર્યા નથી, તે સીધી એજન્સી ફીડથી પ્રકાશિત થાય છે.)

મિત્રો જો તમને આ પોસ્ટ ગમતી હોય, તો કૃપા કરીને નીચે આપેલ લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા પરિવાર, મિત્રો તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લેતા રહો

Comments